AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GT vs LSG IPL 2023 Highlights : અંતિમ ઓવરમાં 4 વિકેટ લઈ ગુજરાતે જીત મેળવી, 7 રનથી મેળવી જીત

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2023 | 7:29 PM
Share

Gujarat Titans vs Lucknow Super Giants IPL 2023 Highlights Updates : ધીમી પિચને કારણે આજે પ્રથમ ઈનિંગમાં રમત ધીરી રહી હતી. ગુજરાત ટાઈટન્સની ટીમે  5 વિકેટના નુકશાન સાથે 136 રનનો ટાર્ગેટ આપ્યો હતો. અંતિમ ઓવરમાં ગુજરાતે શાનદાર બોલિંગ અને ફિલ્ડિંગ કરીને મેચ જીતી લીધી હતી.

GT vs LSG  IPL 2023 Highlights :  અંતિમ ઓવરમાં 4 વિકેટ લઈ ગુજરાતે જીત મેળવી, 7 રનથી મેળવી જીત
GT vs LSG IPL 2023 Live Score Updates

આઈપીએલ 2023ની 30મી મેચ આજે ગુજરાત ટાઈટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી હતી. લખનઉના એકાના સ્ટેડિયમમાં ટોસ જીતીને કેપ્ટન હાર્દિંક પંડયાએ પહેલા બેટિંગ પસંદ કરી હતી. ધીમી પિચને કારણે આજે પ્રથમ ઈનિંગમાં રમત ધીરી રહી હતી. ગુજરાત ટાઈટન્સની ટીમે  5 વિકેટના નુકશાન સાથે 136 રનનો ટાર્ગેટ આપ્યો હતો. અંતિમ ઓવરમાં ગુજરાતે શાનદાર બોલિંગ અને ફિલ્ડિંગ કરીને મેચ જીતી લીધી હતી.

અંતિમ ઓવરમાં મોહિત શર્માએ બોલિંગ કરી હતી. પ્રથમ બોલ – ડોટ ગયો હતો. બીજા બોલ પર કેપ્ટન રાહુલ કેચ આઉટ થયો હતો. ત્રજા બોલ પર સ્ટોઈનિશની વિકેટ પડી હતી. ચોથા બોલ પર બદોની રન આઉટ થયો હતો. પાંચમા બોલ પર હુડ્ડા રન આઉટ થયો હતો. અને છઠ્ઠા બોલ પણ ડોટ બોલ થતા. ગુજરાતે 7 રનથી જીત મેળવી છે.

ઓપનર રિદ્ધિમાન સાહા 3 રનથી ફિફટી ચૂક્યો હતો. જ્યારે કેપ્ટન હાર્દિંક પંડયાએ શાનદાર ફિફટી ફટકારી હતી. બીજી ઈનિંગમાં લખનઉની શરુઆત ખુબ સારી રહી હતી. 5 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર લખનઉની ટીમે 50 રન પૂરા કર્યા હતા.7 મેચમાં 4 જીત- 3 હાર અને 8 પોઈન્ટ સાથે લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર 2 પર છે.  જ્યારે ગુજરાત ટાઈટન્સની ટીમ 6 મેચમાં 4 જીત-2 હાર અને 6 પોઈન્ટ સાથે ચોથા ક્રમે છે.

ગુજરાત ટાઈટન્સનું પ્રદર્શન

પ્રથમ ઈનિંગમાં ગુજરાત ટાઈટન્સ તરફથી શુભમન ગિલે 0 રન, રિદ્ધમાન સાહાએ 47 રન, અભિનવ મનોહરે 3 રન, વિજય શંકરે 10 રન, હાર્દિક પંડયાએ 66 રન ,ડેવિડ મિલરે 6 રન અને રાહુલ તેવટિયાએ 2 રન બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગમાં માત્ર 4 સિક્સર અને 9 ચોગ્ગા જોવા મળ્યા હતા.

બીજી ઈનિંગમાં મોહિત શર્માએ 3 ઓવરમાં 17 રન આપીને 2 વિકેટ લીધી હતી. નૂર અહમદે 4 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે રાશિદ ખાને 4 ઓવરમાં 33 રન આપીને 1 વિકેટ લીધી હતી.

લખનઉ સુપર જાયન્ટ્સનું પ્રદર્શન

પ્રથમ ઈનિંગમાં લખનઉ તરફથી નવીન ઉલ હકે 4 ઓવરમાં 19 રન આપીને 1 વિકેટ લીધી હતી. કૃણાલ પંડયાએ 4 ઓવરમાં 16 રન આપીને 2 વિકેટ લીધી હતી. સ્ટોઈનિશે 3 ઓવરમાં 20 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે અમિત મિશ્રાએ 2 ઓવરમાં 9 રન આપીને 1 વિકેટ લીધી હતી.

બીજી ઈનિંગમાં કે એલ રાહુલે 68 રન, માયર્સે 24 રન, કૃણાલ પંડયાએ 23 રન, નૂરને 1 રન, બદોનીએ 8 રન, સ્ટોઈનીસ 0 રન, હુડ્ડાએ 2 રન, પ્રેરાકે 0 અને બિશ્નોઈએ 0 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં માત્ર 2 સિક્સર અને 12 ચોગ્ગા જોવા મળ્યા હતા.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 22 Apr 2023 07:13 PM (IST)

    GT vs LSG IPL 2023 Live Score : અંતિમ ઓવરમાં જોવા મળ્યો રોમાંચ

    અંતિમ ઓવરમાં મોહિત શર્માએ બોલિંગ કરી હતી. પ્રથમ બોલ – ડોટ ગયો હતો. બીજા બોલ પર કેપ્ટન રાહુલ કેચ આઉટ થયો હતો. ત્રજા બોલ પર સ્ટોઈનિશની વિકેટ પડી હતી. ચોથા બોલ પર બદોની રન આઉટ થયો હતો. પાંચમા બોલ પર હુડ્ડા રન આઉટ થયો હતો. અને છઠ્ઠા બોલ પણ ડોટ બોલ થતા. ગુજરાતે 7 રનથી જીત મેળવી છે.

  • 22 Apr 2023 07:03 PM (IST)

    GT vs LSG IPL 2023 Live Score : 19 ઓવર બાદ લખનઉનો સ્કોર – 124/3

    લખનઉ તરફથી બદોની 8 રન અને કે એલ રાહુલ 66 રન સાથે રમી રહ્યાં છે. જીત માટે 6 બોલમાં 12 રનની જરુર. 19 ઓવર બાદ લખનઉનો સ્કોર – 124/3

  • 22 Apr 2023 06:56 PM (IST)

    GT vs LSG IPL 2023 Live Score : 18 ઓવર બાદ લખનઉનો સ્કોર – 119/3

    લખનઉ તરફથી બદોની 6 રન અને કે એલ રાહુલ 64 રન સાથે રમી રહ્યાં છે. જીત માટે 12 બોલમાં 16 રનની જરુર. 18 ઓવર બાદ લખનઉનો સ્કોર – 119/3

  • 22 Apr 2023 06:49 PM (IST)

    GT vs LSG IPL 2023 Live Score : પૂરન 1 રન બનાવી આઉટ

    લખનઉની ટીમ જીતની નજીક છે, 17 ઓવર બાદ લખનઉનો સ્કોર 117/2, નૂર અહમદની ઓવરમાં પૂરન 1 રન બનાવી આઉટ થયો છે.

  • 22 Apr 2023 06:46 PM (IST)

    GT vs LSG IPL 2023 Live Score : 16 ઓવર બાદ લખનઉનો સ્કોર – 109/2

    લખનઉ તરફથી નિકોલસ પૂરન 1 રન અને કે એલ રાહુલ 60 રન સાથે રમી રહ્યાં છે. જીત માટે 24 બોલમાં 27 રનની જરુર. 16 ઓવર બાદ લખનઉનો સ્કોર – 109/2

  • 22 Apr 2023 06:36 PM (IST)

    GT vs LSG IPL 2023 Live Score : કૃણાલ પંડયા 23 રન બનાવી આઉટ

    નૂર અહમદની ઓવરમાં ગુજ્જુ ઓલરાઉન્ડર 23 રન બનાવી આઉટ થયો છે. વિકેટ કીપર સાહાએ વિકેટ પાછળથી કેચ પકડી ટીમને સફળતા અપાવી છે. 14.3 ઓવરમાં લખનઉનો સ્કોર 106/2. જીત માટે 33 બોલમાં 30 રનની જરુર.

  • 22 Apr 2023 06:28 PM (IST)

    GT vs LSG IPL 2023 Live Score : કેપ્ટન કે એલ રાહુલે ફિફટી ફટકારી

    રાહુલ તેવટિયાની ઓવરમાં કે એલ રાહુલે આઈપીએલ કરિયરની 33મી ફિફટી ફટકારી છે. 13 ઓવર બાદ લખનઉનો સ્કોર – 98/1

  • 22 Apr 2023 06:26 PM (IST)

    GT vs LSG IPL 2023 Live Score : 12 ઓવર બાદ લખનઉનો સ્કોર – 90/1

    લખનઉ તરફથી કૃણાલ પંડયા 17 રન અને કે એલ રાહુલ 49 રન સાથે રમી રહ્યાં છે. 12 ઓવર બાદ લખનઉનો સ્કોર – 90/1. લખનઉની ટીમ ધીરે ધીરે જીત તરફ આગળ વધી રહી છે. લખનઉની ટીમને જીત માટે 48 બોલમાં 46 રનની જરુર છે.

  • 22 Apr 2023 06:18 PM (IST)

    GT vs LSG IPL 2023 Live Score : 10 ઓવર બાદ લખનઉનો સ્કોર – 80/1

    લખનઉ તરફથી કૃણાલ પંડયા 14 રન અને કે એલ રાહુલ 42 રન સાથે રમી રહ્યાં છે. હાર્દિક પંડયાની ઓવરની અંતિમ બોલ પર તેના મોટા ભાઈ કૃણાલ પંડયાએ ચોગ્ગો ફટકાર્યો હતો. 10 ઓવર બાદ લખનઉનો સ્કોર – 80/1

  • 22 Apr 2023 06:11 PM (IST)

    GT vs LSG IPL 2023 Live Score : 8 ઓવર બાદ લખનઉનો સ્કોર – 65/1

    લખનઉ તરફથી કૃણાલ પંડયા 6 રન અને કે એલ રાહુલ 39 રન સાથે રમી રહ્યાં છે. 8 ઓવર બાદ લખનઉનો સ્કોર – 65/1. લખનઉને જીત માટે 69 બોલમાં 65 રનની જરુર.

  • 22 Apr 2023 06:00 PM (IST)

    GT vs LSG IPL 2023 Live Score : લખનઉની પ્રથમ વિકેટ પડી

    રાશિદ ખાનની ઓવરમાં ઓલરાઉન્ડર માયર્સ 24 રન બનાવી આઉટ થયો છે. ગુજરાત ટાઈટન્સે 136 રનનો ટાર્ગેટ આપ્યો છે.

  • 22 Apr 2023 05:56 PM (IST)

    GT vs LSG IPL 2023 Live Score : 6 ઓવર બાદ લખનઉનો સ્કોર – 53/0

    લખનઉ તરફથી માયર 23 રન અને કે એલ રાહુલ 30 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં કે એલ રાહુલે એક શાનદાર ચોગ્ગો ફટકાર્યો હતો. 6 ઓવર બાદ લખનઉનો સ્કોર – 53/0

  • 22 Apr 2023 05:50 PM (IST)

    GT vs LSG IPL 2023 Live Score : 5 ઓવર બાદ લખનઉનો સ્કોર – 46/0

    લખનઉ તરફથી માયર 21 રન અને કે એલ રાહુલ 25 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં 2 ચોગ્ગા અને 1 સિક્સર જોવા મળી. 5 ઓવર બાદ લખનઉનો સ્કોર – 46/0

  • 22 Apr 2023 05:44 PM (IST)

    GT vs LSG IPL 2023 Live Score : 3 ઓવર બાદ લખનઉનો સ્કોર – 20/0

    લખનઉ તરફથી માયર 6 રન અને કે એલ રાહુલ 14 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં કેપ્ટન કે એલ રાહુલે હેટ્રિક ચોગ્ગા ફટકાર્યા છે. 3 ઓવર બાદ લખનઉનો સ્કોર – 20/0

  • 22 Apr 2023 05:38 PM (IST)

    GT vs LSG IPL 2023 Live Score : 2 ઓવર બાદ લખનઉનો સ્કોર – 6/0

    લખનઉ તરફથી માયર 5 રન અને કે એલ રાહુલ 1 રન સાથે રમી રહ્યાં છે. ઈમ્પેક્ટ પ્લેયર જંયત યાદવની ઓવરમાં બીજી ઈનિંગનો પ્રથમ ચોગ્ગો જોવા મળ્યો. 2 ઓવર બાદ લખનઉનો સ્કોર – 6/0

  • 22 Apr 2023 05:34 PM (IST)

    GT vs LSG IPL 2023 Live Score : પ્રથમ ઓવર મેડન

    લખનઉ તરફથી માયર અને કે એલ રાહુલ ઓપનિંગ માટે આવ્યા છે. મોહમ્મદ શમીની પ્રથમ ઓવર મેડન રહી હતી. કેપ્ટન રાહુલે તમામ 6 બોલ રમ્યા પણ એકપણ રન બન્યા ન હતા.

  • 22 Apr 2023 05:09 PM (IST)

    GT vs LSG IPL 2023 Live Score : કેપ્ટન હાર્દિક પંડયા અને મિલર આઉટ

    પ્રથમ ઈનિંગની અંતિમ ઓવરમાં હાર્દિક પંડયા 66 રન બનાવી કેચ આઉટ થયો છે. કેપ્ટન કે એલ રાહુલે કેપ્ટન હાર્દિંક પંડયાનો કેચ પકડયો હતો. અંતિમ બોલ પર ડેવિડ મિલર પણ 6 રન બનાવી આઉટ થયો હતો. 20 ઓવરના અંતેે ગુજરાતનો સ્કોર 135/6 રહ્યો હતો.

  • 22 Apr 2023 05:08 PM (IST)

    GT vs LSG IPL 2023 Live Score : 19 ઓવર બાદ ગુજરાતનો સ્કોર- 126/4

    ગુજરાત ટાઈટન્સ કેપ્ટન હાર્દિક પંડયા 60 રન અને ડેવિડ મિલર 5 રન સાથે રમી રહ્યાં છે. 19 ઓવર બાદ ગુજરાતનો સ્કોર- 126/4. આ ઓવરમાં માત્ર 5 રન મળ્યા.

  • 22 Apr 2023 05:01 PM (IST)

    GT vs LSG IPL 2023 Live Score : 18 ઓવર બાદ ગુજરાતનો સ્કોર – 120/4

    ગુજરાત ટાઈટન્સ કેપ્ટન હાર્દિક પંડયા 58 રન અને ડેવિડ મિલર 3 રન સાથે રમી રહ્યાં છે. 18 ઓવર બાદ ગુજરાતનો સ્કોર – 120/4. આ ઓવરમાં હાર્દિક પંડયાએ 2 સિક્સર અને 1 ચોગ્ગો ફટકારી આઈપીએલ કરિયરની 9મી ફિફટી ફટકારી છે.

  • 22 Apr 2023 04:56 PM (IST)

    GT vs LSG IPL 2023 Live Score : 17 ઓવર બાદ ગુજરાતનો સ્કોર – 102/4

    ગુજરાત ટાઈટન્સ કેપ્ટન હાર્દિક પંડયા 40 રન અને ડેવિડ મિલર 2 રન સાથે રમી રહ્યાં છે. 17 ઓવર બાદ ગુજરાતનો સ્કોર – 102/4

  • 22 Apr 2023 04:51 PM (IST)

    GT vs LSG IPL 2023 Live Score : 16 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 97/4

    ગુજરાત ટાઈટન્સ કેપ્ટન હાર્દિક પંડયા 36 રન અને ડેવિડ મિલર 1 રન સાથે રમી રહ્યાં છે. 16 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 97/4

  • 22 Apr 2023 04:45 PM (IST)

    GT vs LSG IPL 2023 Live Score : 15 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 92/4

    ગુજરાત ટાઈટન્સ કેપ્ટન હાર્દિક પંડયા 32 રન સાથે રમી રહ્યાં છે. વિજય શંકર 10 રન બનાવીને આઉટ થયો છે. 15 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 92/4

  • 22 Apr 2023 04:28 PM (IST)

    GT vs LSG IPL 2023 Live Score : અભિનવ મનોહર આઉટ

    અમિત મિશ્રાની ઓવરમાં અભિનવ મનોહર 3 રન બનાવી આઉટ થયો છે. નવીન અલ હકે શાનદાર કેચ પકડીને ટીમને સફળતા અપાવી છે. 12 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 78/3

  • 22 Apr 2023 04:23 PM (IST)

    GT vs LSG IPL 2023 Live Score : રિદ્ધિમાન સાહા આઉટ

    રિદ્ધિમાન સાહા 37 બોલમાં 47 રન બનાવી આઉટ થયો છે. ગુજ્જુ ક્રિકેટર કૃણાલ પંડયાની ઓવરમાં તે કેચ આઉટ થયો છે. 11 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 75/2

  • 22 Apr 2023 04:20 PM (IST)

    GT vs LSG IPL 2023 Live Score : 10 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 71/1

    ગુજરાત ટાઈટન્સ તરફથી રિદ્ધિમાન સાહા 47 રન અને કેપ્ટન હાર્દિક પંડયા 24 રન સાથે રમી રહ્યાં છે. રવિ બિશ્નોઈની ઓવરમાં માત્ર 6 રન મળ્યા. 10 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 71/1

  • 22 Apr 2023 04:14 PM (IST)

    GT vs LSG IPL 2023 Live Score : 9 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 65/1

    ગુજરાત ટાઈટન્સ તરફથી રિદ્ધિમાન સાહા 43 રન અને કેપ્ટન હાર્દિક પંડયા 22 રન સાથે રમી રહ્યાં છે. રવિ બિશ્નોઈની ઓવરમાં હાર્દિક પંડયાએ આજની પ્રથમ સિક્સર ફટકારી હતી. સાહા-હાર્દિક વચ્ચે 50 રનના પાર્ટનશિપ થઈ છે. 9 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 65/1

  • 22 Apr 2023 04:09 PM (IST)

    GT vs LSG IPL 2023 Live Score : 8 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 51/1

    ગુજરાત ટાઈટન્સ તરફથી રિદ્ધિમાન સાહા 41 રન અને કેપ્ટન હાર્દિક પંડયા 10 રન સાથે રમી રહ્યાં છે.સ્ટોઈનિસની ઓવરમાં અંતિમ બોલ પર એક ચોગ્ગો જોવા મળ્યો. 8 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 51/1

  • 22 Apr 2023 04:04 PM (IST)

    GT vs LSG IPL 2023 Live Score : 7 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 44/1

    ગુજરાત ટાઈટન્સ તરફથી રિદ્ધિમાન સાહા 37 રન અને કેપ્ટન હાર્દિક પંડયા 7 રન સાથે રમી રહ્યાં છે. ગુજ્જુ ઓલરાઉન્ડર કૃણાલની ઓવરમાં માત્ર 4 રન બન્યા. 7 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 44/1

  • 22 Apr 2023 04:00 PM (IST)

    GT vs LSG IPL 2023 Live Score : 6 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 40/1

    ગુજરાત ટાઈટન્સ તરફથી રિદ્ધિમાન સાહા 34 રન અને કેપ્ટન હાર્દિક પંડયા 6 રન સાથે રમી રહ્યાં છે. બિશ્નોઈની ઓવરમાં 2 ચોગ્ગા જોવા મળ્યા હતા. 6 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 40/1

  • 22 Apr 2023 03:57 PM (IST)

    GT vs LSG IPL 2023 Live Score : 5 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 29/1

    ગુજરાત ટાઈટન્સ તરફથી રિદ્ધિમાન સાહા 25 રન અને કેપ્ટન હાર્દિક પંડયા 4 રન સાથે રમી રહ્યાં છે. આવેશ ખાનની ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો હતો. 5 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 29/1

  • 22 Apr 2023 03:49 PM (IST)

    GT vs LSG IPL 2023 Live Score : 4 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 20/1

    ગુજરાત ટાઈટન્સ તરફથી રિદ્ધિમાન સાહા 16 રન અને કેપ્ટન હાર્દિક પંડયા 4 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો હતો.  4 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 20/1

  • 22 Apr 2023 03:45 PM (IST)

    GT vs LSG IPL 2023 Live Score : ત્રીજા નંબર પર બેટિંગ માટે કેપ્ટન હાર્દિક આવ્યો

    સામાન્ય રીતે હાર્દિક પંડયા 4 કે 5માં નંબર પર બેટિંગ કરવા માટે આવે છે. પણ આજે પ્રથમ વિકેટ પડતાની સાથે જ કેપ્ટન હાર્દિંક મેદાન પર બેટિંગ માટે આવ્યો છે. 3 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર 13/1 આ ઓવરમાં એક ચોગ્ગો પણ જોવા મળ્યો.

  • 22 Apr 2023 03:37 PM (IST)

    GT vs LSG IPL 2023 Live Score : શુભમન ગિલ આઉટ

    ગુજરાતી ઓલરાઉન્ડર ખેલાડી કૃણાલ પંડયાની ઓવરમાં શુભમન ગિલ 0 રન પર આઉટ થયો છે. રવિ બિશ્નોઈએ કેચ પકડીને લખનઉને પ્રથમ સફળત અપાવી છે. 2 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 5/1

  • 22 Apr 2023 03:31 PM (IST)

    GT vs LSG IPL 2023 Live Score : લખનઉના મેદાન પર ગુજરાતની બેટિંગ શરુ

    ગુજરાત ટાઈટન્સની ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી રહી છે. ઓપનિંગ માટે ગુજરાત ટાઈટન્સના રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલ મેદાન પર આવ્યા છે. 1 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર 4/0

  • 22 Apr 2023 03:13 PM (IST)

    GT vs LSG IPL 2023 Live Score : બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

    ગુજરાત ટાઇટન્સ : રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગિલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, અભિનવ મનોહર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, નૂર અહમદ, મોહિત શર્મા

    લખનઉ સુપર જાયન્ટ્સ : કેએલ રાહુલ (કેપ્ટન), કાયલ મેયર્સ, દીપક હુડા, માર્કસ સ્ટોઇનિસ, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન (વિકેટકીપર), આયુષ બદોની, નવીન-ઉલ-હક, અમિત મિશ્રા, અવેશ ખાન, રવિ બિશ્નોઈ

  • 22 Apr 2023 03:02 PM (IST)

    GT vs LSG IPL 2023 Live Score : ગુજરાત ટાઈટન્સે જીત્યો ટોસ

    ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, 3.30 કલાકે શરુ મેચ થશે. આઈપીએલ 2023માં ત્રીજીવાર કોઈ ટીમે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. હમણા સુધીની 27 મેચમાં ટોસ જીતનાર કેપ્ટને પ્રથમ બોલિંગ પસંદ કરી છે.

  • 22 Apr 2023 02:36 PM (IST)

    GT vs LSG IPL 2023 Live Score : ટૂંક સમયમાં થશે ટોસ

    ગુજરાત ટાઈટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચ આજે બપોરે 3.30 કલાકે શરુ થશે. આ મેચનો ટોસ બપોરે 3 કલાકે થશે.

  • 22 Apr 2023 02:34 PM (IST)

    GT vs LSG IPL 2023 Live Score : હેડ ટુ હેડ રેકોર્ડ

    ગુજરાત ટાઈટન્સ અને લખનઉ સુપર જાયન્ટસની ટીમ આઈપીએલમાં 2 વાર સામ સામે ટકરાઈ છે. આ બંને ટીમમાં હાર્દિક પંડયાના નેતૃત્વવાળી ગુજરાતની ટીમની જીત થઈ છે.

  • 22 Apr 2023 02:28 PM (IST)

    GT vs LSG IPL 2023 Live Score : આજે ગુજરાત અને લખનઉ વચ્ચે ટક્કર

    આઈપીએલ 2023ની 30 મેચ આજે લખનઉના હોમ ગ્રાઉન્ડ પર રમાશે. આજે ડબલ હેડરની પ્રથમ મેચ ગુજરાત જાયન્ટસ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે. આ બંને ટીમોએ છેલ્લી સિઝનમાં જ ડેબ્યૂ કર્યું હતું. લખનઉની ટીમ 4 મેચમાં જીત સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે, જ્યારે ગુજરાતની ટીમ 3 જીત સાથે ચોથા સ્થાને છે.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">