Cricket: પાકિસ્તાની ધુલાઇ કરી ગેરી સોબર્સે 64 વર્ષ પહેલા કરી દીધી હતી જમાવટ, 64 વર્ષથી રેકોર્ડ અતૂટ

1 માર્ચનો દિવસ ગેરી સોબર્સને માટે ખાસ છે. કારણ કે પાકિસ્તાન (Pakistan) સામે ટેસ્ટ રમતા આ દિવસે તેમણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. 1958 ના વર્ષમાં સૌથી મોટી ઇનીંગ રમીને વિક્રમ રચ્યો હતો.

Cricket: પાકિસ્તાની ધુલાઇ કરી ગેરી સોબર્સે 64 વર્ષ પહેલા કરી દીધી હતી જમાવટ, 64 વર્ષથી રેકોર્ડ અતૂટ
Garry Sobers ની ઇનીંગને લઇ પાકિસ્તાનની શરમજનક હાર થઇ હતી.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 10:19 PM

ભારત (Indian Cricket Team) સામે હાલમાં જ વેસ્ટ ઇન્ડિઝની ટીમ T20 અને વન ડે માં શરમજનક પ્રદર્શન સાથે ભારત પ્રવાસ ખેડ્યો હતો. ભારતીય ટીમે બેટીંગ અને બોલીંગમાં દમ દર્શાવીને કેરેબિયન ટીમના હાલત ખરાબ કરી દીધી હતી. જોકે એક સમયે વેસ્ટ ઇન્ડિઝની ટીમની બોલ બાલા હતા. ગેરી સોબર્સ (Garry Sobers) ના સમયનો જમાનો ક્રિકેટની દુનિયામાં અલગ હતો. 1 માર્ચનો દિવસ ગેરી સોબર્સને માટે ખાસ છે. કારણ કે પાકિસ્તાન (Pakistan) સામે ટેસ્ટ રમતા આ દિવસે તેમણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. 1958 ના વર્ષમાં સૌથી મોટી ઇનીંગ રમીને વિક્રમ રચ્યો હતો. તેમણે ત્રેવડી સદી ફટકારવા સાથે જ તે વ્યક્તિગત સર્વાધિક રન ધરાવતી ઇનીંગ હતી.

ગેરી સોબર્સે 1954 માં ઇંગ્લેન્ડ સામે રમીને ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. તેમણે 93 ટેસ્ટ મેચ રમી હતી અને જેમાં 57.78 ની સરેરાશ થી 8032 રન નોંધાવ્યા હતા. તેમણે આટલા લાંબ કરિયર દરમિયાન 26 સદી અને 30 અડધી સદી નોંધાવી હતી. સોબર્સના નામે 235 વિકેટ પણ છે. તેમણે વન ડે ક્રિકેટમાં એક માત્ર મેચ રમી હતી. જેમાં તેમણે એક વિકેટ ઝડપી હતી. 1974 માં સોબર્સે નિવૃત્તી જાહેર કરી દીધી હતી. સોબર્સના નામે 6 બોલમાં 6 છગ્ગા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ફટકારવાનો વિશ્વ વિક્રમ હતો. 1985માં રવિ શાસ્ત્રીએ બરોડા સામેની મેચમાં 6 છગ્ગા ફટકારીને આ રેકોર્ડની બરાબરી કરી હતી.

સોબર્સે પાકિસ્તાન સામે 1958 માં ટેસ્ટ મેચ કિંગ્સટનમાં રમાઇ હતી. જેમાં ગેરી સોબર્સે કમાલની રમત રમીને ઇંગ્લેન્ડના લેન હટનનો સૌથી વધુ રનની ટેસ્ટ ઇનીંગનો રેકોર્ડ તોડ્યો હતો. જે હટનના નામે 138માં નોંધાયો હતો. સોબર્સે અણનમ 365 રન બનાવ્યા હતા. જે પણ સૌથી ઓછી ઉમરે ત્રેવડી સદી ફટકારી હતી. 1994 માં બ્રાયન લારાએ 375 રન બનાવીને સોબર્સનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. લારાના નામે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટી ઇનીંગ અણનમ 400 રનની છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સૌથી ઓછી ઉંમરે ત્રેવડી સદી

કેરેબિયન બેટ્સમેને 1958માં રમેલી તે ઇનીંગ જબરદસ્ત હતી. તેમણે કિંગ્સટન ટેસ્ટ દરમિયાન પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી નોંધાવી હતી. જેને સોબર્સે ત્રેવડી સદીમાં ફેરવી દીધી હતી. સાથે જ મોટા રેકોર્ડ પણ પોતાને નામ કર્યો હતો. જેમાં સૌથી ઓછી ઉમરે ત્રેવડી સદીનો પણ એક વિક્રમ હતો. લારાએ સૌથી વધુ રનનો રેકોર્ડ તોડી નાંખ્યો. પરંતુ ઓછી ઉમરે ત્રેવડી સદી નોંધાવવાનો તેનો વિક્રમ આજ સૂધી અતૂટ રહ્યો છે. એટલે કે 64 વર્ષ થી તેનો રેકોર્ડ ટેસ્ટ ક્રિકેટમાં કોઇ યુવા બેટ્સમેન તોડી શક્યો નથી.

પાકિસ્તાનની કારમી હાર

આટલી લાંબી ચાલી હતી. તેની આ વિરાટ ઇનીંગ 10 કલાક અને 14 મીનીટ લાંબી ચાલી હતી. આ ઇનીંગ રમવા દરમિયાન સોબર્સે 38 ચોગ્ગા ફટકાર્યા હતા. તો વળી સોબર્સે કોનરાડ હંટ સાથે મળીને 446 રનની ભાગીદારી ઇનીંગ રમી હતી. હંટે બેવડુ શતક નોંધાવ્યુ હતુ. કિંગ્સટન ટેસ્ટમાં પાકિસ્તાન સામે વેસ્ટ ઇન્ડિઝે 3 વિકેટે 790 રનનો સ્કોર ખડકીને દાવ ડિક્લેર કરી દીધો હતો. પાકિસ્તાનને માથે શરમજનક હાર નોંધાઇ હતી. પાકિસ્તાને એક ઇનીંગ અને 174 રને હાર મેળવી હતી.

આ પણ વાંચોઃ IPL 2022: જેસન રોયે ભલે હાર્દિક પંડ્યાનો છોડી દીધો સાથ, ગુજરાત ટાઇટન્સ ટીમ પાસે છે 4 વિકલ્પ!

આ પણ વાંચોઃ Sabarkantha: યુક્રેન રશિયા યુદ્ધ સમાપ્ત થવા શિવજીની 51 ફુટ પ્રતિમા સમક્ષ સવા મણ રુ ની જ્યોત પ્રગટાવી પ્રાર્થના કરાઇ, ભક્તોએ ઘીની આહુતી આપી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">