AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગિલે ઈતિહાસના પાનામાં નોંધાવ્યું નામ, કોલંબોમાં 7 રન બનાવતાની સાથે જ ‘મોટી સિદ્ધિ’ હાંસલ કરી

શ્રીલંકા સામે કોલંબોમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે પોતાના નામે એક મોટો ઈતિહાસ રચી દીધો છે. મેચમાં શાનદાર ઈનિંગ રમતા ગિલે ટેસ્ટ ક્રિકેટમાં એક ખાસ આંકડો પાર કરી લીધો છે. આ સાથે જ ગિલે નાની ઉંમરે સિદ્ધિ મેળવીને પૂર્વ ભારતીય કેપ્ટનનો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે.

ગિલે ઈતિહાસના પાનામાં નોંધાવ્યું નામ, કોલંબોમાં 7 રન બનાવતાની સાથે જ 'મોટી સિદ્ધિ' હાંસલ કરી
Image Credit source: Cricinfo
| Updated on: Aug 23, 2026 | 5:42 PM
Share

શ્રીલંકા સામે કોલંબોમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે મોટી સિદ્ધિ હાંસલ કરી લીધી છે. ગિલે ટેસ્ટ ક્રિકેટમાં 3,000 રન પૂરા કરી લીધા છે. શ્રીલંકા સામે 7 રન બનાવતાની સાથે જ ગિલે આ આંકડો સ્પર્શ્યો હતો. તે ટેસ્ટ ક્રિકેટમાં આવું કરનાર 28 મો ક્રિકેટર બની ગયો છે. ખાસ વાત એ છે કે, ગિલે પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવને પણ પાછળ છોડી દીધા છે.

50 રનની શાનદાર ઈનિંગ રમી

શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે 108 બોલમાં 50 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 6 ચોગ્ગા નીકળ્યા હતા. 66 રન પર બીજી વિકેટ પડ્યા બાદ બેટિંગ માટે આવેલા કેપ્ટન ગિલે ત્રીજી વિકેટ માટે 120 રનની શાનદાર ભાગીદારી કરી હતી.

સૌથી નાની ઉંમરે 3 હજાર ટેસ્ટ રન બનાવનાર ભારતીય બેટ્સમેન

શુભમન ગિલે 26 વર્ષ 349 દિવસની ઉંમરે ટેસ્ટ ક્રિકેટમાં 3000 રન પૂરા કર્યા. તે સૌથી નાની ઉંમરે આવું કરનાર ચોથો ભારતીય બની ગયો છે. આ રેકોર્ડ લિસ્ટમાં પહેલા નંબરે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર છે. સચિને માત્ર 23 વર્ષ 228 દિવસની ઉંમરે ટેસ્ટ ક્રિકેટમાં 3000 રન પૂરા કર્યા હતા. આ રેકોર્ડ લિસ્ટમાં શુભમન ગિલે પૂર્વ દિગ્ગજ કપિલ દેવને પાછળ છોડી દીધા છે.

  1. સચિન તેંડુલકર – 23 વર્ષ 228 દિવસ
  2. વિરેન્દ્ર સેહવાગ – 26 વર્ષ 157 દિવસ
  3. દિલીપ વેંગસરકર – 26 વર્ષ 263 દિવસ
  4. શુભમન ગિલ – 26 વર્ષ 349 દિવસ
  5. કપિલ દેવ – 26 વર્ષ 356 દિવસ

ભારતે ટોસ જીતીને બેટિંગનો નિર્ણય કર્યો

કોલંબોમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. અહેવાલ લખાયા સુધીમાં ભારતીય ટીમે ત્રણ વિકેટ ગુમાવીને 271 રન બનાવી લીધા છે. દેવદત્ત પડિક્કલ 185 બોલમાં 111 રન બનાવીને રમી રહ્યો છે અને તે 12 ચોગ્ગા પણ ફટકારી ચૂક્યો છે. તેની સાથે રવિન્દ્ર જાડેજા 45 બોલમાં 31 રન બનાવીને રમી રહ્યો છે. આ પહેલા શુભમન ગિલ 50, યશસ્વી જેસવાલ 45 અને કે.એલ. રાહુલ 18 રન બનાવીને આઉટ થયા હતા.

WTC ઇતિહાસમાં સૌથી મોટી પાર્ટનરશિપ કરવાનો રેકોર્ડ કોના નામે? આ જોડીની ઐતિહાસિક સિદ્ધિ તોડવી ‘અશક્ય સમાન’

Follow Us
Breaking News: રાજકોટમાં પદ્મિની બા વાળાનો વધુ એક વિવાદ આવ્યો સામે
Breaking News: રાજકોટમાં પદ્મિની બા વાળાનો વધુ એક વિવાદ આવ્યો સામે
તમે ક્યારેય જોઈ છે 34 ફૂટ લાંબી રંગીન પેન્સિલ? જુઓ Trending Video
તમે ક્યારેય જોઈ છે 34 ફૂટ લાંબી રંગીન પેન્સિલ? જુઓ Trending Video
4 માંગણીઓ સાથે શાળા સંચાલકોનું કલેક્ટરને આવેદન
4 માંગણીઓ સાથે શાળા સંચાલકોનું કલેક્ટરને આવેદન
વાઘોડિયા ચોકડીથી ખંટબા સુધી શહેરનો પ્રથમ મોડેલ રોડ
વાઘોડિયા ચોકડીથી ખંટબા સુધી શહેરનો પ્રથમ મોડેલ રોડ
અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!
અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!
Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !
Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !
સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી
સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી
Breaking News : ​ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા
Breaking News : ​ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા
દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !
દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !
સુરતના વેસુમાં બ્લિન્કિટ સ્ટોર પરથી ફૂગવાળી બ્રેડ મળતા ગ્રાહકનો હોબાળો
સુરતના વેસુમાં બ્લિન્કિટ સ્ટોર પરથી ફૂગવાળી બ્રેડ મળતા ગ્રાહકનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">