DC vs KKR IPL Match Result: દિલ્હી કેપિટલ્સનો 4 વિકેટે વિજય, રોવમેન પોવેલે જીત માટેનુ કામ અંતમાં પુરુ કર્યુ

Delhi Capitals vs Kolkata Knight Riders IPL Match Result: દિલ્હીની ટીમના બેટ્સમેનોએ ખાસ રમત કોલકાતા સામે દર્શાવી નહોતી અંતમાં રોવમેન પોવેલે જીત માટે જરુરી રન આક્રમક અંદાજમાં જોડ્યા હતા.

DC vs KKR IPL Match Result: દિલ્હી કેપિટલ્સનો 4 વિકેટે વિજય, રોવમેન પોવેલે જીત માટેનુ કામ અંતમાં પુરુ કર્યુ
Rovman Powell એ મુશ્કેલ સમયમાં આક્રમક અંદાજ દર્શાવ્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2022 | 11:23 PM

IPL 2022 ની 41મી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (Delhi Capitals vs Kolkata Knight Riders) વચ્ચે રમાયેલી મેચમાં દિલ્હીનો 4 વિકેટથી વિજય થયો હતો. ટોસ હારીને પ્રથમ બેટીંગ કરતા 146 રન કોલકાતાએ 9 વિકેટે કર્યા હતા. જવાબમાં દિલ્હીની ટીમે રન ચેઝ કરવા માટે મેદાને ઉતરતા શરુઆત સારી રહી નહોતી. જોકે ડેવિડ વોર્નર (David Warner) અને લલિત યાદવે સ્થિતી સંભાળીને ટીમના સ્કોરને લક્ષ્ય તરફ આગળ વધાર્યો હતો. અંતમાં રોવમેન પોવેલે (Rovman Powell) દિલ્હીને જીત અપાવતી રમત રમી હતી. 1 ઓવર બાકી રહેતા દિલ્હીની જીત થઈ હતી.

દિલ્હીની ટીમ લક્ષ્યનો પિછો કરવા માટે મેદાને ઉતરતા શરુઆત સારી કરી નહોતી. ઈનીંગના પ્રથમ બોલ પર જ ઓપનર પૃથ્વી શોની વિકેટ ગુમાવી દીધી હતી. શૂન્ય રને જ પૃથ્વી વિકેટ ગુમાવતા જ દિલ્હીને મોટો ઝટકો લાગ્યો હતો. બાદમાં મિશેલ માર્શે આક્રમક અંદાજ દર્શાવવા પ્રયાસ કર્યો પરંતુ એ પણ માત્ર 13 રન 7 બોલમાં નોંધાવીને આઉટ થયો હતો. આમ 17 રનના સ્કોર પર જ દિલ્હીએ તેની 2 મહત્વની વિકેટ ગુમાવી દેતા મુશ્કેલી સર્જાઈ હતી.

જોકે બાદમાં ઓપનર ડેવિડ વોર્નર અને લલિત યાદવે સ્થિતી સંભાળતી રમત દાખવી હતી. વોર્નરે 8 બાઉન્ડરીની મદદ થી 26 બોલમાં 42 રન નોંધાવ્યા હતા. તેણે લલિત સાથે મળીને અર્ધશતકીય ભાગીદારી રમત રમી હતી. લલિત યાદવે 29 બોલમાં 22 રન કર્યા હતા. તે સુનિલ નરેનના બોલ પર એલબીડબલ્યુ આઉટ થયો હતો.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

યાદવ સામે યાદવનો વળતો એટેક

પહેલા કુલદીપ યાદવે કોલકાતા 4 વિકેટ ઝડપી હતી. ત્યાર બાદ ઉમેશ યાદવે દિલ્હીની 3 વિકેટ ઝડપી હતી. પૃથ્વી શોની ગોલ્ડન ડક વિકેટ ઈનીંગના પ્રથમ બોલે ઉમેશે વિકેટ ઝડપી હતી. બાદમાં ડેવિડ વોર્નર ભારે પડી રહ્યો હતો, ત્યારે જ તેને આઉટ કરતા મેચનુ પલડું બરાબરી લાવી દીધુ હતુ. ઋષભ પંતને પણ ઉમેશ યાદવે સસ્તામાં નિપટાવ્યો હતો. આમ ઉમેશે 4 ઓવરમાં 24 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.

અંતમાં અક્ષર પટેલે 17 બોલમાં 22 રન જોડ્યા હતા જે ખૂબ જ ઉપયોગી નિવડ્યા હતા. રોવમેન પોવેલે 16 બોલમાં અણમન 33 રન નોંધાવ્યા હતા. તેણે 3 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકાર્યો હતો. શાર્દૂલ ઠાકુર 8 રન સાથે અણનમ રહ્યો હતો.

યાદવ સામે યાદવનો વળતો એટેક

પહેલા કુલદીપ યાદવે કોલકાતા 4 વિકેટ ઝડપી હતી. ત્યાર બાદ ઉમેશ યાદવે દિલ્હીની 3 વિકેટ ઝડપી હતી. પૃથ્વી શોની ગોલ્ડન ડક વિકેટ ઈનીંગના પ્રથમ બોલે ઉમેશે વિકેટ ઝડપી હતી. બાદમાં ડેવિડ વોર્નર ભારે પડી રહ્યો હતો, ત્યારે જ તેને આઉટ કરતા મેચનુ પલડું બરાબરી લાવી દીધુ હતુ. ઋષભ પંતને પણ ઉમેશ યાદવે સસ્તામાં નિપટાવ્યો હતો. આમ ઉમેશે 4 ઓવરમાં 24 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. હર્ષિત રાણાએ અને સુનિલ નરેને એક એક વિકેટ ઝડપી હતી.

કોલકાતાએ લક્ષ્ય બચાવવા માટે 8 ખેલાડીઓ પાસે બોલીંગ કરાવી હતી. જેમાં નિતીશ રાણા, આંદ્રે રસેલ, વેંકટેશ અય્યર અને ખુદ કેપ્ટન શ્રેયસ અય્યરે એક એક ઓવર કરી હતી. જોકે તેમાં કોઈને વિકેટ મેળવવામાં સફળતા મળી નહોતી.

આ પણ વાંચો : Arvalli: મેશ્વો નદીની ઉનાળામાં જીવંત કરાઈ, શામળાજી નજીક જળાશયમાંથી સુકી ભઠ્ઠ બનેલી નદીમાં પાણી છોડાયુ

આ પણ વાંચો : Arvalli: જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરીમાં રાજ્યની ટીમના ધામા, નાયબ નિયામકે કોરોના કાળમાં ભ્રષ્ટાચારને આશંકાએ તપાસ શરુ કરી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">