ગુજરાતમાં કેવી રીતે ખરીદી શકાય છે દારૂ?

29 Dec 2024

ગુજરાતમાં દારુ ખરીદવા માટે પરમિટ લેવી પડે છે. 

1960માં મહારાષ્ટ્રમાંથી અલગ થઈ ગુજરાત અલગ રાજ્ય બન્યુ હતુ.

ત્યારથી  ગુજરાતમાં દારૂબંધીનો કાયદો લાગુ છે 

પરંતુ ગુજરાતમાં કોઈપણ વ્યક્તિ પરમિટ લઈને દારુ ખરીદી શકે છે. 

21 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ ગુજરાતમાં કામચલાઉ ધોરણે રીતે દારૂની પરમિટ મેળવી શકે છે .

જ્યારે નિવૃત સંરક્ષણ અધિકારી અને 40 લર્ષ કે તેનાથી મોટી ઉમરના લોકો હેલ્થ પરમિટ લઈને દારુ ખરીદી શકે છે

ગુજરાતમાં દારૂના નિર્માણ, વેચાણ અને વપરાશને લાઈસન્સ અને પરમિટ દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે. 

જેમાં કુલ સાત પ્રકારની પરમિટ છે, પાંચને હેલ્થ પરમિટ અને નોન-હેલ્થ પરમિટની શ્રેણીમાં રાખી શકાય છે.

અન્ય બેમાં ગૃપ પરમિટ અને તત્કાલ પરમિટનો સમાવેશ થાય છે, જે બંનેનો ઉપયોગ તાત્કાલિક જરૂરિયાતો માટે થાય છે.