ENG vs NZ 3rd Test: ન્યૂઝીલેન્ડનો ક્લીન સ્વીપ કરવાની તૈયારીમાં ઇંગ્લેન્ડ, જીતથી માત્ર 113 રન દૂર

ENG vs NZ Test Series: ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ (ENG vs NZ) વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ લીડ્ઝના હેડિંગલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે.

ENG vs NZ 3rd Test: ન્યૂઝીલેન્ડનો ક્લીન સ્વીપ કરવાની તૈયારીમાં ઇંગ્લેન્ડ, જીતથી માત્ર 113 રન દૂર
England team (PC: England Cricket Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2022 | 9:34 AM

ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ (ENG vs NZ) વચ્ચેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચમાં ઈંગ્લિશ ટીમે પોતાની પકડ મજબૂત કરી લીધી છે. મેચના અંતિમ દિવસે ઇંગ્લેન્ડને જીતવા માટે વધુ 113 રન બનાવવાના છે. જ્યારે તેની 8 વિકેટ બાકી છે. ઈંગ્લેન્ડની ટીમ આ શ્રેણીની બે ટેસ્ટ જીતી ચૂકી છે. આવી સ્થિતિમાં તેની પાસે ન્યુઝીલેન્ડનો ક્લીન સ્વીપ કરવાની સુવર્ણ તક છે.

ચોથા દિવસે ઇંગ્લેન્ડને 296 રનનો લક્ષ્યાંક મળ્યો

મેચના ત્રીજા દિવસે ન્યુઝીલેન્ડની બીજી ઇનિંગમાં અડધી ટીમ પેવેલિયન ભેગી થઇ ગઇ હતી. કિવી ટીમને માત્ર 137 રનની લીડ મળી હતી. અહીંથી ડેરિલ મિશેલ અને ટોમ બ્લંડલે ચોથા દિવસે ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સને આગળ વધારી હતી. ફરી એકવાર બંને વચ્ચે સદીની ભાગીદારી જોવા મળી હતી. પરંતુ ડેરીલ મિશેલ (56) આઉટ થતાં જ ન્યુઝીલેન્ડની ટીમના એક બાદ એક ખેલાડીઓ આઉટ થતા ગયા અને 326 રનમાં પુરી ટીમ સમેટાઈ ગઈ હતી. ટોમ બ્લંડલ 88 રને અણનમ રહ્યો હતો. આ રીતે ઈંગ્લેન્ડને 296 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

ઓલી પૉપ અને જો રુટની દમદાર બેટિંગ

ચોથા દિવસના છેલ્લા સત્રમાં 296 રનના લક્ષ્યનો પીછો કરતા ઈંગ્લેન્ડે તેના બંને ઓપનરોને 51 રનમાં ગુમાવી દીધા હતા. પરંતુ અહીંથી ઓલી પોપ (81) અને જો રૂટ (55) એ શાનદાર બેટિંગ કરી હતી અને સ્કોર આગળ ધપાવ્યો હતો. બંને વચ્ચે 132 રનની અણનમ ભાગીદારી જોવા મળી હતી. ચોથા દિવસની રમતના અંત સુધીમાં ઈંગ્લેન્ડની ટીમે 2 વિકેટ ગુમાવીને 183 રન બનાવી લીધા હતા.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

ન્યુઝીલેન્ડની પહેલી ઇનિંગમાં ડેરરિલ મિચેલે સદી નોંધાવી હતી

આ ટેસ્ટ મેચમાં ટોસ જીતીને ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ શરૂ કરી હતી. ટોમ લાથમ શૂન્ય પર પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી વિકેટો પડતી રહી અને 123 રન બન્યા ત્યાં સુધીમાં ન્યૂઝીલેન્ડે 5 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી ડેરીલ મિશેલ (109) અને વિકેટકીપર ટોપ બ્લંડલ (55) એ કિવી ઇનિંગ્સને સંભાળી હતી. બંને વચ્ચે 120 રનની ભાગીદારી થઈ હતી. ન્યૂઝીલેન્ડે પ્રથમ ઇનિંગમાં 329 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી સ્ટુઅર્ટ બ્રોડે 3 અને જેક લીચે 5 વિકેટ લીધી હતી.

ઇંગ્લેન્ડે પહેલી ઇનિંગમાં 360 રન બનાવ્યા

જોની બેયરસ્ટોની શાનદાર સદીના કારણે ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 360 રન બનાવ્યા હતા. બેયરસ્ટોએ 157 બોલમાં 162 રન બનાવ્યા હતા. તેના સિવાય જેમી ઓવરટને પણ 97 રન બનાવ્યા હતા. ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડે પણ 42 રનની ઇનિંગ રમી હતી. આ ત્રણ બેટ્સમેન સિવાય અન્ય કોઈ ઈંગ્લિશ બેટ્સમેન સારી ઇનિંગ રમી શક્યા ન હતા. ન્યુઝીલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટે 4 અને ટિમ સાઉથીએ 3 વિકેટ લીધી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">