અધડી રાત્રે દેશમાં દિવાળી, ભારત T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બનતા સમગ્ર દેશ ઉજવણીમાં ડૂબ્યો, જુઓ વીડિયો

|

Jun 30, 2024 | 6:43 AM

ટીમ ઈન્ડિયાએ T-20 વર્લ્ડ કપ જીતતા સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે. ભારતની જીત પર પ્રશંસકો આનંદથી ઉમટી પડ્યા હતા. જેના વીડિયો પણ સામે આવ્યા છે જેમાં લોકો ખૂબ ઉત્સાહમાં દેખાઈ રહ્યા છે.

અધડી રાત્રે દેશમાં દિવાળી, ભારત T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બનતા સમગ્ર દેશ ઉજવણીમાં ડૂબ્યો, જુઓ વીડિયો

Follow us on

17 વર્ષની લાંબી રાહ બાદ ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપની ચેમ્પિયન બની છે. દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ફાઈનલ મેચમાં ભારતીય ટીમે શાનદાર જીત હાંસલ કરી હતી. ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ દેશભરમાં ઉજવણીનો માહોલ શરૂ થઈ ગયો છે. લોકો રસ્તા પર ઉતરીને ભારતીય ટીમની જીતની ઉજવણી કરતા જોવા મળે છે.

ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને 7 રને હરાવી વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. સમગ્ર T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા અજેય રહી હતી અને આજે ટીમ ઈન્ડિયા ફાઈનલ મેચમાં શાનદાર જીત હાંસલ કરીને વર્લ્ડ ચેમ્પિયન બની હતી.

આજનું રાશિફળ તારીખ : 04-07-2024
ગંભીરને ફરી આવ્યો ગુસ્સો? પાછળથી આવીને એક વ્યક્તિનું ગળું દબાવી દીધું
કયા વિટામીનની કમીને કારણે પેટ ખરાબ થાય છે?
ગૌતમ સિંઘાનિયા પર આવ્યા આ મોટા સમાચાર...રોકેટ બન્યા Raymond Share
મલ્ટીવિટામિન્સના રોજ ઉપયોગ શું ગેરફાયદા થાય છે?
શ્રાવણનો પહેલો સોમવાર ક્યારે છે? જાણો તમામ તારીખ

અડધી રાત્રે દેશમાં દિવાળી જેવો માહોલ

ભારતીય ટીમે T-20 વર્લ્ડ કપ જીતતા સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે. ભારતની જીત પર પ્રશંસકો આનંદથી ઉમટી પડ્યા હતા. હાથમાં ત્રિરંગો લઈને દરેક જગ્યાએ ઉજવણી થઈ રહી છે.

ચારે બાજુ ચાહકોમાં ઉત્સાહ

મુંબઈથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ભારતે T20 વર્લ્ડ કપ ટાઈટલ જીત્યા બાદ ચાહકો આનંદથી નાચતા જોવા મળે છે. લોકો રસ્તા પર ડાન્સ કરીને જીતની ઉજવણી કરી રહ્યા છે.

આવું જ દ્રશ્ય છત્તીસગઢમાં પણ જોવા મળ્યું હતું. લોકોએ ફટાકડા ફોડી વિજયની ઉજવણી કરી હતી. આ દરમિયાન એક પ્રશંસકે કહ્યું, “કોહલી પર જે રીતે દબાણ હતું, જે રીતે તેણે ફાઈનલ રમી, જીત નિશ્ચિત હતી.”

દેશના અલગ-અલગ ખૂણેથી આવી જ તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે, જેમાં ભારતીયોને તેમની ટીમની જીતની આકસ્મિક ઉજવણી કરતા જોઈ શકાય છે.

ભારતે છેલ્લે 2007માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો

તમને જણાવી દઈએ કે ભારતનો આ બીજો T20 વર્લ્ડ કપ છે. ભારતે છેલ્લે 2007માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો જ્યારે છેલ્લે 2011માં ODI વર્લ્ડ કપ જીત્યો હતો.

ભારતે 20 ઓવરમાં 176 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો

બાર્બાડોસમાં રમાયેલી આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 176 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો. જવાબમાં દક્ષિણ આફ્રિકા ટાર્ગેટની નજીક આવી ગયું હતું, પરંતુ ઘાતક બોલિંગના કારણે ભારતે તેને 169 રન પર રોકી દીધું અને 7 રનથી મેચ અને ટાઇટલ જીત્યું.

Next Article