IND vs SA: ભારતની પ્રથમ T20 થી લઈને અત્યાર સુધી 16 વર્ષમાં ઘણું બદલાઈ ગયું છે, DK બદલાયો નહીં

Cricket : ભારતે (Team India) તેની પ્રથમ ટી20 મેચ ડિસેમ્બર 2006માં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. તે મેચમાં અને શુક્રવારે જ દક્ષિણ આફ્રિકા (Cricket South Africa) સામે રમાયેલી મેચમાં એક સંયોગ છે.

IND vs SA: ભારતની પ્રથમ T20 થી લઈને અત્યાર સુધી 16 વર્ષમાં ઘણું બદલાઈ ગયું છે, DK બદલાયો નહીં
Dinesh Kartik (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2022 | 10:34 AM

ભારતે (Team India) તેની પ્રથમ T20 મેચ 1 ડિસેમ્બર 2006ના રોજ દક્ષિણ આફ્રિકા (Cricket South Africa) સામે રમી હતી અને ભારતે આ મેચ જીતી હતી. આ વાતને 16 વર્ષ થઈ ગયા છે. ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) ત્યારથી સતત રમી રહ્યાં છે. આ દરમિયાન ભારતે T20 વર્લ્ડ કપ પણ જીત્યો. આ સફર રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સુધી પહોંચી જ્યાં શુક્રવારે આ બંને ટીમો વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની ચોથી મેચ રમાઈ હતી. પ્રથમ T20 થી આ મેચ સુધી ઘણું બદલાયું. ઘણા ખેલાડીઓ આવ્યા અને ઘણા ખેલાડીઓ ગયા. પરંતુ એક ખેલાડી તે મેચમાં અને આ મેચમાં પણ હતો. નામ છે દિનેશ કાર્તિક (Dinesh Kartik). તે મેચમાં પણ કાર્તિકે ટીમ ઈન્ડિયા માટે મેચ જીતી હતી અને આ મેચમાં પણ.

ભારતે તેની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં દક્ષિણ આફ્રિકાને છ વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ નવ વિકેટે 126 રન બનાવ્યા હતા. ભારતે આ લક્ષ્યાંક 19.5 ઓવરમાં મેળવી લીધો હતો. હવે વર્તમાન શ્રેણીની ચોથી T20 મેચની વાત કરીએ તો અહીં ભારતે પ્રથમ બેટિંગ કરીને 169 રન બનાવ્યા હતા. આ ટાર્ગેટ સામે સાઉથ આફ્રિકા 87 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત 82 રને જીત્યું.

બંને મેચમાં દિનેશ કાર્તિક મેચ ઓફ ધ  મેચ બન્યો

આ બે મેચમાં ભારતની જીત સિવાય એક અન્ય સમાનતા છે અને તે છે દિનેશ કાર્તિક. કાર્તિકે તે મેચમાં ટીમને જીત અપાવી હતી અને તેની મેચ વિનિંગ ઇનિંગ્સ માટે તેને પ્લેયર ઓફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો. શુક્રવારે રમાયેલી મેચમાં કાર્તિક મેન ઓફ ધ મેચ પણ બન્યો હતો. 1 ડિસેમ્બરે રમાયેલી મેચમાં કાર્તિકે 38 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 31 રન બનાવ્યા હતા. ચોથી T20માં કાર્તિકે અડધી સદી ફટકારી હતી. તેણે તોફાની બેટિંગ કરી હતી અને 27 બોલનો સામનો કર્યો અને નવ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 55 રન બનાવ્યા.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

પહેલી અડધી સદી ફટકારતા 16 વર્ષની રાહ જોવી પડી

આ દરમિયાન દિનેશ કાર્તિકે એક કામ કર્યું જેમાં તેને 16 વર્ષ લાગ્યા. 1 ડિસેમ્બરના રોજ કાર્તિકે ટીમ ઈન્ડિયા સાથે તેની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી હતી. તે 2007માં ટી20 વર્લ્ડ કપ જીતનારી ટીમનો પણ ભાગ હતો. પરંતુ એક વસ્તુ એવી હતી જે તે 17 જૂન 2022 પહેલા T20 ઈન્ટરનેશનલમાં કરી શક્યો ન હતો. પરંતુ તેણે રાજકોટમાં કરી બતાવ્યું. આ મેચમાં કાર્તિકે જે અડધી સદી ફટકારી તે તેની T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટની પ્રથમ અડધી સદી છે. એટલે કે 16 વર્ષની રાહ જોયા બાદ કાર્તિકને આ નસીબ મળ્યું. આ દરમિયાન રોહિત શર્મા, વિરાટ કોહલીએ પણ ડેબ્યૂ કર્યું અને અડધી સદી ફટકારી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">