GT vs DC IPL 2023 Highlights : ગુજરાત ટાઈટન્સની સતત બીજી જીત, સુદર્શનની ફિફટી, શમી-રાશિદની 3-3 વિકેટ
GT Vs DC IPL 2023 Highlights In Gujarati : આજની રોમાંચ મેચમાં શરુઆતમાં ગુજરાતની ઘણી વિકેટ પડી હતી. પણ અંતે સુદર્શન, શંકર અને મિલરની દમદાર બેટિંગને કારણે ગુજરાત ટાઈટન્સે આ મેચ જીતી હતી. 18.1 ઓવરમાં 4 વિકેટના નુકશાન સાથે 163 રન બનાવી ગુજરાતે 6 વિકેટથી જીત મેળવી હતી.
આઈપીએલ 2023ની સાતમી મેચ આજે ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. દિલ્હીના હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમમાં આ મેચ રમાઈ હતી. ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ટોસ હારીને બેટિંગ માટે ઉતરેલી દિલ્હી કેપિટલ્સનો સ્કોર 20 ઓવરના અંતે 8 વિકેટના નુકશાન સાથે 162 રન રહ્યો હતો.
આજની રોમાંચ મેચમાં શરુઆતમાં ગુજરાતની ઘણી વિકેટ પડી હતી. પણ અંતે સુદર્શન, શંકર અને મિલરની દમદાર બેટિંગને કારણે ગુજરાત ટાઈટન્સે આ મેચ જીતી હતી. 18.1 ઓવરમાં 4 વિકેટના નુકશાન સાથે 163 રન બનાવી ગુજરાતે 6 વિકેટથી જીત મેળવી હતી.
ગુજરાત ટાઈટન્સનું પ્રદર્શન
પ્રથમ ઈનિંગમાં ગુજરાત ટાઈટન્સ તરફથી મોહમ્મ શમીએ 4 ઓવરમાં 41 રન આપીને 3 વિકેટ લીધી હતી. રાશિદ ખાને 4 ઓવરમાં 31 રન આપીને 3 વિકેટ લીધી હતી. જ્યારે અલઝારી જોસેફે 4 ઓવરમાં 29 રન આપીને 2 વિકેટ લીધી હતી. આ મેચમાં તે હેટ્રિક ચૂકી ગયો હતો.
બીજી ઈનિંગમાં ગુજરાત ટાઈટન્સ તરફથી હાર્દિક પંડ્યાએ 5 રન , શુભમન ગિલે 14 રન, રિદ્ધિમાન સાહાએ 14 રન, સાઈ સુદર્શને 62 રન, ડેવિડ મિલરે 31 રન અને શંકેર 29 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં ગુજરાતે 5 સિક્સર અને 15 ચોગ્ગા ફટકાર્યા હતા.
દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન
પ્રથમ ઈનિંગમાં દિલ્હી તરફથી ડેવિડ વોર્નરે 37 રન, પૃથ્વી શોએ 7 રન, મિશેલ માર્શે 4 રન, સરફરાઝ ખાને 30 રન, અભિષેક પોરેલે20 રન, રિલે રુસો 0 રન, અક્ષર પટેલે 36 રન, કુલદીપ યાદવે 1 રન અને એનરિચે 4 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં 14 ચોગ્ગા અને 6 સિક્સર જોવા મળી હતી. આ ઈનિંગમાં ગુજરાત ટાઈટન્સે 15 એક્સટ્રા રન આપ્યા હતા. જેમાં 11 વાઈડ બોલનો સમાવેશ થાય છે.
બીજી ઈનિંગમાં દિલ્હી તરફથી મિચલ માર્શ અને ખલિલ અહેમદે 1-1 વિકેટ લીધી હતી. જ્યારે એનરિચ નોર્ટજે 4 ઓવરમાં 39 રન આપીને 2 વિકેટ લીધી હતી.
LIVE NEWS & UPDATES
-
GT vs DC IPL 2023 Live Score : ગુજરાત ટાઈટન્સની રોમાંચક જીત
દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં ગુજરાત ટાઈટન્સે 6 વિકેટથી જીત મેળવી.
-
GT vs DC IPL 2023 Live Score : 18 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 161/4
ગુજરાત ટાઈટન્સ તરફથી સુદર્શન 62 રન અને મિલર 29 રન સાથે રમી રહ્યાં છે. ગુજરાત ટાઈટન્સ સામે 163 રનનો ટાર્ગેટ છે. ગુજરાતની સતત બીજી જીત પાક્કી
-
-
GT vs DC IPL 2023 Live Score : 16 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 137/4
ગુજરાત ટાઈટન્સ તરફથી સુદર્શન 47 રન અને મિલર 21 રન સાથે રમી રહ્યાં છે. ગુજરાત ટાઈટન્સ સામે 163 રનનો ટાર્ગેટ છે.
-
GT vs DC IPL 2023 Live Score : 15 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 117/4
ગુજરાત ટાઈટન્સ તરફથી સુદર્શન 45 રન અને મિલર 4 રન સાથે રમી રહ્યાં છે. ગુજરાત ટાઈટન્સ સામે 163 રનનો ટાર્ગેટ છે.
-
GT vs DC IPL 2023 Live Score : 14 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 112/4
ગુજરાત ટાઈટન્સ તરફથી સુદર્શન 43 રન અને મિલર 2 રન સાથે રમી રહ્યાં છે. ગુજરાત ટાઈટન્સ સામે 163 રનનો ટાર્ગેટ છે.
-
-
GT vs DC IPL 2023 Live Score : ગુજરાતની ચોથી વિકેટ પડી
ગુજરાતની ચોથી વિકેટ પડી, શંકર 29 રન બનાવી આઉટ
-
GT vs DC IPL 2023 Live Score : 13 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 106/3
ગુજરાત ટાઈટન્સ તરફથી સુદર્શન 39 રન અને વિજય શંકર 29 રન સાથે રમી રહ્યાં છે. ગુજરાત ટાઈટન્સ સામે 163 રનનો ટાર્ગેટ છે.
-
GT vs DC IPL 2023 Live Score : 12 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 101/3
ગુજરાત ટાઈટન્સ તરફથી સુદર્શન 35 રન અને વિજય શંકર 28 રન સાથે રમી રહ્યાં છે. ગુજરાત ટાઈટન્સ સામે 163 રનનો ટાર્ગેટ છે
-
GT vs DC IPL 2023 Live Score : 10 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 83/3
ગુજરાત ટાઈટન્સ તરફથી સુદર્શન 32 રન અને વિજય શંકર 15 રન સાથે રમી રહ્યાં છે. ગુજરાત ટાઈટન્સ સામે 163 રનનો ટાર્ગેટ છે. આ ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો.
-
GT vs DC IPL 2023 Live Score : 8 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 66/3
ગુજરાત ટાઈટન્સ તરફથી સુદર્શન 23 રન અને વિજય શંકર 6 રન સાથે રમી રહ્યાં છે. ગુજરાત ટાઈટન્સ સામે 163 રનનો ટાર્ગેટ છે.
-
GT vs DC IPL 2023 Live Score : 7 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 62/3
ગુજરાત ટાઈટન્સ તરફથી સુદર્શન 21 રન અને વિજય શંકર 5 રન સાથે રમી રહ્યાં છે. ગુજરાત ટાઈટન્સ સામે 163 રનનો ટાર્ગેટ છે.
-
GT vs DC IPL 2023 Live Score : ગુજરાતની ત્રીજી વિકેટ પડી
ગુજરાતની ત્રીજી વિકેટ પડી, ખલીલની ઓવરમાં હાર્દિક પંડયા 5 રન બનાવી કેચ આઉટ થયો. 6 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 54/3
-
GT vs DC IPL 2023 Live Score : 5 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 49/2
ગુજરાત ટાઈટન્સ તરફથી સુદર્શન 13 રન અને હાર્દિક પંડયા 5 રન સાથે રમી રહ્યાં છે. ગુજરાત ટાઈટન્સ સામે 163 રનનો ટાર્ગેટ છે. આ ઓવરની અંતિમ બોલ પર એક ચોગ્ગો જોવા મળ્યો.
-
GT vs DC IPL 2023 Live Score : ગુજરાતની બીજી વિકેટ પડી
દિલ્હીના બોલર નોર્ટજે બીજી વિકેટ લીધી, ગિલ પણ 14 રન બનાવી આઉટ થયો
-
GT vs DC IPL 2023 Live Score : 4 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 36/1
ગુજરાત ટાઈટન્સ તરફથી સુદર્શન 7 રન અને શુભમન ગિલ 14 રન સાથે રમી રહ્યાં છે. ગુજરાત ટાઈટન્સ સામે 163 રનનો ટાર્ગેટ છે. 4 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 36/1
-
GT vs DC IPL 2023 Live Score : 3 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 30/1
ગુજરાત ટાઈટન્સ તરફથી સુદર્શન 2 રન અને શુભમન ગિલ 13 રન સાથે રમી રહ્યાં છે. ગુજરાત ટાઈટન્સ સામે 163 રનનો ટાર્ગેટ છે.
-
GT vs DC IPL 2023 Live Score : ગુજરાતની પ્રથમ વિકેટ પડી
ગુજરાતની પ્રથમ વિકેટ પડી, સાહા 14 રન બનાવી આઉટ થયો
-
GT vs DC IPL 2023 Live Score : 2 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 22/0
ગુજરાત ટાઈટન્સ તરફથી રિદ્ધિમાન સાહા 14 રન અને શુભમન ગિલ 8 રન સાથે રમી રહ્યાં છે. ગુજરાત ટાઈટન્સ સામે 163 રનનો ટાર્ગેટ છે. આ ઓવરમાં 2 ચોગ્ગા જોવા મળ્યા.
-
GT vs DC IPL 2023 Live Score : 1 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 14/0
ગુજરાત ટાઈટન્સ તરફથી રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલ ઓપનર તરીકે આવ્યા છે. ગુજરાત ટાઈટન્સ સામે 163 રનનો ટાર્ગેટ છે.ખલીલની ઓવરમાં 2 ચોગ્ગા જોવા મળ્યા. અંતિમ બોલ પર એક સિક્સર પણ જોવા મળ્યો.
-
GT vs DC IPL 2023 Live Score : દિલ્હી તરફથી ખલિલ અહેમદ ઈમ્પેક્ટ પ્લેયર
દિલ્હી તરફથી ખલિલ અહેમદ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આવ્યો છે, તે સરફરાજ ખાનના સ્થાને આવ્યો છે.
-
GT vs DC IPL 2023 Live Score : 20 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 162 /7
20 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 162 /7. પ્રથમ ઈનિંગમાં દિલ્હી તરફથી ડેવિડ વોર્નરે 37 રન, પૃથ્વી શોએ 7 રન, મિશેલ માર્શે 4 રન, સરફરાઝ ખાને 30 રન, અભિષેક પોરેલે20 રન, રિલે રુસો 0 રન, અક્ષર પટેલે 36 રન, કુલદીપ યાદવે 1 રન અને એનરિચે 4 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં 14 ચોગ્ગા અને 6 સિક્સર જોવા મળી હતી. આ ઈનિંગમાં ગુજરાત ટાઈટન્સે 15 એક્સટ્રા રન આપ્યા હતા. જેમાં 11 વાઈડ બોલનો સમાવેશ થાય છે.
પ્રથમ ઈનિંગમાં ગુજરાત ટાઈટન્સ તરફથી મોહમ્મ શમીએ 4 ઓવરમાં 41 રન આપીને 3 વિકેટ લીધી હતી. રાશિદ ખાને 4 ઓવરમાં 31 રન આપીને 3 વિકેટ લીધી હતી. જ્યારે અલઝારી જોસેફે 4 ઓવરમાં 29 રન આપીને 2 વિકેટ લીધી હતી. આ મેચમાં તે હેટ્રિક ચૂકી ગયો હતો.
-
GT vs DC IPL 2023 Live Score : દિલ્હીની આઠમી વિકેટ પડી
દિલ્હીની આઠમી વિકેટ પડી, અક્ષર પટેલ 36 રન બનાવી કેચ આઉટ થયો
-
GT vs DC IPL 2023 Live Score : દિલ્હીની સાતમી વિકેટ પડી
દિલ્હીની સાતમી વિકેટ પડી, રાશિદ ખાનની ઓવરમાં અમન ખાન આઉટ. 19 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 150/7
-
GT vs DC IPL 2023 Live Score : 18 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 141 /6
દિલ્હીની ટીમ મોટો ટાર્ગેટ સેટ કરવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. દિલ્હી તરફથી અક્ષર પટેલ 27 રન અને અમન ખાન 2 રન સાથે રમી રહ્યાં છે.
-
GT vs DC IPL 2023 Live Score : 17 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 131 /6
દિલ્હીની આજની મેચમાં ખરાબ શરુઆત થઈ છે. દિલ્હી તરફથી અક્ષર પટેલ 18 રન અને અમન ખાન 1 રન સાથે રમી રહ્યાં છે.
-
GT vs DC IPL 2023 Live Score : 16 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 126 /5
દિલ્હીની ટીમ મોટો ટાર્ગેટ સેટ કરવા માટે સઘર્ષ કરી રહી છે. દિલ્હી તરફથી અક્ષર પટેલ 17 રન અને સરફરાજ 26 રન સાથે રમી રહ્યાં છે.
-
GT vs DC IPL 2023 Live Score : 15 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 121 /5
દિલ્હીની આજની મેચમાં ખરાબ શરુઆત થઈ છે. દિલ્હી તરફથી અક્ષર પટેલ 16 રન અને સરફરાજ 22 રન સાથે રમી રહ્યાં છે. અંતિમ બોલ પર એક સિક્સર જોવા મળી.
-
GT vs DC IPL 2023 Live Score : 14 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 112 /5
દિલ્હીની આજની મેચમાં ખરાબ શરુઆત થઈ છે. દિલ્હી તરફથી અક્ષર પટેલ 9 રન અને સરફરાજ 21 રન સાથે રમી રહ્યાં છે.
-
GT vs DC IPL 2023 Live Score : મેચ જોવા આવ્યો રિષભ પંત
Rishabh Pant watching Delhi vs Gujarat match from stadium. pic.twitter.com/MS9h89Myqs
— Johns. (@CricCrazyJohns) April 4, 2023
રિષભ પંત છેલ્લે 22 ડિસેમ્બર, 2022 ના રોજ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચ સમયે ક્રિકેટ મેદાન પર દેખાયો હતો. તેના થોડા દિવસ બાદ એટલે કે 30 ડિસેમ્બર, 2022ના રોજ તેનો કાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ત્યારથી તે ક્રિકેટના મેદાનથી દૂર હતો. હાલમાં તેની સારવાર ચાલી રહી છે અને તે ઝડપથી સાજો પણ થઈ રહ્યો છે.
-
GT vs DC IPL 2023 Live Score : દિલ્હીની પાંચમી વિકેટ પડી
દિલ્હીની પાંચમી વિકેટ પડી, રાશિદ ખાનની ઓવરમાં અભિષેક પોરેલ 20 રન બનાવી આઉટ
-
GT vs DC IPL 2023 Live Score : 12 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 100 /4
દિલ્હીની આજની મેચમાં ખરાબ શરુઆત થઈ છે. દિલ્હી તરફથી પોરેલ 20 રન અને સરફરાજ 17 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં એક શાનદાર સિક્સર જોવા મળી.
-
GT vs DC IPL 2023 Live Score : 11 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 88 /4
દિલ્હીની આજની મેચમાં ખરાબ શરુઆત થઈ છે. દિલ્હી તરફથી પોરેલ 12 રન અને સરફરાજ 13 રન સાથે રમી રહ્યાં છે.
-
GT vs DC IPL 2023 Live Score : 10 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 78 /4
દિલ્હીની આજની મેચમાં ખરાબ શરુઆત થઈ છે. દિલ્હી તરફથી પોરેલ 3 રન અને સરફરાજ 12 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં એક ચોગ્ગો પણ જોવા મળ્યો.
-
GT vs DC IPL 2023 Live Score : દિલ્હી કેપિટલ્સની એક ઓવરમાં બે વિકેટ પડી
દિલ્હી કેપિટલ્સની ત્રીજી વિકેટ પડી, જોસેફની ઓવરમાં કેપ્ટન વોર્નર 37 રન બનાવી આઉટ થયો, રિલી રોસોઉ 0 રન બનાવી કેચ આઉટ થયો. 9 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 70/4
-
GT vs DC IPL 2023 Live Score : 8 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 67 /2
દિલ્હીની આજની મેચમાં ખરાબ શરુઆત. દિલ્હી તરફથી વોર્નર 37 રન અને સરફરાજ 4 રન સાથે રમી રહ્યાં છે.
-
GT vs DC IPL 2023 Live Score : 6 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 52 /2
દિલ્હીની આજની મેચમાં ખરાબ શરુઆત. દિલ્હી તરફથી વોર્નર 29 રન અને સરફરાજ 2 રન સાથે રમી રહ્યાં છે.
-
GT vs DC IPL 2023 Live Updates : શમીએ લીધી બીજી વિકેટ
શમીએ લીધી બીજી વિકેટ, મિચેલ માર્શ 4 રન બનાવી આઉટ. 4.2 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 37/2
-
GT vs DC IPL 2023 Live Updates : 4 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 33/1
દિલ્હી તરફથી કેપ્ટન વોર્નર 16 રન અને મિચેલ માર્શ 4 રન સાથે રમી રહ્યાં છે. 4 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 33/1
-
GT vs DC IPL 2023 Live Score : દિલ્હી કેપિટલ્સની પ્રથમ વિકેટ પડી
દિલ્હી કેપિટલ્સની પ્રથમ વિકેટ પડી, મોહમ્મદ શમીની ઓવરમાં પૃથ્વી શો 7 રન બનાવી આઉટ. 3 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 29/1
-
GT vs DC IPL 2023 Live Score : 2 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 20/0
દિલ્હી તરફથી કેપ્ટન વોર્નર અને યુવા ખેલાડી પૃથ્વી શો બેટિંગ માટે આવ્યા છે. 2 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 20/0. જોસ લિટલની ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો.
-
GT vs DC IPL 2023 Live Score : 1 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 11/0
શમીની પ્રથમ ઓવરમાં ઓવરમાં 3 વાઈડ બોલ અને એક ચોગ્ગો જોવા મળ્યો. 1 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 11/0. દિલ્હી તરફથી કેપ્ટન વોર્નર અને યુવા ખેલાડી પૃથ્વી શો બેટિંગ માટે આવ્યા છે.
-
GT vs DC IPL 2023 Live Score : દિલ્હી કેપિટલ્સની બેટિંગ શરુ
દિલ્હી કેપિટલ્સની બેટિંગ શરુ થઈ છે. દિલ્હી તરફથી કેપ્ટન વોર્નર અને યુવા ખેલાડી પૃથ્વી શો બેટિંગ માટે આવ્યા છે.
-
DC vs GT Match Updates: આજની મેચ માટે બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
A look at the Playing XI for #DCvGT
Live – https://t.co/9Zy9HcuWS6 #TATAIPL #DCvGT #IPL2023 pic.twitter.com/dTAnIGkvxY
— IndianPremierLeague (@IPL) April 4, 2023
ગુજરાત ટાઇટન્સઃ હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, સાઈ સુદર્શન, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, જોશ લિટલ, યશ દયાલ, અલઝારી જોસેફ, રિદ્ધિમાન સાહા
દિલ્હી કેપિટલ્સ: ડેવિડ વોર્નર (કેપ્ટન), પૃથ્વી શો, મિશેલ માર્શ, સરફરાઝ ખાન, અભિષેક પોરેલ, એનરિચ નોરખિયા, રિલે રુસો, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ચેતન સાકરિયા, ખલીલ અહેમદ
-
DC vs GT Match Updates: ગુજરાત ટાઈટન્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
Gujarat Titans have won the toss and elect to bowl first against @DelhiCapitals
Live – https://t.co/9Zy9HcuWS6 #TATAIPL #DCvGT #IPL2023 pic.twitter.com/q43LKdiAHm
— IndianPremierLeague (@IPL) April 4, 2023
ગુજરાત ટાઈટન્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, 7.30 કલાકે શરુ થશે મેચ
-
DC vs GT Match Updates: દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ વાપસી કરશે
અત્યાર સુધી સાઉથ આફ્રિકાના ખેલાડીઓ IPL-2023માં જોવા મળતા ન હતા કારણ કે તેઓ નેધરલેન્ડ સામે ODI સિરીઝ રમી રહ્યા હતા, આજની મેચમાં દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ વાપસી કરી શકે છે. આવી સ્થિતિમાં ગુજરાત ટાઈટન્સમાં ડેવિડ મિલર અને દિલ્હીના એનરિક નોરખિયાને રમાડવાનું માનવામાં આવે છે.
-
GT vs DC IPL 2023 Live Updates : અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે IPLના આંકડા
સ્પિનરો અને પેસરો બંને માટે આ પિચ સારી છે, કારણ કે અહીં સ્પિનરોની એવરેજ 29.3 છે અને 23.5નો સ્ટ્રાઈક રેટ છે જ્યારે પેસરોની એવરેજ 30 અને સ્ટ્રાઈક 22.3 છે. બોલિંગ કટર અને ધીમી બોલિંગની કુશળતા ધરાવતા પેસરો આ ચોક્કસ પિચ પર સફળ થયા છે. આ સ્ટેડિયમાં 77 આઈપીએલ મેચ રમાઈ છે. જેમાંથી ટાર્ગેટ ચેઝ કરનારી ટીમનો 42 વાર વિજય થયો છે. જ્યારે પ્રથમ બેટિંગ કરનારી ટીમો 34 વખત જીતી છે. છે. એક રમત પરિણામ વિના સમાપ્ત થઈ હતી. દિલ્હી કેપિટલ્સે આ સ્થળ પર રમાયેલી 70 મેચોમાંથી 30 જીતી છે જ્યારે ગુજરાત ટાઇટન્સ આ મેદાન પર રમવાનું બાકી છે.
-
GT vs DC IPL 2023 Live Updates : ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સનો હેડ ટુ હેડ રેકોર્ડ
બંને ટીમો માત્ર એક જ વખત એકબીજા સામે રમી છે. ગયા વર્ષે ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સને 14 રનના માર્જિનથી હરાવ્યું હતું. IPL 2022ની 10મી મેચ ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચ પુણેમાં રમાઈ હતી. 2 એપ્રિલ, 2022માં રમાયેલી આ મેચમાં ગુજરાત ટાઈટન્સે 14 રનથી જીત મેળવી હતી.
-
GT vs DC IPL 2023 Live Updates : ગુજરાત ટાઈટન્સે જીત સરળ નહીં હોય
ગુજરાત ટાઈટન્સ ભલે પોતાની પ્રથમ મેચ જીતી ગયું હોય, પરંતુ આ ટીમ માટે દિલ્હીને ઘરઆંગણે હરાવવું આસાન નહીં હોય.
-
GT vs DC IPL 2023 Live Updates : દિલ્હી કેપિટલ્સ પ્રથમ જીતની શોધમાં
દિલ્હી કેપિટલ્સનો પ્રથમ મેચમાં પરાજય થયો હતો. તેને લખનઉ સામે હારનો સામનો કરવો પડયો હતો અને હવે આ ટીમ ઘરઆંગણે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. આ મેચમાં ડેવિડ વોર્નરની કપ્તાનીમાં રહેલી દિલ્હીને જીતથી ઓછું કંઈ જોઈતું નથી.
-
GT vs DC IPL 2023 Live Updates : આજે ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર
આઈપીએલની વર્તમાન વિજેતા ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે IPL-2023ની શાનદાર શરૂઆત કરી હતી. આ ટીમે પ્રથમ મેચમાં ચાર વખત વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું હતું. હવે હાર્દિક પંડ્યાની કપ્તાનીવાળી આ ટીમ દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. ગુજરાતે દિલ્હી સાથે તેના હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમમાં રમવાનું છે. દિલ્હીને તેની પ્રથમ મેચમાં હાર મળી હતી. તેને લખનઉ સુપર જાયન્ટ્સ સામે હારનો સામનો કરવો પડયો હતો. દિલ્હી આજની મેચમાં ગુજરાતને હરાવી જીતનું ખાતું ખોલવા આતુર છે.
Published On - Apr 04,2023 5:59 PM