AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSK vs SRH, IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સે 7 વિકેટ ગુમાવી હૈદરાબાદ સામે 155 રનનુ લક્ષ્ય રાખ્યુ, મોઈન અલીના 48 રન

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ની ટીમ તેની પ્રથમ જીત માટેની રાહ જોઈ રહ્યુ છે, આજે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામે જીત વડે સિઝનમાં પ્રથમ વિજય નોંધાવવા પુરો દમ લગાવી દેવો પડશે

CSK vs SRH, IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સે 7 વિકેટ ગુમાવી હૈદરાબાદ સામે 155 રનનુ લક્ષ્ય રાખ્યુ, મોઈન અલીના 48 રન
Moeen Ali એ 48 રનની ઈનીંગ રમી હતી
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2022 | 5:34 PM
Share

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022) ની 17 મી મેચ મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. શનિવારનો દિવસ ડબલ હેડર છે અને જેની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ (Chennai Super Kings vs Sunrisers Hyderabad) વચ્ચે રમાઈ રહી છે. કેન વિલિયમસને ટોસ જીતીને રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ની ટીમ CSK ને પ્રથમ બેટીંગ માટે નિમંત્રણ આપ્યુ હતુ. ચેન્નાઇના ઓપનરોએ નબળી શરુઆ અપાવી હતી. પરંતુ મોઈન અલી અને જાડેજાની રમત વડે ટીમ લડાયક સ્કોર તરફ આગળ વધી હતી. 20 ઓવરના અંતે ચેન્નાઈએ 7 વિકેટ ગુમાવીને 154 રન કર્યા હતા.

ઋતુરાજ ગાયકવાડ અને રોબિન ઉથપ્પાએ ઈનીંગની શરુઆત કરી હતી. પરંતુ સનરાઇઝર્સ હૈદરાબાદના બોલરો સામે ફાવી શક્યા નહોતો. બંનેની રમત પણ ગતિ પકડી રહી નહોતી, ત્યાં જ બંનેએ એક બાદ એક ઝડપથી વિકેટ ગુમાવી દીધી હતી. ઉથપ્પાએ વોશિંગ્ટન સુંદરનો શિકાર બન્યો હતો. જે વખતે ટીમનો સ્કોર 25 રન હતો. ત્યાર બાદ 36 સ્કોર પર ગાયકવાડે પણ વિકેટ ગુમાવી દીધી હતી. તે નટરાજનના બોલને પારખવામાં થાપ ખાઈ જતા બોલ્ડ થઇ ગયો હતો.

જોકે બાદમાં મોઈન અલી અને અંબાતી રાયડુએ રમતને સંભાળવા પ્રયાસ કર્યો હતો. મોઈને 48 રનની ઈનીંગ 35 બોલમાં 2 છગ્ગા અને 3 ચોગ્ગા વડે રમી હતી. જે મહત્વપૂર્ણ રહી હતી. જોકે રાયડુ (27 બોલમાં 27 રન) ને પણ સુંદરે પોતાનો શિકાર બનાવતા 98 ના સ્કોર પર ત્રીજી વિકેટ યલો જર્સીની પેવેલિયન પરત ફરી હતી. શિવમ દુબે પણ 3 રન જોડીને ઝડપથી આઉટ થયો હતો. કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ ઝડપથી સ્કોર બોર્ડ ફેરવવાનો પ્રયાસ કરીને 23 રન 15 બોલમાં જોડ્યા હતા. તે ભુવનેશ્વરનો શિકાર થયો હતો. મહેન્દ્રસિંહ ધોની પણ 3 જ રન ના વ્યક્તિગત સ્કોર પર માર્કો યાનસનના બોલ પર વિકેટ ગુમાવી હતી.

સનરાઇઝર્સના બોલરોએ ચેન્નાઈને નિયંત્રણમાં રાખ્યુ

ચેન્નાઈની ટીમ પાસે સારા બેટ્સમેનો છે, જેની સામે હૈદરાબા સામ ભુવનેશ્વર જેવા અનુભવી અને ઉમરાન મલીક સમાન કશ્મીર એક્સ્પ્રેસ અને માર્કો યાનસન, વોશીંગ્ટન સુંદર અને નટરાજન જેવા બોલર છે. જેઓએ ચેન્નાઈની ટીમના બેટ્સમેનોને બાંધી રાખવા રુપ પ્રયાસ કર્યો હતો. સુંદર અને નટરાજન બંનેએ 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે ભુવનેશ્વર કુમાર, માર્કો યાનસેન અને માર્કરમે એક એક વિકેટ મેળવી હતી.

આ પણ વાંચો : Cheteshwar Pujara ને IPL માં ભલે મોકો ના મળ્યો હવે, 14 એપ્રિલથી ઇંગ્લેન્ડમાં દમ દેખાડશે!

આ પણ વાંચો : IPL 2022: ગુજરાત ટાઈટન્સનો ખેલાડી પંજાબ સામેની દમદાર ભૂમિકાથી છવાયો, માતા વોલીબોલ પ્લેયર અને પિતા એથલેટ, જાણો પુરી કહાની

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Follow Us
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">