ઇંગ્લેન્ડના પૂર્વ કોચ ટ્રેવર બેલિસને મળી નવી જવાબદારી, આ ટીમના બન્યા કોચ

ટ્રેવર બેલિસે વર્ષ 2015-2019 સુધી ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે સેવા આપી ચુક્યા છે.

ઇંગ્લેન્ડના પૂર્વ કોચ ટ્રેવર બેલિસને મળી નવી જવાબદારી, આ ટીમના બન્યા કોચ
Coach Trevor Byliss (PC: Twitter)
TV9 GUJARATI

| Edited By: Adhirajsinh jadeja

Apr 05, 2022 | 11:37 PM

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ શેન વોર્નનું (Shane Warne) 4 માર્ચ 2022ના રોજ થાઈલેન્ડમાં અવસાન થયું હતું. શેન વોર્ને ધ હન્ડ્રેડની (The Hundred) છેલ્લી સિઝનમાં પુરુષોની ટીમ લંડન સ્પિરિટ ટીમના મુખ્ય કોચ તરીકે સેવા આપી હતી. પરંતુ તે દરમિયાન તે કોરોના પોઝિટિવ મળી આવ્યો હતો. જેના કારણે તે મોટા ભાગની સિઝનમાં ટીમ સાથે ન હતા. જો કે 2022 માં તે આ ભૂમિકા ભજવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હતો. શેન વોર્નનું આકસ્મિક અવસાન લંડન સ્પિરિટ ટીમ માટે મોટો આંચકો હતો. ત્યારે શેન વોર્નના મૃત્યુ પછી, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કોચ ટ્રેવર બેલિસને લંડન સ્પિરિટ ટીમના વચગાળાના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ટ્રેવર બેલિસ 2015 થી 2019 સુધી ઈંગ્લેન્ડ ટીમના કોચ રહી ચૂક્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ ઈંગ્લેન્ડે 2019 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ટ્રેવર બેલિસ હવે લંડન સ્પિરિટ ટીમના સુકાની ઇઓન મોર્ગન સાથે ફરીથી જોડાશે અને ફ્રેન્ચાઇઝી આશા રાખશે કે આ જોડી ફરી એકવાર મેદાન પર અજાયબીઓ કરશે. ત્યારે આ પોસ્ટ પર કાયમ થયા પછી, બેલિસે સ્વીકાર્યું કે તેમની નિમણૂક કમનસીબ સંજોગોને કારણે થઈ હતી.

લંડન સ્પિરિટના હેડ કોચ બન્યા બાદ ટ્રેવર બેલિસે આપ્યું મોટુ નિવેદન

ટ્રેવર બેલિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ સંજોગોમાં આ ભૂમિકા ભજવવી એ દેખીતી રીતે ખૂબ જ દુઃખદ છે. પરંતુ આ કામ શેન વોર્ને શરૂ કર્યું હતું અને તેના પર કામ કરવું અને તેને આગળ લઈ જવું એ મારા માટે સન્માનની વાત છે. ટીમ મોર્ગનની યોજનાઓથી વાકેફ છે અને અમે આ વખતે અમારી યોજનાઓને વળગી રહેવાની આશા રાખીએ છીએ.”

તમને જણાવી દઈએ કે ટ્રેવર બેલિસ પાસે કોચિંગનો સારો અનુભવ છે. તેણે વર્ષ 2007 થી 2011 સુધી શ્રીલંકાની ટીમ સાથે કામ કર્યું છે. આ સિવાય તેણે 2011-12 માં બિગ બેશ લીગ (Big Bash League) માં સિડની સિક્સર્સને કોચિંગ આપ્યું હતું અને તેની ટીમ ચેમ્પિયન બની હતી. તે જ સમયે, બેલિસે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના મુખ્ય કોચ તરીકે કામ કર્યું છે. બેલિસના માર્ગદર્શન હેઠળ KKR એ બે ટાઇટલ પણ જીત્યા હતા.

આ પણ વાંચો : IPL 2022: બેગ્લોરના ગ્લેન મેક્સવેલને લઇને ટીમ મેનેજમેન્ટે આપ્યું મહત્વનું નિવેદન

આ પણ વાંચો : RR vs RCB Live Cricket Score, IPL 2022 : બેંગ્લોરને જીતવા માટે 170 રનનો લક્ષ્યાંક, જોસ બટલર (70*) ની આક્રમક અડધી સદી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati