AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yuzvendra Chahal Hat-trick : યુઝવેન્દ્ર ચહલે IPL 2025ની પહેલી હેટ્રિક લીધી, ધોની સહિત 4 ખેલાડીઓને કર્યા આઉટ

પંજાબ કિંગ્સના સ્ટાર લેગ-સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે ઈતિહાસ રચ્યો છે. ચહલે IPL 2025ની 49મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે શાનદાર બોલિંગ કરી અને હેટ્રિક લીધી હતી. આ સાથે, ચહલ IPL 2025માં હેટ્રિક લેનાર પ્રથમ બોલર પણ બન્યો હતો.

Yuzvendra Chahal Hat-trick : યુઝવેન્દ્ર ચહલે IPL 2025ની પહેલી હેટ્રિક લીધી, ધોની સહિત 4 ખેલાડીઓને કર્યા આઉટ
Yuzvendra ChahalImage Credit source: PTI
| Updated on: Apr 30, 2025 | 10:21 PM
Share

30 એપ્રિલ, બુધવારના રોજ ચેપોક સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ચહલે પંજાબ કિંગ્સ માટે 19મી ઓવરમાં આ અદ્ભુત પરાક્રમ કર્યું હતું. ભારતીય લેગ-સ્પિનરે આ ઓવરમાં 4 વિકેટ લીધી હતી, જેમાં એમએસ ધોનીની વિકેટ અને એક હેટ્રિકનો સમાવેશ થાય છે. IPLની 18મી સિઝનમાં છેલ્લી 48 મેચોમાં કોઈ ખેલાડીએ હેટ્રિક લીધી ન હતી. ઘણા બોલરો આ સિદ્ધિ હાંસલ કરવાની નજીક પહોંચ્યા હતા, પરંતુ તેમ છતાં તે ચૂકી ગયા. આખરે, 49મી મેચમાં, IPL ઈતિહાસના સૌથી સફળ બોલર યુઝવેન્દ્ર ચહલે આ ચમત્કાર કર્યો, તે પણ IPLની સૌથી સફળ ટીમ સામે.

19મી ઓવરમાં ચહલે કર્યો કમાલ

આ સિઝનમાં ચહલના પ્રદર્શનમાં ઉતાર-ચઢાવ આવ્યા છે. આ મેચમાં પણ આવી જ સ્થિતિ હતી, જ્યારે તેણે પહેલી 2 ઓવરમાં 23 રન આપ્યા હતા. પછી, ડાબા હાથના બેટ્સમેન સેમ કરનની વિસ્ફોટક બેટિંગ જોઈને કેપ્ટન શ્રેયસ અય્યરે તેને બોલિંગ માટે બોલાવ્યો નહીં. પરંતુ 19મી ઓવરમાં તક મળતા જ ચહલ બોલિંગ કરવા આવ્યો. તેણે વાઈડ બોલથી શરૂઆત કરી. પછી ધોનીએ પહેલા જ બોલ પર સિક્સર ફટકારી. પરંતુ અહીંથી, ચહલે મેચ ફેરવી દીધી અને ઐતિહાસિક હેટ્રિક સહિત 4 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો.

ધોની સહિત ચાર ખેલાડીઓને કર્યા આઉટ

ધોનીએ છગ્ગો ફટકાર્યા પછી, ચહલે બીજા જ બોલ પર ધોનીની વિકેટ લીધી. ધોની બાઉન્ડ્રી પર નેહલ વાઢેરાના હાથે કેચ આઉટ થયો. જે બાદ દીપક હુડ્ડાએ આગલા બોલ પર 2 રન લીધા. હવે ઓવરમાં ત્રણ બોલ બાકી હતા અને ચહલનો જાદુ શરૂ થયો. ઓવરના ચોથા બોલ પર દીપક હુડ્ડા કેચ આઉટ થયો. ત્યારબાદ અંશુલ કંબોજ પાંચમા બોલ પર ક્લીન બોલ્ડ થયો. હવે બધાની નજર તેના પર હતી કે ચહલ છેલ્લા બોલ પર હેટ્રિક પૂર્ણ કરી શકશે કે નહીં? ચહલે પોતાના આકર્ષક બોલથી નવા બેટ્સમેન નૂર અહેમદને મોટો શોટ રમવા માટે મજબૂર કર્યો, પરંતુ બોલ ફક્ત હવામાં જ ઊંચો જઈ શક્યો, જેને માર્કો જેન્સેન દ્વારા સરળતાથી કેચ કરવામાં આવ્યો અને ચહલે હેટ્રીક પૂરી કરી હતી.

ચહલની IPL કારકિર્દીની બીજી હેટ્રિક

આ સાથે, ચહલ IPL 2025માં હેટ્રિક લેનાર પ્રથમ બોલર બન્યો હતો. જોકે, આ પહેલીવાર નથી જ્યારે ચહલે હેટ્રિક લીધી હોય. આ પહેલા ચહલે 2022માં આ સિદ્ધિ મેળવી હતી. તે સમયે રાજસ્થાન રોયલ્સનો ભાગ રહેલા ચહલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હેટ્રિક લીધી હતી. આ સાથે, તે IPLમાં એક કરતા વધુ હેટ્રિક લેનારા બોલરોમાં સામેલ થયો છે. આમાં અમિત મિશ્રા અને યુવરાજ સિંહ જેવા નામોનો સમાવેશ થાય છે. આ પ્રદર્શનથી ચહલે પંજાબ કિંગ્સના નિર્ણયને સાચો સાબિત કર્યો છે. પંજાબે તેને 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

આ પણ વાંચો: MS Dhoni : એમએસ ધોનીનું આગામી મેચ રમવાનું નક્કી નથી, શું IPL કરિયર થઈ ગયું સમાપ્ત?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">