AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર, વોર્મ-અપ મેચ પહેલા કોહલી વિશે આ માહિતી આવી સામે

ટીમ ઈન્ડિયા મંગળવારે તેની બીજી વોર્મ-અપ મેચ રમશે. આ મેચ નેધરલેન્ડ સામે તિરુવનંતપુરમમાં રમાશે. ટીમ ઈન્ડિયા માટે તેની તૈયારીની કસોટી કરવાની આ છેલ્લી તક છે. મેચ પહેલા ટીમ ઈન્ડિયાએ સોમવારે પ્રેક્ટિસ કરી હતી, પરંતુ કોહલીએ તેમાં ભાગ લીધો નહોતો. હવે તેના વિશે એક મોટી માહિતી સામે આવી છે.

ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર, વોર્મ-અપ મેચ પહેલા કોહલી વિશે આ માહિતી આવી સામે
Virat Kohli
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2023 | 8:44 AM
Share

વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માં ભારતીય ક્રિકેટ ટીમ મંગળવારે નેધરલેન્ડ્સ સામે વોર્મ-અપ મેચ રમશે. આ મેચ કેરળના તિરુવનંતપુરમમાં રમાશે. ટીમ ઈન્ડિયા (Team India) પાસે આ મેચમાં પોતાની તૈયારીઓને આખરી ઓપ આપવાની સારી તક છે. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ની પણ આના પર નજર રહેશે. જો કે કોહલીએ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો ન હતો, પરંતુ તે પ્રેક્ટિસ મેચમાં રમી શકે છે.

કોહલી તિરુવનંતપુરમમાં પ્રેક્ટિસ મેચ રમશે !

વિરાટ કોહલી અંગત કારણોસર 30 સપ્ટેમ્બરે ગુવાહાટીથી મુંબઈ ગયો હતો. ભૂતપૂર્વ ભારતીય સુકાની સોમવારે સાંજે પ્રેક્ટિસ સેશન માટે ઉપલબ્ધ નહોતા. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સૂત્રોએ જણાવ્યું હતું કે આ એક વૈકલ્પિક પ્રેક્ટિસ સેશન હતું. તે ટૂંક સમયમાં ટીમ સાથે જોડાય તેવી શક્યતા છે અને જો જરૂર પડશે તો તે પ્રેક્ટિસ મેચ પણ રમશે.

રોહિત-શ્રેયસ-શમીએ પ્રેક્ટિસ સેશનમાં ભાગ ન લીધો

કોહલી ઉપરાંત કેપ્ટન રોહિત શર્મા, શ્રેયસ અય્યર, ઝડપી બોલર મોહમ્મદ શમીએ પણ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો ન હતો. સ્ટાર ઓપનર શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, ઝડપી બોલર જસપ્રીત બુમરાહ, સ્પિનર ​​આર અશ્વિન, રવિન્દ્ર જાડેજાએ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો.

તમામ સ્ટાર ખેલાડીઓ મેદાનમાં ઉતરશે ?

ભારતીય ટીમની ઈંગ્લેન્ડ સામેની પ્રથમ વોર્મ-અપ મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયા આજની મેચમાં એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે કે તેના તમામ સ્ટાર ખેલાડીઓ મેદાનમાં ઉતરે અને પોતાના પ્રદર્શનથી વિપક્ષી છાવણીમાં ડર પેદા કરે અને મેચ જીતે.

આ પણ વાંચો : આજે એક નહીં પરંતુ બે ટીમ ઈન્ડિયા મેદાનમાં, 26 ખેલાડીઓ પર રહેશે નજર

તૈયારીને ટેસ્ટ કરવાની છેલ્લી તક

નેધરલેન્ડ સામેની પ્રેક્ટિસ મેચ રોહિત બ્રિગેડ માટે ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા પોતાની તૈયારીને ચકાસવાની છેલ્લી તક હશે. ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે જ્યારે ભારત તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં રમશે. સૂર્યકુમાર યાદવ પાસે પ્રેક્ટિસ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમમાં સ્થાન મેળવવાનો પોતાનો દાવો મજબૂત કરવાની સારી તક છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

પેટલાદ, બોરસદ, ખંભાત નગરપાલિકાને GPCBએ ફટકારી નોટિસ
પેટલાદ, બોરસદ, ખંભાત નગરપાલિકાને GPCBએ ફટકારી નોટિસ
અમદાવાદમાં 35 સ્થળો પર ITનું સર્ચ ઓપરેશન
અમદાવાદમાં 35 સ્થળો પર ITનું સર્ચ ઓપરેશન
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
g clip-path="url(#clip0_868_265)">