વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનનો છોકરીઓ સાથે અશ્લીલ વાતો કરતો ઓડિયો લીક, ટીમમાંથી કાઢી મૂકવામાં આવ્યો
ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન પોલ કોલિંગવુડને મોટો ઝટકો લાગ્યો છે. છોકરીઓ સાથે અશ્લીલ વાતો કરતા તેના ઓડિયો લીક થવા અને ટેક્સ કેસને કારણે ECB એ તેને સસ્પેન્ડ કર્યો છે. ભૂતપૂર્વ ખેલાડી એશિઝ શ્રેણી દરમિયાન ટીમ સાથે જોવા મળશે નહીં.

એશિઝ શ્રેણી પહેલા ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) એ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનને બહાર કરી દીધો છે. મહિલાઓ સાથે અશ્લીલ વાતો કરતા ભૂતપૂર્વ ખેલાડીનો ઓડિયો ફૂટેજ લીક થયો છે, જેનાથી તેની મુશ્કેલીઓમાં વધારો થયો છે. વધુમાં, તે કરોડોના ટેક્સ ડિફોલ્ટ કેસનો સામનો કરી રહ્યો છે. ECBએ પણ આ ભૂતપૂર્વ ખેલાડીથી પોતાને દૂર રાખ્યા છે, જેનાથી પોલ કોલિંગવુડને મોટો ફટકો પડ્યો છે.
એશિઝ શ્રેણી પહેલા કોચ બહાર
49 વર્ષીય પોલ કોલિંગવુડ , જેને એક સમયે ઈંગ્લેન્ડ ક્રિકેટનું દિલ માનવામાં આવતો હતો, તે આ વર્ષે 22 મેથી નેશનલ કોચિંગ ટીમમાં જોવા મળ્યો નથી. તેણે વ્યક્તિગત કારણોસર નોટિંગહામમાં ઝિમ્બાબ્વે સામેની એકમાત્ર ટેસ્ટમાંથી નામ પાછું ખેંચી લીધું હતું. હવે, એક અહેવાલ અનુસાર, તેને ઓસ્ટ્રેલિયામાં આગામી એશિઝ શ્રેણી માટે કોચિંગ ટીમમાં સામેલ કરવામાં આવશે નહીં. ECBએ કોલિંગવુડના ભવિષ્ય અંગે કોઈ સ્પષ્ટ નિવેદન આપ્યું નથી.
અશ્લીલ ઓડિયો રેકોર્ડિંગ વાયરલ
એપ્રિલ 2023 થી કોલિંગવુડ એક મોટા વિવાદમાં ફસાયેલો છે, જ્યારે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ સ્પિનર ગ્રીમ સ્વાને રિગ બિઝ પોડકાસ્ટ પર ક્રિકેટરોમાં ફરતા એક અશ્લીલ ઓડિયો રેકોર્ડિંગનો ખુલાસો કર્યો હતો. લીક થયેલા વોઈસ નોટ્સમાં કોલિંગવુડ ઘણી મહિલાઓ સાથે અશ્લીલ વાતચીત કરતો સંભળાયો હતો. જો કે, આ મામલો હજુ પણ તપાસ ચાલુ છે.
સ્ટ્રીપ ક્લબમાં જોવા મળ્યો
2007માં, દક્ષિણ આફ્રિકામાં T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડની હારના એક દિવસ પહેલા, કોલિંગવુડ કેપ ટાઉનના મેવેરિક્સ નામના સ્ટ્રીપ ક્લબમાં જોવા મળ્યો હતો. તેણે ક્લબ તરત જ બહાર જતો રહ્યો હોવાનો દાવો કરવા છતાં, ECB એ તેને £1,000 નો દંડ ફટકાર્યો. આ કોઈ અલગ ઘટના નહોતી.
England’s first-ever ICC trophy-winning captain, Paul Collingwood is unlikely to be part of the coaching staff for the upcoming Ashes 2025 tour, as questions mount over his personal conduct and a hefty tax bill.https://t.co/MXIqsQZSeN
— Circle of Cricket (@circleofcricket) October 16, 2025
બીચ પર મહિલાને ચુંબન કર્યું
ઓસ્ટ્રેલિયામાં 2022ની એશિઝ શ્રેણીમાં ઈંગ્લેન્ડની શરમજનક હાર બાદ વચગાળાના હેડ કોચ તરીકે નિમણૂક થયાના થોડા સમય પછી, બાર્બાડોસના બીચ પર કોલિંગવુડ એક મહિલાને ચુંબન કરતો હોવાની તસવીરો સામે આવી. આ ઘટના વેસ્ટ ઈન્ડિઝ સામે શ્રેણીની અંતિમ ટેસ્ટ ઈંગ્લેન્ડ 10 વિકેટથી હારી ગયાના થોડા દિવસો પછી બની હતી.
હીરોથી ઝીરો બની ગયો
ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા રમાતી ફેમસ એશિઝને 2005માં જીતનાર ઈંગ્લેન્ડની ટીમનો સભ્ય અને ઈંગ્લેન્ડને પ્રથમ વર્લ્ડ કપ જીત અપાવનાર કેપ્ટન હવે હીરોથી ઝીરો થઈ ગયો છે. તેના નેતૃત્વ હેઠળ, ઈંગ્લેન્ડે 2010 માં T20I વર્લ્ડ કપ જીત્યો હતો.
આ પણ વાંચો: ટેસ્ટ, વનડે અને T20 બાદ હવે ક્રિકેટમાં આવી ગયું ચોથું ફોર્મેટ, જાણો શું છે નિયમો
