AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kohli-Gambhir Fight: ગંભીર સાથેના વિવાદને ભૂલી પત્ની અનુષ્કા સાથે દિલ્હી પહોંચ્યો વિરાટ કોહલી

વિરાટ કોહલીનો લખનૌ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર નવીન-ઉલ-હક સાથે વિવાદ થયો હતો અને લખનૌના મેન્ટર ગૌતમ ગંભીર પણ તેમાં કૂદી પડ્યા હતા. આ વિવાદને કારણે કોહલી અને ગંભીર બંનેની ટીકા થઈ રહી છે.

Kohli-Gambhir Fight: ગંભીર સાથેના વિવાદને ભૂલી પત્ની અનુષ્કા સાથે દિલ્હી પહોંચ્યો વિરાટ કોહલી
TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2023 | 7:22 PM
Share

લખનૌમાં IPL મેચ બાદ ગૌતમ ગંભીર સાથે થયેલ વિવાદ વચ્ચે આજે વિરાટ કોહલી આગામી મેચ રમવા તેના શહેર એટલે કે દિલ્હી પહોંચી ગયો હતો અને સોશિયલ મીડિયા પર પત્ની અનુષ્કા સાથેની એક ફોટો પોસ્ટ કરી હતી, જેમાં બંને ખુશખુશાલ નજર આવી રહ્યા હતા.IPL 2023માં કોહલીની ટીમ RCBએ અત્યારસુધી 9 મેચ રમી છે, જેમાં 5 માં જીત અને 4 માં ટીમને હાર મળી છે. RCB હાલ પોઈન્ટ ટેબલમાં પાંચમા ક્રમે છે અને પ્લેઓફ ની રેસમાં હજી યથાવત છે. પોતાની અંતિમ મેચમાં RCBએ LSGને 18 રને હરાવ્યું હતું.

અનુષ્કા સાથેની તસવીર પોસ્ટ કરી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેની આગામી મેચ શનિવારે દિલ્હી કેપિટલ્સ સામે રમવાની છે. આ મેચ દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન પર રમાવાની છે. કોહલી પણ દિલ્હીનો છે અને તે આ મેચ માટે તેના ઘરે આવી પહોંચ્યો હતો. દિલ્હી પહોંચ્યા બાદ તેણે સોશિયલ મીડિયા પર પત્ની અનુષ્કા સાથેની એક તસવીર પોસ્ટ કરી હતી. આ ફોટો સાથે કોહલીએ કેપ્શન પણ લખ્યું હતું.

બેંગલોર અને લખનૌ વચ્ચેની મેચ બાદ મેદાનમાં વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે બોલાચાલી થતાં વાતાવરણ તંગ બન્યું હતું. જે બાદ સોશિયલ મીડિયા પર કોહલીની ઘણી ટીકા પણ થઈ હતી. આ વિવાદ વચ્ચે વિરાટ પત્ની અનુષ્કા સાથે દિલ્હી તરફ રવાના થયો હતો.

કોહલી હવે બેટથી આપશે જવાબ

કોહલી મેદાનમાં તેના અગ્રેસીવ નેચરની સાથે આક્રમક રમત માટે જાણીતો છે. લખનૌ સામેની છેલ્લી મેચમાં તેની આક્રમકતા બધાએ જોઈ, હવે આવી સ્થિતિમાં કોહલીની અંદર ગુસ્સો હશે અને દિલ્હીના બોલરો તેનો શિકાર બની શકે છે. કોહલી પણ જાણે છે કે બેટથી જવાબ કેવી રીતે આપવો. આથી આ વિવાદ બાદ કોહલી બેટથી રનનો વરસાદ કરીને ટીકાકારોને જવાબ આપશે.

કોહલી આ સિઝનમાં શાનદાર ફોર્મમાં છે. તે સતત રન બનાવી રહ્યો છે. આ સિઝનમાં અત્યાર સુધી તે સૌથી વધુ રન બનાવવાના મામલે ચોથા નંબર પર છે. કોહલીએ વર્તમાન IPLમાં અત્યાર સુધી કુલ નવ મેચ રમી છે અને તેણે 364 રન બનાવ્યા છે. તેણે અત્યાર સુધીમાં પાંચ અડધી સદી ફટકારી છે. તેની એવરેજ 45.50 અને સ્ટ્રાઈક રેટ 137.87 છે.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">