GG vs MI Playing XI WPL 2023: ગુજરાત જાયન્ટ્સે સ્પિનરો પર મુક્યો ભરોસો, જુઓ બંને ટીમોની Playing 11
Gujarat vs Mumbai Toss Report: ગુજરાત જાયન્ટ્સની કેપ્ટન બેથ મૂનીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી મુંબઈની ટીમને પ્રથમ બેટિંગ માટે નિમંત્રણ આપ્યુ હતુ..
વુમન્સ પ્રીમિયર લીગની શરુઆત થઈ ચુકી છે. ટૂર્નામેન્ટની ઓપનિંગ મેચનો ટોસ ગુજરાત જાયન્ટ્સ ટીમે જીત્યો છે. ટોસ જીતીને ગુજરાતની કેપ્ટન બેથ મૂનીએ પ્રથમ બોલિંગ કરવાની રણનિતી અપનાવી હતી અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમને પ્રથમ બેટિંગ કરવા માટે નિમંત્રણ આપ્યુ હતુ. આમ મુંબઈની ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા નજર આવશે. ગુજરાતની ટીમને જોઈને જણાઈ રહ્યુ છે કે, ટીમ મેનેજમેન્ટે સ્પિનરો પર ભરોસો વધારે રાખ્યો છે.
ગુજરાતની ટીમમાં ચાર સ્પિનરો અને ત્રણ ઝડપી બોલરનો સમાવેશ પ્લેઈંગ ઈલેવનમાં કરવામાં આવ્યો છે. ગુજરાત જાયન્ટ્સ ટીમ સ્પિનરોની જાળમાં મુંબઈને ફસાવવાના આયોજન સાથે જ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. આમ ગુજરાતની સુકાની પણ પોતાની ટીમના સંતુલન પર ભરોસો વધારે લાગી રહ્યો છે.
🚨 Toss Update 🚨@GujaratGiants have won the toss and they have elected to bowl first against @mipaltan in Match 1⃣ of the #TATAWPL! pic.twitter.com/HCuPYBEfft
— Women’s Premier League (WPL) (@wplt20) March 4, 2023
મુંબઈની ટીમ આ પ્રકારની છે
ગુજરાતની ટીમમાં સ્પિનરો પર ભાર મુકવામાં આવ્યો છે તો, બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં ઓલરાઉન્ડરોની ભરમાર છે. હરમનપ્રીત કૌરની ટીમ મુંબઈમાં શાનદાર ઓલરાઉન્ડરોનો ખજાનો છે. જેને લઈ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં વધારે મોકો ઓલરાઉન્ડરોને આપવામાં આવ્યો છે. કેપ્ટન હરમનપ્રીત કૌર ઉપરાંત નેટ સિવર-બ્રન્ટ, હેલી મેથ્યુસ અને પૂજા વસ્ત્રાકરના રૂપમાં મજબૂત પાવર-હિટર અને ઉપયોગી બેટ્સમેન છે. તે જ સમયે, ઇસાબેલ વોંગના રૂપમાં ઇંગ્લેન્ડની આંતરરાષ્ટ્રીય ઝડપી બોલર પણ છે, જેણે ગયા વર્ષે તેના ડેબ્યૂ બાદથી ખૂબ પ્રભાવિત કર્યા છે.
Take a look at the Playing XIs of the two teams 👌👌
Who are you rooting for – 🧡 or 💙 #TATAWPL pic.twitter.com/mKYOHEqavZ
— Women’s Premier League (WPL) (@wplt20) March 4, 2023
ગુજરાત જાયન્ટ્સ અને મુંબઇ ઈન્ડિયનની Playing 11
ગુજરાત જાયન્ટ્સ: બેથ મૂનિ (કેપ્ટન), શબ્બીનેની મેઘના, હર્લીન દેઓલ, એશ્લે ગાર્ડનર, અન્નાબેલ સેડરલેન્ડ, હેમલતા દયાલન, જ્યોર્જિયા વેરહામ, સ્નેહ રાણા, તનુજા કનવર, મોનિકા પટેલ અને માનસી જોશી
મુંબઇ ઈન્ડિયન્સઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), યાસ્તિકા ભાટિયા, નેટ સિવર બ્રન્ટ, હેલિ મેથ્યૂઝ, પૂજા વસ્ત્રાકર, ઇઝાબેલ વોંગ, હુમૈરા કાઝી, એમેલી કર, અમનજોત કૌર, ઝિંટીમાની કાલિટા, સાઈકા ઇશાક.