Dilip Vengsarkar: દિલીપ વેંગસરકરે સિલેકટર્સ અને BCCI પર નિશાન સાધ્યુ, કહ્યું કે પૈસા તો કમાઈ લીધા પણ ભવિષ્યનો કેપ્ટન ના શોધી શક્યા

Dilip Vengsarkar on Indian Team: ભારતીય ટીમના પૂર્વ કપ્તાન અને 1983 વિશ્વ કપ વિજેતા ટીમના સદસ્ય દિલીપ વેંગસરકરે ભારતીય ક્રિકેટ ટીમના ભવિષ્યના મુદ્દે ભારતીય ક્રિકેટ બોર્ડ અને પૂર્વ સિલેકટર્સ પર નિશાન સાધ્યુ છે. ભારતીય ક્રિકેટ મેનેજમેન્ટની તેમણે ટીકા કરી હતી.

Dilip Vengsarkar: દિલીપ વેંગસરકરે સિલેકટર્સ અને BCCI પર નિશાન સાધ્યુ, કહ્યું કે પૈસા તો કમાઈ લીધા પણ ભવિષ્યનો કેપ્ટન ના શોધી શક્યા
Dilip Vengsarkar criticizes Indian Team
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2023 | 3:22 PM

ભારતીય ક્રિકેટ ટીમની જ્યારથી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની (WTC Final 2023) ફાઇનલમાં હાર થઇ છે ત્યારથી તેના વિરૂદ્ધ નિવેદનો ચાલુ થઇ ગયા છે. કોઇ તેના દિગ્ગજ ખેલાડીઓ પર પ્રશ્ન કરી રહ્યુ છે તો કોઇકે ટીમ મેનેજમેન્ટ સામે વાંધો ઉઠાવ્યો છે. આ હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમમાં મોટા ફેરફારની વાતો ચાલી રહી છે. એક્સપર્ટસ ભવિષ્યની ટીમ બનાવવાની વાત કરી રહ્યા છે. પણ આ વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન દિલીપ વેંગસરકરે બીસીસીઆઇ પર મોટું નિશાન સાધ્યુ છે.

દિલીપ વેંગસરકરે એક ઇન્ટરવ્યુમાં કહ્યુ કે બીસીસીઆઇએ પૈસા તો કમાઇ લીધા છે પણ બેન્ચ સ્ટ્રેંથ નથી બનાવી શક્યા. તે ભવિષ્યનો કપ્તાન નથી શોધી શક્યા. હિન્દુસ્તાન ટાઇમ્સ સાથે ખાસ વાતચીતમાં દિલીપ વેંગસરકરે સિલેકટર્સ અને બીસીસીઆઇ પર નિશાન સાધ્યુ. તેણે કહ્યુ કે છેલ્લા 6-7 વર્ષોમાં સિલેકટર્સે ભવિષ્યની ટીમ બનાવવા માટે કોઇ પ્લાનિંગ કર્યુ નથી. સાથે જ બીસીસીઆઇ ના આ ખેલાડીએ ટીકા કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

બીસીસીઆઇ પર વેંગસરકરનો વાર!

વેંગસરકરે બીસીસીઆઇ અને પૂર્વ સિલેક્ટર્સની ટીકા કરતા કહ્યું કે છેલ્લા 6-7 વર્ષોમાં કોઇ વિઝન જ ન હતું, ના સિલેકટર્સને રમતની ઊંડાણ પૂર્વક સમજ હતી. સિલેક્ટર્સે ત્યારે શિખર ધવનને કપ્તાન બનાવ્યો જ્યારે મોટા ખેલાડીઓ આરામ કરી રહ્યા હતા. ત્યારે એક ભવિષ્યના કપ્તાન પર કામ કરી શક્યા હોત. વેંગસરકરે ભારતીય ક્રિકેટ બોર્ડ સામે કહ્યું કે ટીમ મેનેજમેન્ટે પણ કોઇ ખેલાડીને તૈયાર ન કર્યા. તમે વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડની બન્યાની વાત કરી રહ્યા છો, પરંતુ બેન્ચ સ્ટ્રેન્થ ક્યા છે? ફક્ત આઇપીએલનું આયોજન કરીને કરોડો રુપિયા મીડિયા રાઇટ્સમાં હાંસિલ કરવું ઉપલબ્ધિ ના માની શકાય.

રોહિત શર્મા બાદ કપ્તાન કોણ?

દિલીપ વેંગસરકરનો સવાલ તો સાચો છે. રોહિત શર્મા બાદ ભારતીય ક્રિકેટ ટીમનો કપ્તાન કોણ હશે તેનો જવાબ હજી સુધી મલ્યો નથી. નોંધપાત્ર છે કે ટી20 અને વનડેમાં હાર્દિક પંડ્યા તેની જગ્યા લઇ શકે છે પણ આ જવાબદારી કોને સોંપવામાં આવશે? વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ બાદ આ પ્રશ્નનો જવાબ મળશે પણ ભારતીય ક્રિકેટ ટીમ પાસે વિકલ્પના નામે કોઇ ખેલાડી નથી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">