AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepak Chahar: નવદંપતિએ લગ્ન બાદ ઈન્સ્ટા પર શેર કરી પોસ્ટ, લખ્યુ- ‘ તમે મારુ દિલ ચોરી લીધુ, તો મે તમારુ નામ’

દીપક ચહર (Deepak Chahar) અને તેની પત્ની જયા ભારદ્વાજે (Jaya Bhardwaj) લગ્ન બાદ પહેલી પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર લખી હતી. તેમની પોસ્ટમાં, બંનેએ હંમેશા એકબીજાનો હાથ પકડી રાખી ક્યારેય ન છોડવાનુ પણ વચન આપ્યુ છે.

Deepak Chahar: નવદંપતિએ લગ્ન બાદ ઈન્સ્ટા પર શેર કરી પોસ્ટ, લખ્યુ- ' તમે મારુ દિલ ચોરી લીધુ, તો મે તમારુ નામ'
Deepak Chahar એ તેની ગર્લફ્રેન્ડ જયા સાથે લગ્ન કર્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2022 | 7:48 AM
Share

દીપક ચહર (Deepak Chahar) હવે એવા ક્રિકેટરોની યાદીમાં સામેલ થઈ ચૂક્યુ છે કે, જે પરિણીત હોય. ભારતીય ક્રિકેટ અને આઇપીએલ માં ચેન્નાઈ સુપર કિંગ્સનો આ સ્ટાર ખેલાડી હવે લગ્નના બંધનથી બંધાઈ ચુક્યો છે. દીપક ચહરે તેની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજ (Jaya Bhardwaj) સાથે લગ્ન કર્યા છે. બુધવાર 1 જૂને બંનેએ આગ્રામાં સાત ફેરા ફર્યા છે. આ સાથે જ બંને એક બીજા માટે સાત જન્મોનો સાથ બાંધી લીધો છે. લગ્નબાદ દીપકના ફેન્સ પણ તેની લગ્નની તસ્વીર જોવા માટે આતુર હતા, દીપક અને જયાની લગ્નની તસ્વીરોની રાહ જોઈ રહેલા ફેન્સ બંનેની પ્રથમ પોસ્ટ માટે પણ એટલો જ ઈંતઝાર કરી રહ્યા હતા. દીપક અને જયા બંને એ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી હતી અને જે ફેન્સને ખૂબ જ પસંદ રહી છે.

આગ્રામાં દીપક ચહર અને જયા ભારદ્વાજે લગ્ન કર્યા. બે દિવસથી આગ્રાની ફાઈવ સ્ટાર હોટલમાં લગ્નની વિધિઓ ચાલી રહી હતી. બુધવારે સાંજે દીપક અને જયાએ સાત ફેરા લીધા હતા. દીપક ચહરના લગ્નમાં ઘણા ભારતીય ક્રિકેટરો પણ પહોંચ્યા હોવાના અહેવાલ હતા, પરંતુ કોઈ પણ સમારોહનો ભાગ બન્યા ન હતો. દીપક ચહરનો નાનો ભાઈ અને પંજાબ કિંગ્સના ઓલરાઉન્ડર રાહુલ ચહર લગ્નમાં હાજર જોવા મળ્યો હતો.

લગ્ન પછી દીપક ચહરની પહેલી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ

લગ્નના થોડા કલાકો પછી, દીપક ચહરે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પોસ્ટ કરી, જેમાં તેણે જયા માટે લખ્યું, “જ્યારે હું તને પહેલીવાર મળ્યો ત્યારે મને લાગ્યું કે તું મારા માટે જ બનેલી છે. અમે દરેક ક્ષણ સાથે જીવ્યા છીએ, હવે સાથે રહીશું. હું તને હંમેશા ખુશ રાખવાનું વચન આપું છું.” તેણે આગળ લખ્યું, “આ ક્ષણ મારા જીવનની સૌથી ખુશીની ક્ષણ છે. કૃપા કરીને અમને આશીર્વાદ આપો.”

દીપક ચહરની પત્ની બન્યા બાદ જયા ભારદ્વાજે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પણ કરી હતી અને તેણે લખ્યું હતું કે, “તેણે મારું દિલ ચોર્યું, એટલા માટે જ મેં તેનું નામ ચોરી લીધું.” બંનેની સુંદર પોસ્ટ ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. ચાહકો પણ બંનેની પોસ્ટ પર કમેન્ટ કરીને શુભેચ્છા પાઠવીને પોસ્ટને પસંદ કરી રહ્યા છે.

View this post on Instagram

A post shared by Jaya Bhardwaj (@jayab05)

મનીષ મલ્હોત્રાએ વેડિંગ ડ્રેસ ડિઝાઇન કર્યો હતો

દીપક ચહર અને જયા ભારદ્વાજ બંને તેમના લગ્નના ડ્રેસમાં અદ્ભુત દેખાતા હતા, જેને દેશના જાણીતા ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ ખાસ ડિઝાઇન કર્યો હતો. દીપક ચહર સફેદ શેરવાનીમાં જોવા મળ્યો હતો, જ્યારે દુલ્હન જયા લાલ અને સોનેરી રંગના લહેંગામાં સુંદર લાગી રહી હતી.

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">