Indian Cricket Team: ભારતનું વર્લ્ડ કપ જીતવાનું સપનું આ 12 મેચો પર ટકેલું છે, ટીમ ઈન્ડિયા પાસે નથી સમય!

ODI World Cup-2023: ભારતે 2013 થી અત્યાર સુધી કોઈ ICC ટૂર્નામેન્ટ જીતી નથી. આ વખતે તેની પાસે આ દુષ્કાળને પૂર્ણ કરવાની મોટી તક છે કારણ કે, ભારતે આ વર્ષે જ ODI વર્લ્ડ કપની યજમાની કરવાની છે.

Indian Cricket Team: ભારતનું વર્લ્ડ કપ જીતવાનું સપનું આ 12 મેચો પર ટકેલું છે, ટીમ ઈન્ડિયા પાસે નથી સમય!
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2023 | 10:25 AM

ભારતીય ક્રિકેટ ટીમ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં જીતીને ICC ટ્રોફી જીતવાના દુષ્કાળનો અંત લાવશે તેવી અપેક્ષા હતી. ટીમ ઈન્ડિયા આમાં નિષ્ફળ રહી. પરંતુ હજુ એક મોટી ટુર્નામેન્ટ બાકી છે જેથી ભારત આ દુષ્કાળનો અંત લાવી શકે અને દેશને આ ટુર્નામેન્ટથી ઘણી આશાઓ છે. આ ટૂર્નામેન્ટ ICC ODI વર્લ્ડ કપ છે. આ વર્લ્ડ કપ ભારતમાં માત્ર ઓક્ટોબર અને નવેમ્બરમાં જ રમાશે. ટીમ ઈન્ડિયા કોઈપણ સંજોગોમાં આ વર્લ્ડ કપને નામ આપવા ઈચ્છે છે અને હવે તેની તૈયારી માટે માત્ર 12 મેચ જ બાકી છે.

ભારતે છેલ્લે 2013માં ICC ટ્રોફી જીતી હતી પરંતુ ત્યારથી ટીમ ઈન્ડિયાનો ICC ટ્રોફી જીતવાનો દુકાળ ચાલુ છે. બીજી તરફ, ભારતે છેલ્લે 2011માં પોતાના જ ઘરમાં ODI વર્લ્ડ કપ જીત્યો હતો અને હવે ફરી એકવાર તેને ઘરઆંગણે તક મળી રહી છે. ટીમ ઈન્ડિયા પાસે સમય ઓછો છે અને આ સમયમાં તેણે ઘણી કોયડાઓ ઉકેલવાની છે.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

હવે એ જાણી લો કે અમે કઈ 12 મેચની વાત કરી રહ્યા છીએ. ભારતને વર્લ્ડ કપ પહેલા અંદાજે 12 વનડે મેચ રમવાની છે. અને આ મેચમાં જ તેણે પોતાની વર્લ્ડ વિજેતા બનવાની તૈયારી કરવાની રહેશે. ભારતને આગામી મહિને વેસ્ટઈન્ડીઝનો પ્રવાસ કરવાનો છે. આ પ્રવાસ પર ભારતને ત્રણ મેચની વનડે સિરીઝ રમવાની છે. ત્યારબાદ ભારતને 31 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર વચ્ચે એશિયા કપ રમવાનો છે. આ એશિયા કપ આ વખતે વનડે ફોર્મેટમાં રમાશે. જો ભારત આ એશિયા કપની ફાઈનલમાં પહોંચે છે તો તેણે અહિ 6 મેચ રમવાની છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝ

ભારતને ગ્રુપ તબક્કામાં 2 મેચ રમાવાની છે. ત્યારબાદ જો ભારત સુપર 4માં જાય છે તો તેને અહિ 3 ટીમ સાથે 3 મેચ રમવાની છે ત્યારબાદ તે ફાઈનલમાં સ્થાન બનાવે છે તો ફરી એક મેચ રમવાની છે એટલે કે, કુલ 6 મેચ. આ સાથે ભારત સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયાની યજમાની કરશે. આ પ્રવાસ પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝ રમાશે. ત્યારબાદ ભારતને વર્લ્ડ કપ રમવાનો છે.વેસ્ટઈન્ડિઝ પ્રવાસને લઈ ઓસ્ટ્રેલિયા સીરિઝ સુધી ભારતને કુલ 12 વનડે મેચ રમવાની ત્તક મળી શકે છે.

ભૂલોને સુધારવી પડશે

ભારતને વનડે વર્લ્ડ કપની તૈયારી માટે આજ મેચ મળશે અને તેમણે મેચમાં ભારતને તમામ ભૂલો સુધારવી પડશે. પછી તે શાનદાર જોડીને હોઈ કે મધ્યક્રમે બેટિંગની તૈયારી હોય, કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડની સામે ટીમમાં મધ્યક્રમને તૈયાર કરવાનો પડકાર હશે. આ મધ્યક્રમમાં છેલ્લા કેટલાક સમયથી શ્રેયસ અય્યર સારી રીતે રમી રહ્યો છે પરંતુ હાલમાં તે ઈજાગ્રસ્તછે, અને આશા છે કે, તે એશિયા કપ સુધી ફિટ થઈ જાય પરંતુ આ સિવાય મધ્યક્રમમાં કૌણ સંભાળશે, આ વાત પર ટીમ ઈન્ડિયાને ધ્યાન આપવું પડશે.

એશિયા કપ સુધી ફિટ રહેવાની આશા

કારણ કે, રિષભ પંત ઈજાગ્રસ્ત છે અને તેનું વનડે વર્લ્ડ કપમાં રમવાનું નક્કી નથી.આવી સ્થિતિમાં ભારતે તેનો વિકલ્પ પણ શોધવો પડશે.અત્યાર સુધી ભારત કેએલ રાહુલને વનડેમાં વિકેટકીપર અને મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે રમી રહ્યા હતા, પરંતુ રાહુલનું ફોર્મ સારું રહ્યું નથી.તે ઈજાગ્રસ્ત પણ છે. જો કે તે એશિયા કપ સુધી ફિટ રહેવાની પણ આશા છે, પરંતુ વાપસી બાદ જો રાહુલ તેની લયમાં નહીં દેખાય તો ભારતે બેકઅપ તૈયાર કરવું પડશે. રોહિત અને રાહુલ આ 12 મેચોમાં યોગ્ય ટીમ કોમ્બિનેશન શોધવાનો પણ પ્રયાસ કરશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">