પાકિસ્તાનના પૂર્વ ખેલાડીએ અર્શદીપ સિંહ પર વિવાદિત ટિપ્પણી કરી, હરભજન સિંહ ગુસ્સે થયો
ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન પૂર્વ ક્રિકેટર કામરાન અકમલે અર્શદીપ સિંહની મજાક ઉડાડતા શિખ ધર્મ પર સવાલો ઉભા કર્યા બાદ હરભજન સિંહે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરને જવાબ આપ્યો છે. કામરાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ટી20 વર્લ્ડકપ 2024માં પાકિસ્તાનની ભારત સામે હાર થઈ છે. પાકિસ્તાનની ટીમ તો હારી પરંતુ પૂર્વ ક્રિકેટરે પોતાનો રંગ દેખાડ્યો હતો. ન્યુયોર્કમાં ભારત-પાકિસ્તાનની મેચ ચાલી રહી હતી તો પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને બાબર આઝમનો કઝિન ભાઈ કામરાન અકમલે શીખ ધર્મ પર વિવાદિત ટિપ્પણી કરી હતી. ત્યારબાદ હરભજન સિંહે તેમને જવાબ પણ આપ્યો છે.
હરભજન સિંહે કામરાનને આપ્યો જવાબ
કામરાન અકમલ એક શોમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી છેલ્લી ઓવર પહેલા અર્શદીપ સિંહ પર કોમેન્ટ કરી રહ્યો હતો. તેમણે કહ્યું કે, અર્શદીપ સિંહ 20મી ઓવર નાંખશે અને તે રન આપી પણ શકે છે. આટલું કહેતા કહેતા તેમણે શીખ ધર્મનું અપમાન કરવાનો પ્રયત્ન કર્યો હતો. હવે હરભજન સિંહે કામરાન અકમલને જવાબ આપ્યો છે.
Absolutely disgusting, hateful and deplorable statements by Pakistani specialists including former Pak cricketer Kamran Akmal covering #INDVPAK match against Indian player Arshdeep Singh because he is Sikh. pic.twitter.com/1GFrIsImWT
— Megh Updates ™ (@MeghUpdates) June 10, 2024
હરભજ સિંહે ટ્વિટ કરી લખ્યું કામરાન અકમલ તારે તારું મોઢું ખોલતા પહેલા શિખ ધર્મના ઈતિહાસ વિશે જાણવાની જરુર હતી. અમે શીખોએ તમારી માતા અને બહેનોને ઘૂસણખોરોથી બચાવ્યા છે. તે સમયે 12 વાગ્યા હતા. તમને શરમ આવવી જોઈએ.
પૂર્વ ક્રિકેટરે માંગી માફી
I deeply regret my recent comments and sincerely apologize to @harbhajan_singh and the Sikh community. My words were inappropriate and disrespectful. I have the utmost respect for Sikhs all over the world and never intended to hurt anyone. I am truly sorry. #Respect #Apology
— Kamran Akmal (@KamiAkmal23) June 10, 2024
અર્શદીપે 4 ઓવરમાં 31 રન આપી 1 વિકેટ લીધી હતી. પાકિસ્તાન 6 રનથી હારી ગયું હતુ. આ બધું થયા પછી કામરાન અકમલે માફી માગી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું મારી કોમેન્ટ પર મને અફસોસ થયો છે અને હું હરભજન સિંહ અને શીખ સમુદાયની માફી માગુ છુ. મારા શબ્દો ખોટા અને અપમાનજનક હતા. હું તમામ શીખોનું સન્માન કરું છુ. મારો કોઈને દુખ પહોંચાડવાનો ઈરાદો ન હતો. હું માફી માંગુ છુ.
આ પણ વાંચો : T20 World Cup 2024 : અમદાવાદના ખેલાડીએ ટી20 વર્લ્ડકપની મેચ શરુ થયાના આટલા કલાક બાદ જીત અપાવી