AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GT vs LSG IPL Match Result: ગુજરાત ટાઈટન્સનો 5 વિકેટે રોમાંચક વિજય, રાહુલ તેવટીયાએ જીત માટે મહત્વની ભૂમિકા નિભાવી

Gujarat Titans vs Lucknow Super Giants IPL Match Result: ગુજરાત ટાઈટન્સના બોલરોએ પહેલા જબરદસ્ત શરુઆત કરાવી હતી અને બાદમાં ટીમની ડેબ્યૂ મેચને જીતવામાં સફળતા મેળવી હતી.

GT vs LSG IPL Match Result: ગુજરાત ટાઈટન્સનો 5 વિકેટે રોમાંચક વિજય, રાહુલ તેવટીયાએ જીત માટે મહત્વની ભૂમિકા નિભાવી
Gujarat Titans એ વિજય સાથે શરુઆત કરી
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 11:51 PM
Share

ઈન્ડિયન્સ સુપર લીગ (IPL 2022) ની 15 મી સિઝનની 4થી મેચ ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ (Gujarat Titans vs Lucknow Super Giants) વચ્ચે રમાઇ હતી. ગુજરાતની ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાની રણનિતી અપનાવી હતી. હાર્દિકની યોજના કેએલ રાહુલની ટીમ સામે સફળ રહી હતી. લખનૌએ ચડાવ ઉતારવાળી રમત સાથે મેચને પોતના નામે લખી દેવામાં સફળતા મેળવી હતી. રાહુલ તેવટીયાએ મેચને ટીમની જીત સુધી પહોંચાડવાની જવાબદારી સ્વિકારી લીધી હતી. આમ હાર્દિક પંડ્યાને પોતાની કેપ્ટનશીપ ના રુપની ઈનીંગની શરુઆત જીત સાથે થઇ હતી.

રાહુલ તેવટિયાએ ગુજરાતની ટીમની જીત માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. ગુજરાતની ટીમે મહત્વની વિકેટો ગુમાવી દીધી હતી, એવા સમયે બાજી લખનૌ બાજી જઇ રહી હતી ત્યારે જ રાહુલે શાનદાર રમત રમી બતાવી હતી. ગુજરાતની ટીમે ઓપનર શુભમન ગિલની વિકેટ પ્રથમ ઓવરમાંજ ગુમાવી દીધી હતી. એ વખતે ટીમનો સ્કોર 4 રન હતો અને ત્યારે જ તે શૂન્ય પર વિકેટ ગુમાવીને પરત ફર્યો હતો. ત્યાર બાદ વિજય શંકર (4) ની વિકેટ પણ ઝડપથી ગુમાવી હતી. તેને ચામિરાએ બોલ્ડ કરી દીધો હતો. આમ 15 રનના સ્કોર પર જ ગુજરાતે 2 વિકેટ ગુમાવી દેતા દબાણની સ્થિતી સર્જાઇ હતી.

જોકે બાદમાં કેપ્ટન હાર્દિક પંડ્યા અને ઓપનર મેથ્યુ વેડ એ રમતને સંભાળી હતી. પંડ્યાએ આક્રમક રમતની શરુઆત કરી હતી. તેણે 1 છગ્ગો અને 5 ચોગ્ગા વડે 33 રન ટીમના સ્કોરમાં જોડ્યા હતા. પરંતુ તેણે ટીમ 72 ના સ્કોર પર હતી. ત્યારે જ વિકેટ ગુમાવી દીધી હતી. તેના બાદ તુરત જ ઓપનર વેડેએ પણ વિકેટ ગુમાવતા ગુજરાતની સ્થિતી મુશ્કેલ બની હતી. ડેવિડ મિલરે કેટલાક અંશે ટીમની સ્થિતી સંભાળવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પણ 30 રન જોડીને પેવેલિયન પરત ફર્યો હતો.

166 ની સ્ટ્રાઇક રેટ થી ફટકાર્યા લખનૌના બોલર્સને

જોકે રાહુલ તેવટિયાએ લખનૌના મોં એ પહોંચેલા કોળીયાને છિનવવા રુપ રમત રમી હતી. વેડે અને પંડ્યા જેવા ખેલાડીઓએ વિકેટ ગુમાવવાની અસર તેની પર વર્તાઇ નહોતી. તેણે જીત સુધી ક્રિઝ પર રહીને ગુજરાતની ટીમને ડેબ્યૂ મેચમાં વિજય અપાવ્યો હતો. આ માટે તેણે જીતની જવાબદારી સ્વિકારી લઇને સ્ટ્રાઇક પોતાની પાસે વધુ રાખવા પ્રયાસ કર્યો હતો, સાથે જ 24 બોલમાં 40 રન નોંધાવ્યા હતા. તેણે 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા અને 166 થી વધુની સ્ટ્રાઇક થી રન કર્યા હતા.

હાર્દિકની વિકેટ કૃણાલે ઝડપી

આ પહેલા મોહમ્મદ શામીએ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તેણે 4 ઓવરના સ્પેલમાં 3 વિકેટ ઝડપી હતી. તેણે મેચની શરુઆતના પ્રથમ બોલે જ વિકેટ ઝડપીને લખનૌની ટીમના કેપ્ટન કેએલ રાહુલને શૂન્ય પર પેવેલિયન પરત મોકલ્યો હતો. આ સિવાય વરુણ આરોને 2 વિકેટ ઝડપી હતી. જ્યારે રાશિદ ખાને એક વિકેટ ઝડપી હતી. લખનૌ વતી દુષ્મંતા ચામિરાએ 2 વિકેટ અને કૃણાલ પંડ્યાએ ભાઇ હાર્દિક પંડ્યાના રુપમાં એક વિકેટ ઝડપી હતી. દિપક હુડાએ પણ એક વિકેટ મેળવી હતી.

આ પણ વાંચોઃ WWC 2022: અંદરો અંદરની ખેંચમતાણ, ખરાબ ફિટનેસ અને સરેરાશ બોલીંગે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની હાલત બગાડી દીધી!

આ પણ વાંચોઃ IPL 2022: ગુજરાત લાયન્સનો હિસ્સો રહેલો એન્જિનિયરિંગ કરેલ ક્રિકેટર હવે કોલકાતા નાઇટ રાઇડર્સ વતી રમશે!

આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
g clip-path="url(#clip0_868_265)">