જિલ્લા પંચાચતના પ્રમુખ લાલસિંહ ચૌહાણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, તેઓએ જ આ અંગે રજૂઆત રાજ્ય સરકારને કરી હતી. તેમણે આ માટે રાજ્યના આરોગ્ય પ્રધા ઋષિકેષ પટેલને પણ રજૂઆત કરી હતી. આ ઉપરાંત સંગઠન અને આરોગ્ય સચિવને પણ આ ભ્રષ્ટાચારને અટકાવવાના મામલે રજૂઆત કરીને તપાસની માંગ કરવામાં આવી હતી. જેને લઇને રાજ્યના આરોગ્ય વિભાગની ટીમો એ આજે અચાનક જ તપાસ માટે મોડાસા પહોંચી આવીને તપાસ કાર્યવાહી શરુ કરી હતી.
આરોગ્ય અધિકારી દ્વારા કોરોનાકાળ દરમિયાન રેમડેવિસર ઈંજેક્શન થી લઈને દવાઓને પણ સગેવગે કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરોગ્ય અધિકારી દ્વારા બદલીઓમાં પણ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હતો. આ મામલે લેખીતમાં વિગતવાર રજૂઆત કરીને ભ્રષ્ટાચારની તપાસ કરીને દુધનુ દુધ અને પાણીનુ પાણી કરવા માટે માંગ કરી હતી. આ માટે નાયબ નિયામક ની આગેવાનીમાં 6 જેટલા અધિકારીઓની ટીમ દ્વારા તપાસ ની કાર્યવાહી હાથ ધરી છે.
તપાસ કામગીરી બે દિવસ સુધી ચાલશે એમ માનવામાં આવી રહ્યુ છે. તપાસ દરમિયાન કોઈ ગેરરીતીઓ જણાશે તો, આ અંગે રિપોર્ટ કરવામાં આવશે અને ગેરરીતીની ગંભીરતા મુજબની કાર્યવાહી કરવા માટે પણ જણાવવામાં આવશે. ફોજદારી ગુન્હા પ્રકારની ગેરરીતી આચરી હશે, તો જરુર પડ્યે પોલીસની પણ તપાસ અંગે મદદ લેવાઈ શકે છે. જોકે આ બધુ જ તપાસના અંતે કેવા પ્રકારનો તપાસ અહેવાલ પ્રાથમિક તપાસ કર્તા ટીમ ઉચ્ચ કક્ષાએ રજુ કરે છે, તેના પર નિર્ભર છે.