IPL 2022: જેસન રોયે ભલે હાર્દિક પંડ્યાનો છોડી દીધો સાથ, ગુજરાત ટાઇટન્સ ટીમ પાસે છે 4 વિકલ્પ!

IPL 2022 ની હરાજીમાં જેસન રોય (Jason Roy) ને હાર્દિક પંડ્યા કેપ્ટનશીપ ધરાવતી ગુજરાત ટાઇટન્સે (Gujarat Titans) 2 કરોડમાં ખરીદ્યો હતો, પરંતુ આ ખેલાડીએ અચાનક જ ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.

IPL 2022: જેસન રોયે ભલે હાર્દિક પંડ્યાનો છોડી દીધો સાથ, ગુજરાત ટાઇટન્સ ટીમ પાસે છે 4 વિકલ્પ!
Gujarat Titans ટીમનો પ્લેયર જેસન રોય ટૂર્નામેન્ટથી હટી ગયો છે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 8:49 PM

ઇંગ્લેન્ડના બેટ્સમેન જેસન રોયે (Jason Roy) બાયો બબલના થાકનુ કારણ દર્શાવીને ઇન્ડિયન પ્રિમીયર લીગ (IPL 2022) માંથી ખસી ગયો છે. જેસન રોયને ગુજરાત ટાઇટન્સે (Gujarat Titans) 2 કરોડમાં ખરીદ્યો હતો. ગુજરાતની ટીમ માટે આ એક મોટો આંચકો છે કારણ કે યુવા શુભમન ગિલ સિવાય તેણે રોયના રુપમાં માત્ર એક નિષ્ણાત ઓપનરને પસંદ કર્યો હતો. જ્યારે દિલ્હી કેપિટલ્સે તેને રૂ. 1.5 કરોડમાં ખરીદ્યો ત્યારે રોય અંગત કારણોસર 2020 ની સીઝનમાંથી બહાર નીકળી ગયો હતો.

રોય તાજેતરમાં PSL માં ક્વેટા ગ્લેડીયેટર્સ તરફથી રમ્યો હતો પરંતુ અચાનક તેણે આઈપીએલમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો હતો. જોકે, ગુજરાત ટાઇટન્સ પાસે રોયને બદલવા માટે ઘણા વિકલ્પો છે. ચાલો અમે તમને એવા ખેલાડીઓ વિશે જણાવીએ કે જેમને ગુજરાત ટીમ જેસન રોયના વિકલ્પ તરીકે પસંદ કરી શકે છે.

રહેમાનુલ્લાહ ગુરબાઝ એક અદ્ભુત બેટ્સમેન છે

વિકલ્પ નંબર 1 ની વાત કરી એ તો ગુજરાત ટાઇટન્સ અફઘાનિસ્તાનનો 20 વર્ષીય ઓપનર અને વિકેટકીપર રહેમાનુલ્લા ગુરબાઝ પર દાવ લગાવે તો બિલકુલ ખોટું નહીં હોય. આ જમણા હાથનો બેટ્સમેન વિકેટકીપિંગ પણ કરે છે. ગુરબાઝ તેની વિસ્ફોટક ઓપનિંગ માટે પણ જાણીતો છે. ગુરબાઝે અત્યાર સુધીમાં 67 ટી20 મેચમાં 1617 રન બનાવ્યા છે અને તેનો સ્ટ્રાઈક રેટ 150થી વધુ છે.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

બેન મેકડરમટ એક મહાન બેટ્સમેન છે

ગુજરાત ટાઇટન્સ પાસે અન્ય ઓપનર-વિકેટકીપર બેટ્સમેનને ખરીદવાનો વિકલ્પ છે. બિગ બેશ લીગમાં શાનદાર પ્રદર્શન કરનાર ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન બેન મેકડરમટની વાત કરીએ. મેકડરમટ બિગ બેશ લીગનો પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ હતો. તેના બેટે 13 મેચમાં 577 રન બનાવ્યા હતા. મેકડરમટે એક સિઝનમાં 2 સદી ફટકારી હતી.

માર્ટિન ગુપ્ટિલ પણ એક વિકલ્પ છે

ગુજરાતની ટીમ ન્યૂઝીલેન્ડના ઓપનર માર્ટિન ગુપ્ટિલ પર પણ દાવ લગાવી શકે છે. માર્ટિન ગુપ્ટિલે 108 T20 ઈન્ટરનેશનલ મેચોમાં 32 થી વધુની સરેરાશથી 3299 રન બનાવ્યા છે. ગુપ્ટિલના બેટથી પણ 2 સદી નોંધાયેલી છે. ગુપ્ટિલ પાસે આઈપીએલમાં રમવાનો અનુભવ પણ છે.

ડેવિડ મલાન લાંબી ઇનિંગ્સ રમવાનો દમ ધરાવે છે

4 નંબરના વિકલ્પ ગુજરાત ટાઇટન્સ ડેવિડ મલાન પર પણ દાવ લગાવી શકે છે, જે લાંબા સમયથી T20 ઇન્ટરનેશનલનો નંબર 1 બેટ્સમેન હતો. T20 ઈન્ટરનેશનલમાં મલાનની એવરેજ 40થી વધુ છે. તેનો સ્ટ્રાઈક રેટ પણ 140ની નજીક છે. તે ડાબોડી બેટ્સમેન છે, તેથી શુભમન ગિલ સાથે તેની જોડી ગુજરાત ટાઇટન્સને ફાયદો કરાવી શકે છે.

આ પણ વાંચોઃ Gymnast: દીપા કર્માકરને આંતરરાષ્ટ્રીય જિમ્નાસ્ટિક્સ ફેડરેશને સસ્પેન્ડ દર્શાવી, ભારતીય સંઘને જાણકારી નહી!

આ પણ વાંચોઃ Sabarkantha: યુક્રેન રશિયા યુદ્ધ સમાપ્ત થવા શિવજીની 51 ફુટ પ્રતિમા સમક્ષ સવા મણ રુ ની જ્યોત પ્રગટાવી પ્રાર્થના કરાઇ, ભક્તોએ ઘીની આહુતી આપી

g clip-path="url(#clip0_868_265)">