IPL 2022: બેગ્લોરના ગ્લેન મેક્સવેલને લઇને ટીમ મેનેજમેન્ટે આપ્યું મહત્વનું નિવેદન
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમે અત્યાર સુધી લીગમાં કુલ બે મેચ રમી છે. જેમાં પહેલી મેચમાં પંજાબ કિંગ્સ સામે હારી હતી. જ્યારે બીજી મેચમાં કોલકાતા સામે શાનદાર જીત મેળવી હતી.
ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માટે મુંબઈ પહોંચી ગયો છે અને તેણે પોતાનું ક્વોરેન્ટાઈન પૂરું કર્યા બાદ તેની ટીમ RCB સાથે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. આવી સ્થિતિમાં, ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન હશે કે શું મેક્સવેલ આજે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં રમશે કે નહીં. આ પ્રશ્ન અંગે બેંગ્લોર તરફથી જવાબ આપવામાં આવ્યો છે અને મેક્સવેલ આ મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે નહીં. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડની માર્ગદર્શિકા અનુસાર, રાષ્ટ્રીય ટીમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહી હોય ત્યારે કોઈ પણ કરારબદ્ધ ખેલાડી અન્ય જગ્યાએ ક્રિકેટ રમી શકશે નહીં.
આ વાતની પુષ્ટિ આરસીબીના ક્રિકેટ ડિરેક્ટર માઈક હેસને પણ કરી છે. સોશિયલ મીડિયા પર ફ્રેન્ચાઇઝી દ્વારા શેર કરવામાં આવેલા એક વીડિયોમાં હેસને ખુલાસો કર્યો છે કે મેક્સવેલ રાજસ્થાન સામેની મેચમાં નહીં રમે. પરંતુ 9 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં ચોક્કસ સામેલ થશે.
બેંગ્લોરની હવે પછીની મેચમાં ગ્લેન મેક્સવેલ ઉપલબ્ધ રહેશેઃ માઇક હેસન
હેસને વીડિયોમાં કહ્યું કે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના દૃષ્ટિકોણથી તે સ્પષ્ટ છે કે 6 એપ્રિલ પહેલા ઓસ્ટ્રેલિયાના કોઈ ખેલાડી ઉપલબ્ધ નથી. તેથી, જો તે (Glenn Maxwell) અહીં હશે તો પણ તે 6ઠ્ઠી સુધી રમી શકશે નહીં. અમે આ વાતથી સારી રીતે વાકેફ છીએ. તે 9મીએ મેચ માટે ઉપલબ્ધ રહેશે.
Faf’s pep talk to the team, Mike’s assessment, Willey’s team song assignment, Harshal on facing old friend Yuzi, Maxi’s availability and much more, as we preview the #RRVRCB game on @kreditbee presents Game Day.#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB pic.twitter.com/rRFAu5PGGn
— Royal Challengers Bangalore (@RCBTweets) April 5, 2022
તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાની ટીમ પાકિસ્તાનના પ્રવાસ પર છે અને આ પ્રવાસ આજે યોજાનારી T20 મેચ સાથે સમાપ્ત થશે. આ પછી, તમામ ખેલાડીઓ 6 એપ્રિલથી રમવા માટે ઉપલબ્ધ રહેશે. જો કે મેક્સવેલ આ પ્રવાસ પર ગયો ન હતો. પરંતુ તે તેના લગ્નને કારણે લીગમાં મોડેથી જોડાયો હતો. તેણે પ્રવાસ માટે તેની અનુપલબ્ધતા અંગે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને પહેલેથી જ જાણ કરી દીધી હતી.
વર્તમાન સિઝનમાં, બેંગ્લોર ટીમને મિડલ ઓર્ડરમાં એક અનુભવી બેટ્સમેનની ખોટ છે અને મેક્સવેલ તે જગ્યાને સારી રીતે ભરી શકે છે. આ સમયગાળા દરમિયાન બેંગ્લોરે અત્યાર સુધીમાં 2 મેચ રમી છે અને એકમાં જીત અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે.
આ પણ વાંચો : IPL 2022 KKR vs MI live streaming: મુંબઈ કોલકાતા સામે ટક્કર, મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી, જાણો અહીં
આ પણ વાંચો : IPL 2022: ચોગ્ગો મારતા જ વિરાટ કોહલી કરી નાખશે ચમત્કાર, આ મામલામાં IPL ઈતિહાસનો પ્રથમ બેટ્સમેન બનશે