બોલિવૂડ સ્ટાર્સનો રિયલ એસ્ટેટમાં દબદબો

28 ડિસેમ્બર, 2024

બોલિવૂડ સ્ટાર્સ હંમેશા પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલ અને લક્ઝરી પ્રોપર્ટીના કારણે વાયરલ થતા રહે છે.

મેગાસ્ટાર અમિતાભ બચ્ચને સપ્ટેમ્બરમાં ઇટર્નિયા, મુલુંડ વેસ્ટમાં ₹2.54 કરોડની મિલકત ખરીદી હતી.

તેમના પુત્ર અભિષેક બચ્ચને પણ આ જ બિલ્ડિંગમાં ₹2.22 કરોડમાં મિલકત ખરીદી હતી અને ₹13.33 લાખ સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવી હતી.

અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતે ઓશિવરામાં ₹1.56 કરોડની મિલકત ખરીદી હતી, જેના માટે તેણે ₹9.3 લાખની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી હતી.

હાલમાં કંગનાએ પોતાની જાતને ફિલ્મોથી દૂર કરી છે અને રાજકારણમાં વધુ સક્રિય છે. આ સાથે તે પ્રોપર્ટીમાં સતત રોકાણ કરી રહી છે.

ચોકલેટ બોય તરીકે જાણીતા શાહિદ કપૂરે લોઅર પરેલની 360 વેસ્ટ ઓબેરોય રિયલ્ટીમાં ₹58.66 કરોડની મિલકત ખરીદી હતી. આ માટે તેણે ₹1.7 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી હતી.

'એનિમલ' ફેમ અભિનેત્રી તૃપ્તિ ડિમરીએ જૂનમાં બાંદ્રાના કાર્ટર રોડ પર 14 કરોડ રૂપિયાની પ્રોપર્ટી ખરીદી હતી.

ફિલ્મોમાંથી બ્રેક પર રહેલા આમિર ખાને બાંદ્રામાં બેલા વિસ્ટા એપાર્ટમેન્ટમાં ₹9.76 કરોડનું એક એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું અને ₹58.54 લાખની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી હતી.

અભિનેત્રી દીપિકા પાદુકોણે તેના પિતા પ્રકાશ પાદુકોણે સાથે મળીને બાંદ્રામાં ₹17 કરોડની મિલકત ખરીદી હતી.

આ પછી, તેના પતિ રણવીર સિંહની માતા અંજુ સિંહે તે જ બિલ્ડિંગમાં ₹19 કરોડનો ફ્લેટ ખરીદ્યો અને ₹95 લાખની સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવી.

બોલિવૂડ સ્ટાર્સ મુંબઈ અને અન્ય મેટ્રો શહેરોમાં પ્રાઇમ લોકેશન પર પ્રોપર્ટીમાં રોકાણ કરી રહ્યા છે. તેની પાછળનું મુખ્ય કારણ પ્રોપર્ટીમાં સુરક્ષિત રોકાણ હોવાનું કહેવાય છે.