Breaking News : લીડ્સ ટેસ્ટ વચ્ચે દિગ્ગજ ક્રિકેટરનું મોત, ક્રિકેટ જગતમાં શોકની લાગણી
પૂર્વ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ડેવિડ લોરેન્સનું ૬૧ વર્ષની વયે મોટર ન્યુરોન રોગને કારણે નિધન થયું છે. ટૂંકા આંતરરાષ્ટ્રીય કરિયર છતાં, તેઓ ઘરઆંગણે સફળ રહ્યા હતા. તેમના નિધનથી ક્રિકેટ જગત શોકમાં ગરકાવ થયું છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણી દરમિયાન એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઇંગ્લેન્ડના પૂર્વ ઝડપી બોલર ડેવિડ લૉરેન્સનું 61 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનના સમાચારથી સમગ્ર ક્રિકેટ જગતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
ઇન્ટરનેશનલ કારકિર્દી ટૂંકી, પણ ઘરમાં ઝળહળ્યો
ડેવિડ લૉરેન્સે ઇંગ્લેન્ડ માટે વર્ષ 1988માં ડેબ્યુ કર્યું હતું અને 1992માં તેમનો અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો હતો. પોતાના ટૂંકા ઈન્ટરનેશનલ કરિયર દરમિયાન તેમણે 5 ટેસ્ટ મેચમાં 18 વિકેટ અને 1 વનડેમાં 4 વિકેટ પોતાના નામે કરી હતી. જો કે ઘરના ક્રિકેટમાં તેઓ અત્યંત સફળ રહ્યા હતા.
તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 515 વિકેટ અને લિસ્ટ એ મેચોમાં 155 વિકેટ ઝડપી હતી. વર્ષ 2022માં તેમને તેમના કાઉન્ટી ક્લબ ગ્લોસ્ટરશર માટે પ્રમુખ તરીકે પણ નિમવામાં આવ્યા હતા.
મોટર ન્યુરોન રોગ સામે લડીને ગુજરી ગયા
લૉરેન્સ લાંબા સમયથી મોટર ન્યુરોન રોગ સામે લડી રહ્યા હતા. તેમના પરિવાર દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું:
‘ખૂબ જ દુઃખ સાથે જણાવવું પડે છે કે ડેવ લોરેન્સ એમબીઇનું મોટર ન્યુરોન રોગ સામે બહાદુરીથી લડતા નિધન થયું છે. સિડ ક્રિકેટ મેદાન પર અને મેદાનની બહાર એક પ્રેરણાદાયી વ્યક્તિ હતા, અને સૌથી ઉપર તેમના પરિવારને, જેઓ તેમના મૃત્યુ સમયે તેમની સાથે હતા.’
રમતની અંદર આક્રમક, બહાર મીતભાષી
ગ્લોસ્ટરશરમા જન્મેલા લૉરેન્સ ક્રિકેટ મેદાન પર પોતાની આગવી બોલિંગ શૈલી માટે જાણીતા હતા, જ્યારે મેદાનની બહાર તેમના મિત્રભાવપૂર્ણ સ્વભાવને કારણે તેઓ ખુબ લોકપ્રિય રહ્યા. તેમને યાદ કરતા તેમના પૂર્વ સાથી ખેલાડીઓ અને પ્રશંસકોએ સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.