AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026: પ્રતિબંધના ડરથી સુધરી ગયો દિગ્વેશ રાઠી, વિકેટ લીધા બાદ કંઈક નવા અંદાજમાં કરી ઉજવણી, જુઓ Video

IPL 2026 માં લખનઉ અને ગુજરાત ટાઈટન્સ સામેની મેચ દરમિયાન દિગ્વેશ રાઠીન નવો અંદાજ જોવા મળ્યો. સાઈ સુદર્શનને આઉટ કર્યા બાદ રાઠીએ મેદાન પર સાઈન કરી તેની ઉજવણી કરી. ગત સીઝનમાં આક્રમક જશ્ન મનાવવાને કારણે તેના પર બહેન લાગ્યો હતો. જેમાંથી રાઠીએ હવે બોધપાઠ લીધો છે.

IPL 2026: પ્રતિબંધના ડરથી સુધરી ગયો દિગ્વેશ રાઠી, વિકેટ લીધા બાદ કંઈક નવા અંદાજમાં કરી ઉજવણી, જુઓ Video
| Updated on: Apr 13, 2026 | 3:10 PM
Share

IPL 2026 ની 19મી મેચમાં રવિવારે લખનૌ સુપર જાયન્ટ્સ ગુજરાત ટાઇટન્સ સામે ટકરાઈ હતી. આ દરમિયાન, લખનૌના સ્પિનર ​​દિગ્વેશ રાઠીએ ગુજરાતના બેટ્સમેન સાઈ સુદર્શનને આઉટ કર્યો. વિકેટ લીધા પછી, 26 વર્ષીય આ બોલરે મેદાન પર સાઈનિંગની એક્ટિંગ કરી ઉજવણી કરી. ગઈ સીઝનમાં તેની આ આક્રમક ઉજવણી કરવાની હરકતને કારણે તેને પ્રતિબંધ ઝેલવો પડ્યો હતો. બેન સહન કર્યા બાદ રાઠીનો શાંત અંદાજ જોવા મળ્યો છે.

સુદર્શનને કેચ આઉટ કર્યા બાદ કરી સાઈન

મેચમાં, દિગ્વેશ રાઠીએ ગુજરાતના ઓપનર સાઈ સુદર્શનને પોતાનો શિકાર બનાવ્યો. રાઠીએ લેગ સ્ટમ્પ તરફ લક્ષમાં રાખીને શોર્ટ-પિચ ડિલિવરી કરી. સુદર્શન શોટ રમ્યો, પરંતુ બોલ સીધો ફાઇન લેગ પર ઉભેલા અવેશ ખાનના હાથમાં ગયો. આ વિકેટ મળતા જ રાઠી આનંદથી જમીન તરફ ઝુક્યો અને હાથથી ઇશારો કર્યો જાણે કંઈક સાઇન કરી રહ્યો હોય. આ વખતે, તેનું વર્તન એકદમ શાંત હતું, અને તેણે બેટ્સમેન તરફ જોયુ પણ નહીં.

અહીં Video જુઓ

ગઈ સીઝનમાં લાગ્યો હતો બેન અને ફાઈન

IPL 2025 માં, દિગ્વેશ રાઠીને આક્રમક ઉજવણી કરવા બદલ નુકસાનનો સામનો કરવો પડ્યો. ગત સિઝન દરમિયાન, વિકેટ લીધા પછી, રાઠી સીધા બેટ્સમેનની આંખોમાં જોતો અને કાલ્પનિક રેખા પાર કરતો. પરિણામે, ત્રણ અલગ અલગ પ્રસંગોએ તેની સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી. પહેલા ભૂલ માટે, તેની મેચ ફીના 25 ટકા કાપવામાં આવ્યા હતા; બીજી માટે, 50 ટકા કાપવામાં આવ્યા હતા. ત્રીજી વખત ભૂલ કરવા બદલ તેને 50 ટકા દંડ ઉપરાંત એક મેચનો પ્રતિબંધ ફટકારવામાં આવ્યો હતો.

સસ્પેન્શનનો ખતરો હજુ ટળ્યો નથી

IPL નિયમો અનુસાર, કોઈ ખેલાડીના ડિમેરિટ પોઈન્ટ 36 મહિના સુધી તેની સાથે જોડાયેલા રહે છે. પાછલી સીઝનની ઘટનાઓના પરિણામે, રાઠીના નામે હાલમાં પાંચ ડિમેરિટ પોઈન્ટ છે. જો કોઈ ખેલાડીના આઠ ડિમેરિટ પોઈન્ટ થાય છે, તો તેને બે મેચનો પ્રતિબંધ લાગે છે. જો આ આંકડો 11 પોઈન્ટ સુધી પહોંચે છે, તો તેના પર ત્રણ મેચનો પ્રતિબંધ લાગે છે. આથી જ રાઠીએ હવે ઘણુ જાળવવુ પડશે.

IPL 2026 Breaking News: ‘હિટમેન’ રોહિત શર્માનો મહારેકોર્ડ, IPL ના ઈતિહાસમાં આ કારનામું કરનારા દુનિયાનો બીજો બેટ્સમેન બન્યો

Follow Us
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video
AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">