Video: ઘરઆંગણે છેલ્લી T20 મેચમાં ડેવિડ વોર્નરે જીત્યા દિલ, આવો નજારો નહીં જોયો હોય!
ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની T20 શ્રેણી પણ જીતી લીધી છે. ઓસ્ટ્રેલિયા પર્થમાં છેલ્લી મેચમાં હારી ગયું હતું પરંતુ આખરે 2-1થી શ્રેણી જીતી હતી.T20 શ્રેણી જીતવામાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન ડેવિડ વોર્નરનું હતું જેણે સૌથી વધુ રન બનાવ્યા હતા. જોકે, પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ મળ્યા બાદ તેણે જે કર્યું તે ખરેખર આશ્ચર્યજનક છે.
ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પર્થમાં રમાયેલી ત્રીજી T20 મેચ મુલાકાતી ટીમે જીતી લીધી હતી. વિન્ડીઝે ઓસ્ટ્રેલિયાને 37 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 220 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 183 રન જ બનાવી શકી હતી. જો કે શ્રેણી ઓસ્ટ્રેલિયાના નામે જ રહી હતી.
ડેવિડ વોર્નરે જીત્યો પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ
ઓસ્ટ્રેલિયાની શ્રેણી જીતનો સૌથી મોટો હીરો ડેવિડ વોર્નર રહ્યો હતો. આ ખેલાડીએ 3 મેચમાં 2 અડધી સદીની મદદથી 173 રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ પણ 166થી વધુ હતો. જેથી વોર્નરેને પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ મળ્યો હતો. જો કે, પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મેળવ્યા બાદ વોર્નરે એક એવું કામ કર્યું જેના પછી લોકો તેને સલામ કરી રહ્યા છે.
વોર્નરે તેનો એવોર્ડ એક બાળકને આપી દીધો
પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મેળવ્યા બાદ ડેવિડ વોર્નરે સ્ટેડિયમમાં બેઠેલા બાળકને આપ્યો હતો. વોર્નર પાસેથી તેની ટ્રોફી મેળવીને બાળક ખૂબ જ ખુશ હતો. તમને જણાવી દઈએ કે ડેવિડ વોર્નર ઘણીવાર મેચ દરમિયાન ફેન્સને ગિફ્ટ આપતો રહે છે. તે ઘણીવાર પ્રેક્ષકો વચ્ચે તેના મોજા ફેંકી દે છે. તેણે પર્થના મેદાનમાં એક ચાહકને તેની ટ્રોફી પણ આપી હતી.
We hear about gifting awards to other teammates but David Warner takes it to next level by gifting his Player of the Series to a fan.#AUSvWI pic.twitter.com/4vgVKivaoq
— Kausthub Gudipati (@kaustats) February 13, 2024
વોર્નરની ઘરઆંગણે આ છેલ્લી T20 સિરીઝ
તમને જણાવી દઈએ કે વોર્નરે ગયા મહિને જ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. હવે આ ખેલાડી આ વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપ બાદ આ ફોર્મેટને પણ અલવિદા કહી દેશે. તમને જણાવી દઈએ કે વોર્નરની ઘરઆંગણે આ છેલ્લી T20 સિરીઝ હતી અને પર્થમાં રમાયેલી આ મેચ તેની ઘરઆંગણે છેલ્લી T20 ઈન્ટરનેશનલ હતી. જોકે, T20 વર્લ્ડ કપ પહેલા ડેવિડ વોર્નર IPL 2024માં જોવા મળશે. તે દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરી શકે છે કારણ કે રિષભ પંતની ફિટનેસ પર હજુ પણ પ્રશ્ન છે.
આ પણ વાંચો: રાજકોટમાં 700-800 રન નહીં બને, પીચને લઈ ભારતીય ખેલાડીનું મોટું નિવદેન