UP vs GG, WPL 2023: ડબલ હેડર મેચ સાથે આજે સુપર સન્ડે હશે ખુબ ખાસ , પહેલી હાર ભૂલીને ફરી ગુજરાત તૈયાર
Gujarat Giants vs UP Warriorz vs Royal Challengers Bangalore vs Delhi Capitals Live Score in Gujarati:આજે WPL 2023 માં પ્રથમ ડબલ હેડર છે. સુપર સન્ડે ખાસ બની રહેશે કારણ કે દર્શકોને બે મેચ જોવા મળશે. પ્રથમ મેચ બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે જ્યારે બીજી મેચ નવી મુંબઈમાં રમાશે.
UP vs GG, WPL 2023: વિમેન્સ પ્રીમિયર લીગ (WPL 2023) ની પ્રથમ સિઝન એ જ રીતે શરૂ થઈ છે. શનિવારે 4 માર્ચે ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી પ્રથમ મેચમાં ધમાકેદાર અપેક્ષા રાખવામાં આવી હતી. મુંબઈએ પણ પોતાની રમત દેખાડી હતી. જેમાં માત્ર ગુજરાત નિષ્ફળ રહ્યું છે. મુંબઈએ તેને પ્રથમ મેચમાં ખરાબ રીતે હરાવ્યું હતુ અને આ હારના 24 કલાકમાં જ ગુજરાતે ફરીથી મેદાનમાં ઉતરવું પડશે. રવિવાર, 5 માર્ચે સાંજની મેચમાં ગુજરાત ડબલ હેડરમાં યુપી વોરિયર્સ સામે ટકરાશે.
આજે ડબલ હેડર મેચ
વિમેન્સ પ્રીમિયર લીગ એટલે કે WPL 2023 શનિવાર 4 માર્ચથી શરૂ થઈ છે. રવિવાર 5મી માર્ચ સુપર સન્ડે છે કારણ કે આજે ટુર્નામેન્ટનો પ્રથમ ડબલ હેડર જોવા મળશે. ટુર્નામેન્ટની પ્રથમ સિઝનની બે મેચો આજે રમાશે, જેમાં પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે, જ્યારે બીજી મેચ યુપી વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે.
ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યાથી મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં RCB અને DC વચ્ચે મેચ રમાશે. બીજી તરફ, શનિવારે મોડી રાત્રે મુંબઈ સામેની મેચમાં હારનાર ગુજરાજની ટીમ યુપી વોરિયર્સ સામે ટકરાશે. આ મેચ નવી મુંબઈમાં ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડમીમાં રમાશે. WPLની પ્રથમ સિઝનમાં ડબલ હેડર મેચ માત્ર 4 દિવસમાં જોવા મળશે.
ડી.વાય.પાટીલ ખાતે 4 માર્ચ શનિવારના રોજ રમાયેલી ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં ગુજરાતની ટીમ દરેક મોરચે મુંબઈ સામે ટકેલી દેખાતી હતી.સૌપ્રથમ ટીમે મુંબઈને 207 રનનો મોટો સ્કોર કરવાની તક આપી હતી, જેમાં નબળી બોલિંગ તેમજ ખૂબ જ નબળી ફિલ્ડિંગનો પણ મોટો રોલ હતો. ત્યારપછી બેટિંગ ખૂબ જ સુસ્ત દેખાતી હતી. પહેલી જ મેચમાં જોવા મળ્યું હતું કે, ગુજરાતની ટીમમાં તેને આગળ લઈ જવાની હિંમત નથી. ગુજરાતની આખી ટીમ માત્ર 64 રનમાં સમેટાઈ ગઈ હતી અને 143 રનથી હારી ગઈ હતી.
કેપ્ટનની ઈજા એક સમસ્યા બની ગઈ
ટૂર્નામેન્ટની પહેલી જ મેચમાં આવી હાર કોઈપણ ટીમનું મનોબળ નબળું પાડી શકે છે. આવી સ્થિતિમાં ગુજરાત માટે તેમાંથી બહાર આવવું આસાન નહીં હોય. ટીમના કેપ્ટન અને અનુભવી બેટ્સમેન બેથ મૂની પ્રથમ મેચમાં જ ઈજાગ્રસ્ત થવાને કારણે તે પણ મુશ્કેલ છે. હેમસ્ટ્રિંગને કારણે મૂની ગુજરાતની બેટિંગની પહેલી જ ઓવરમાં મેદાન છોડ્યું હતુ અને ફરી પાછી ફરી ન હતી. જેના કારણે ગુજરાતની બેટિંગ પણ ખરાબ થઈ ગઈ હતી. હવે એક દિવસ પછી જ તેનું રમતમાં પાછું ફરવું મુશ્કેલ લાગે છે.