જે ટીમે 2 વર્ષ સુધી ભાવ ના આપ્યો તે ખેલાડીએ જ દર્શાવ્યો દમ, હરાજીમાં ખરીદનાર પણ નહોતા મળ્યાં, હવે તે રમશે IPL ફાઈનલ

IPL 2022માં ધમાકેદાર દેખાવ કરનાર આ બેટ્સમેને આ વખતે પોતાની 11 વર્ષની IPL કરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે અને અત્યાર સુધીમાં 449 રન બનાવ્યા છે.

જે ટીમે 2 વર્ષ સુધી ભાવ ના આપ્યો તે ખેલાડીએ જ દર્શાવ્યો દમ, હરાજીમાં ખરીદનાર પણ નહોતા મળ્યાં, હવે તે રમશે IPL ફાઈનલ
David Miller and Hardik Pandya vs Rajasthan RoyalsImage Credit source: BCCI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2022 | 7:42 AM

IPLમાં ક્યારે અને કયો ખેલાડી કમાલ કરશે અથવા કઈ ટીમ ઉપરથી નીચે પટકાશે કે તળીયેથી ઉપર જશે તેની કોઈ ખાતરી નથી. મોટા દિગ્ગજો પણ IPLમાં સંઘર્ષ કરતા જોવા મળ્યા છે. જ્યારે ઘણા અજાણ્યા ખેલાડીઓ પણ IPLમાં પોતાનો પરચમ લહેરાવીને લોકોની નજરમાં રાતોરાત ચમક્યા છે. ક્યારેક એવું પણ બને છે કે જો કોઈ ખેલાડીને એક ટીમમાં સફળતા ના મળે તો તે બીજી ટીમમાં જાય છે અને ત્યાં પોતાના નામ મુજબનો દમ દર્શાવે છે. આના ઘણા ઉદાહરણો છે અને સૌથી તાજેતરનો કિસ્સો IPL 2022નો છે, જ્યાં ગુજરાત ટાઇટન્સનો સ્ટાર દક્ષિણ આફ્રિકાનો બેટ્સમેન ડેવિડ મિલર (David Miller) સાતમા આસમાન પર પહોંચી ગયો છે. વિસ્ફોટક બેટ્સમેને પ્રથમ ક્વોલિફાયરમાં શાનદાર ઇનિંગ રમી હતી અને તેની પ્રથમ સિઝનમાં જ તેની ટીમ ગુજરાત ટાઇટન્સને ફાઇનલમાં (IPL Final) પહોંચાડી હતી.

મંગળવાર 24 મેના રોજ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલ પ્લેઓફ રાઉન્ડના પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 3 બોલ બાકી રહેતા 7 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને જોસ બટલરના શાનદાર 89 રનની મદદથી 188 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે છેલ્લી ઓવરમાં કેપ્ટન હાર્દિક પંડ્યા અને મિલર વચ્ચે ચોથી વિકેટ માટે અણનમ 106 રનની ભાગીદારીના આધારે મેચ જીતી લીધી હતી. ગુજરાતની આ જીતનો હીરો મિલર હતો. જેણે છેલ્લી ઓવરમાં સતત ત્રણ સિક્સ ફટકારી ટીમને શાનદાર જીત અપાવી હતી.

રાજસ્થાન માટે બે વર્ષમાં માત્ર 10 મેચ રમી છે

મિલરે આ મેચમાં 38 બોલમાં 68 રનની જબરદસ્ત ઇનિંગ રમી હતી અને તે ગુજરાતનો સ્ટાર સાબિત થયો હતો. મિલરની આ ઇનિંગ ખૂબ જ ખાસ હતી, પરંતુ જે વાતે તેને વધુ ખાસ બનાવ્યું તે એ હતું કે તેણે આ ઇનિંગ તે જ રાજસ્થાન રોયલ્સ સામે રમી હતી, જેનો તે છેલ્લી સતત બે સિઝનનો ભાગ હતો, જ્યાં તેને સંપૂર્ણ તક મળી ન હતી. રાજસ્થાને 2020માં મિલરને ખરીદ્યો હતો, પરંતુ તેને બહુ તક આપી ના હતી. 2022માં દક્ષિણ આફ્રિકાના આ વિસ્ફોટક બેટ્સમેનને માત્ર 1 મેચમાં મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો, જ્યારે 2021માં માત્ર 9 મેચો. એટલે કે બે સિઝનમાં માત્ર 10 મેચ. જો કે, મિલર પણ સંપૂર્ણ પ્રદર્શન કરી શક્યો ન હતો અને તેણે માત્ર 124 રન બનાવ્યા હતા. જે બાદ રાજસ્થાને આ વખતે તેને કરારમાંથી મુક્ત કર્યો હતો.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

મેગા ઓક્શનમાં પણ ખરીદદાર ના મળ્યા

મિલર સાથે બીજી આઘાતજનક ઘટના એ બની કે તેને મેગા ઓકશનમાં કોઈ ખાસ રસ દાખવવામાં આવ્યો નહતો. ફેબ્રુઆરીમાં યોજાયેલી મેગા હરાજીમાં, મિલરને હરાજીના પ્રથમ રાઉન્ડમાં કોઈપણ ટીમે ખરીદ્યો ન હતો, જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. પછી જ્યારે ફરી નંબર આવ્યો ત્યારે ગુજરાત ટાઇટન્સે તેને 3 કરોડમાં પોતાની સાથે સામેલ કર્યો અને હવે ટીમને તેના સારા પરિણામો મળી રહ્યા છે. આ સિઝનમાં મિલરે અત્યાર સુધી 15 ઇનિંગ્સમાં 64ની એવરેજ અને 141ના સ્ટ્રાઇક રેટથી 449 રન બનાવ્યા છે, જે આઇપીએલમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ મેચ પહેલા પણ મિલરે ટીમને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર કાઢીને CSK સામે જીત અપાવી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">