ENG vs IND: વિરાટ, પંત અને બુમરાહ બર્મિંગહામમાં રોકાશે, પ્રથમ T20માં ન રમવાનું આ કારણ છે

Cricket: ભારત અને ઈંગ્લેન્ડ (ENG vs IND) વચ્ચે 7 જુલાઈથી ત્રણ મેચની T20 સીરીઝ શરૂ થઈ રહી છે. પહેલી ટી20 મેચથી જ રોહિત શર્મા ટીમ ઇન્ડિયામાં પાછો ફરી શકે છે.

ENG vs IND: વિરાટ, પંત અને બુમરાહ બર્મિંગહામમાં રોકાશે, પ્રથમ T20માં ન રમવાનું આ કારણ છે
Virat Kohli and Rahul Dravid (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2022 | 2:27 PM

ભારત અને ઈંગ્લેન્ડ (ENG vs IND) વચ્ચે 7 જુલાઈથી ત્રણ મેચની T20 સીરીઝ શરૂ થઈ રહી છે. પરંતુ પ્રથમ મેચમાં વિરાટ કોહલી (Virat Kohli) સહિત ટીમ ઈન્ડિયા (Team India) ના ઘણા મહત્વના ખેલાડીઓ રમતા જોવા મળશે નહીં. વિરાટ કોહલી, રિષભ પંત, જસપ્રિત બુમરાહ અને શ્રેયસ અય્યરે બીજી T20I માટે બર્મિંગહામમાં જ રહેવાનો નિર્ણય કર્યો છે.

એ પહેલાથી જ સ્પષ્ટ હતું કે એજબેસ્ટન ટેસ્ટ રમી રહેલા ખેલાડીઓ પ્રથમ T20માં ટીમ ઈન્ડિયાનો ભાગ નહીં હોય. ટેસ્ટ રમી રહેલા ખેલાડીઓને આરામ મળે તે માટે આવો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો BCCI એ આ નિર્ણય ન લીધો હોત તો આ ખેલાડીઓએ એજબેસ્ટન ટેસ્ટ રમ્યા બાદ તરત જ સાઉથમ્પટન જવા રવાના થઈ ગયા હોત અને પછી બીજી T20I માટે બર્મિંગહામ પરત ફરવું પડત.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) જોકે પ્રથમ ટી20માં ટીમ ઈન્ડિયાની આગેવાની કરતો જોવા મળશે. રોહિત શર્મા મંગળવારે એજબેસ્ટનમાં ટીમ ઈન્ડિયા સાથે હતો. ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડના બર્મિંગહામમાં રોકાણને લઈને હજુ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. એવી સંભાવના છે કે VVS લક્ષ્મણ પ્રથમ T20માં મુખ્ય કોચની ભૂમિકા ભજવતો જોવા મળે.

આ ખેલાડીઓની થશે વાપસી

ટેસ્ટ ટીમમાં સામેલ ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) હવે ભારત માટે પરત ફરશે. તેમના સિવાય હનુમા વિહારી, મયંક અગ્રવાલ અને આર અશ્વિન પણ ભારત પરત ફરશે. આટલું જ નહીં પ્રથમ T20 મેચ બાદ વેંકટેશ અય્યર, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન અને ઋતુરાજ ગાયકવાડ પણ ભારત પરત ફરશે.

તો બીજી તરફ ઉમરાન મલિક (Umran Malik) ODI શ્રેણીના અંત સુધી નેટ બોલર તરીકે ઈંગ્લેન્ડમાં રહી શકે છે. મહત્વનું છે કે ઉમરાન મલિક ઇંગ્લેન્ડમાં પ્રેક્ટિસ મેચ દરમ્યાન ટીમ ઇન્ડિયાનો ભાગ બન્યો હતો. તો આયરલેન્ડ સામેની સીરિઝ દરમ્યાન ટીમ ઇન્ડિયા માટે ડેબ્યુ કરી ચુક્યો છે. બીજી તરફ અર્શદીપ સિંહ વનડે શ્રેણીનો ભાગ હોવાને કારણે ત્યાં જ રહેશે.

Latest News Updates

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
g clip-path="url(#clip0_868_265)">