ENG vs NZ: કેપ્ટન વિલિયમસન ઇંગ્લેંડ સામેની ટેસ્ટ પહેલા બહાર, WTC ફાઇનલ પહેલા ન્યુઝીલેન્ડની ચિંતા વધી
ઇંગ્લેંડ અને ન્યુઝીલેન્ડ (England vs New Zealand) વચ્ચે હાલમં બે ટેસ્ટ મેચોની શ્રેણી રમાઇ રહી છે. લોર્ડઝના મેદાનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ડ્રોમાં પરીણમી હતી. ગુરુવારે 10 જૂનથી બીજી ટેસ્ટ મચ રમાનારી છે.

ઇંગ્લેંડ અને ન્યુઝીલેન્ડ (England vs New Zealand) વચ્ચે હાલમં બે ટેસ્ટ મેચોની શ્રેણી રમાઇ રહી છે. લોર્ડઝના મેદાનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ડ્રોમાં પરીણમી હતી. ગુરુવારે 10 જૂનથી બીજી ટેસ્ટ મચ રમાનારી છે. આ પહેલા જ ન્યુઝીલેન્ડની ટીમ માટે ઝટકા રુપ સમાચાર સામે આવ્યા છે. ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન (Kane Williamson) ઇજાને લઇને ટેસ્ટ મેચની બહાર થયો છે. ટીમના ઓપનર ટોમ લેથમ (Tom Latham) કેપ્ટન તરીકે જવાબદારી સંભાળશે.
ન્યુઝીલેન્ડ માટે કેન વિલિયમસન માટે ઇંગ્લેંડ સામેની ટેસ્ટ મેચ મહત્વની છે. મેચ પહેલા જ વિલિયમસન ઉપરાંત સ્પિનર મિશેલ સેંન્ટનર ઇજાને લઇને પહેલા જ બહાર થયો છે. આમ મહત્વના બંને ખેલાડીઓ ઇજાને લઇને બીજી ટેસ્ટ મેચ પહેલા જ બહાર થયા છે. ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનના રમવા પર જો અને તોની સ્થિતી હતી. જોકે અગાઉથી બુધવારે નિર્ણય લેવા અંગે કહ્યા મુજબ, વિલિયમસનના રમવા અંગે નિર્ણય સામે આવ્યો હતો. તે હવે પ્લયીંગ ઇલેવનનો હિસ્સો નહી હોય.
ટીમના હેડ કોચ ગેરી સ્ટીડ એ આ પહેલા જ કહ્યુ હતુ, કે કેપ્ટનને ડાબી બાજુની કોણીની ઇજાને લઇને નજર રખાઇ રહી છે. સેંન્ટનરને આંગળીમાં ઇજા પહોંચી હતી. જેને લઇને તેણે ટેસ્ટ પહેલા બહાર થવુ પડ્યુ હતુ. આમ હવે બે મહત્વના ખેલાડીઓ બહાર થવાને લઇને ન્યુઝીલેન્ડને ચિંતા વ્યાપી છે. આગામી 18 જૂનથી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ રમાનારી છે. જોકે આશા સેવાઇ રહી છે કે, ફાઇનલ પહેલા વિલિયમસન રમતને યોગ્ય થઇ જશે.
Gary Stead: “The decision has been made very much with the ICC World Test Championship Final at Southampton in mind and we are confident he will be ready for that match starting on June 18.”#ENGvNZ | #WTC21 pic.twitter.com/8vGOvWqMI0
— ICC (@ICC) June 9, 2021
અંતિમ ટેસ્ટ મહત્વની
ભારત સામે મેદાન ઉતરતા પહેલા, ઇંગ્લેંડ સામેની ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચ રમાનારી છે. જે મેચ ન્યુઝીલેન્ડ માટે ટેસ્ટ ચેમ્પિયનશીપ પહેલા તેના માટે ખૂબ મહત્વ ધરાવે છે. ઇંગ્લેંડ સામેની હાર તેમને નિરાશ કરી શકે છે. જ્યારે જીત જુસ્સો ભરી શકે એમ છે. કારણ કે પ્રથમ મેચ ડ્રો રહેતા અંતિમ મેચનુ પરિણામ ટેસ્ટ શ્રેણીનુ પરિણામ નક્કિ કરશે.