CSK vs GT, IPL 2023 Final Updates : વરસાદને કારણે આજની મેચ રદ્દ, 29મેના ‘રિઝર્વ ડે’ના દિવસે રમાશે IPLની ફાઈનલ મેચ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2023 | 11:15 PM

Chennai Super Kings vs Gujarat Titans IPL 2023 Final Updates in Gujarati: ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ટાઈટલ માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટક્કર થવાની હતી. પણ વરસાદના કારણે આજની મેચ રદ્દ થઈ છે. આવતી કાલે 29 મેના રોજ આઈપીએલ 2023ની ફાઈનલ મેચ રમાશે.

CSK vs GT, IPL 2023 Final Updates : વરસાદને કારણે આજની મેચ રદ્દ, 29મેના 'રિઝર્વ ડે'ના દિવસે રમાશે IPLની ફાઈનલ મેચ
CSK vs GT, IPL 2023 Final Live Score

આજે 28 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલની ફાઈનલ મેચ રમાવાની હતી. પણ હવે વરસાદના કારણે ફાઈનલ મેચ આવતી કાલે 29 મેના દિવસે રમાશે. આજની મેચ માટેની ટિકિટ આવતીકાલ માટે માન્ય ગણાશે. આઈપીએલ ઈતિહાસમાં પહેલીવાર આઈપીએલની ફાઈનલ મેચ રિઝર્વ ડેના દિવસે રમાશે.

વરસાદને કારણે ઘણા ફેન્સ પહેલાથી જ સ્ટેડિયમ છોડીને પરત ફરી રહ્યા હતા. સાંજે 7 કલાકથી શરુ થયેલી વરસાદ રાત્ર 11 વાગ્યે પણ બંધ ન થતા. આજની મેચ રદ્દ કરવામાં આવી હતી. હવે આઈપીએલ 2023ની ફાઈનલ મેચ આવતી કાલે 29 મેના દિવસે રમાશે. દર્શકોની ફિઝિકલ ટિકિટ કાલની મેચ માટે માન્ય રહેશે. આજે 11 વાગ્યે અમ્પાયર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

29 મેના દિવસે થશે આઈપીએલ 2023ની ફાઈનલ મેચ

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 28 May 2023 11:00 PM (IST)

    GT vs CSK, IPL 2023 Final Live Score: 29મેના રિઝર્વ ડેના દિવસે રમાશે IPLની ફાઈનલ મેચ

    આજે 28 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલની ફાઈનલ મેચ રમાવાની હતી. પણ હવે વરસાદના કારણે ફાઈનલ મેચ આવતી કાલે 29 મેના દિવસે રમાશે. આજની મેચ માટેની ટિકિટ આવતીકાલ માટે માન્ય ગણાશે. આઈપીએલ ઈતિહાસમાં પહેલીવાર આઈપીએલની ફાઈનલ મેચ રિઝર્વ ડેના દિવસે રમાશે.

  • 28 May 2023 10:36 PM (IST)

    GT vs CSK, IPL 2023 Final Live Score: અમ્પાયર દ્વારા આપવામાં આવી મહત્વની અપડેટ

    વરસાદને કારણે 7 વાગ્યાથી ફાઈનલ મેચ અટકી છે. વરસાદ અટકી જાય ત્યાર બાદ મેચ રમવા માટે ગ્રાઉન્ડ તૈયાર કરવામાં લગભગ 1 કલાક લાગશે. અમ્પાયર દ્વારા જણાવવામાં આવ્યું છે કે મેચ 11 વાગ્યાથી શરુ થાય તો 5-5 ઓવરની ફાઈનલ મેચ થશે.

  • 28 May 2023 10:32 PM (IST)

    GT vs CSK, IPL 2023 Final Live Score: વરસાદને કારણે પરત ફરી રહ્યા છે દર્શકો

    આજે 7.30 કલાકથી શરુ થનારી ફાઈનલ મેચ હજુ સુધી શરુ થઈ શકી નથી. વરસાદને કારણે ક્રિકેટ પ્રેમીઓના ઉત્સાહ પર પાણી ફરી વળ્યું છે. ઘણા દર્શકો વરસાદને કારણે સ્ટેડિયમમાંથી પરત ફરી રહ્યાં છે.

  • 28 May 2023 09:44 PM (IST)

    GT vs CSK, IPL 2023 Final Live Score: ફાઈનલ મેચની ઓવર્સમાં ઘટાડો શરુ થયો

    8.35 કલાક સુધીમાં મેચ શરુ ના થતા, હવે ફાઈનલ મેચની ઓવરમાં ઘટડો શરુ થયો છે. વરસાદ બંધ થશે ત્યારે અમ્પાયરના નિર્ણય અનુસાર 20 ઓવર કરતા ઓછી ઓવરમાં બંને ટીમો વચ્ચે મેચ રમાશે.  

  • 28 May 2023 09:37 PM (IST)

    GT vs CSK, IPL 2023 Final Live Score: વરસાદ ફરી શરુ, મેચ શરુ થવામાં વિલંબ

    નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાલમાં જ વરસાદ બંધ થતા ખેલાડીઓ પ્રેક્ટિસ માટે મેદાન પર આવ્યા હતા. પણ 9.20 કલાકે વરસાદ ફરી શરુ થતા. પિચને ફરી કવર્સથી ઢાંકવામાં આવી હતી. ખેલાડીઓ પ્રેક્ટિસ છોડીને ડગઆઉટ તરફ દોડયા હતા. દર્શકોમાં વરસાદથી બચવા માટે દોડધામ મચી હતી.

  • 28 May 2023 09:11 PM (IST)

    GT vs CSK, IPL 2023 Final Live Score: આખરે હવે પીચ પરથી કવર્સ હટતા રાહત

    ક્રિકેટ ચાહકો લાંબા સમયથી વરસાદ રોકાઈ જવાના અને મેચ શરુ થવાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ આ દરમિયાન હવે પીચ પરથી કવર્સ હટ્યા છે અને હવે થોડીવારમાં ટોસ અંગે નિર્ણય થઈ શકે છે. એટલે કે ઝડપથી ટોસ થવાની આશા છે.

  • 28 May 2023 08:30 PM (IST)

    GT vs CSK, IPL 2023 Final Live Score: ફરીથી વરસાદે મેચ વધુ મોડી થઈ

    વરસાદ ફરીથી વરસવો શરુ થતા મેચ વધુ મોડી થઈ છે. જોકે મેચ 9.35 કલાક સુધીમાં શરુ થશે તો નિર્ધારીત ઓવરની મેચ રમાઈ શકે છે.

  • 28 May 2023 07:49 PM (IST)

    GT vs CSK, IPL 2023 Final Live Score: વરસાદ રોકાતા રાહત

    અમદાવાદમાં વરસાદ રોકાઈ ચૂક્યો છે. જેને લઈ હવે રાહત સર્જાઈ છે. જોકે આ પહેલા કરા સાથે વરસાદ વરસતા મેચ શરુ થવાને લઈ ચિંતા વ્યાપી ગઈ હતી. જોકે ટોસ ક્યારે થશે એ અંગે અપડેટની રાહ જોવાઈ રહી છે.

  • 28 May 2023 07:03 PM (IST)

    GT vs CSK, IPL 2023 Final Live Score: વરસાદને લઈ ટોસ મોડો થશે

    અમદાવાદમાં વરસાદી માહોલ છે અને પીચ પર કવર્સ ઢાંકવામાં આવ્યા છે. હાલના વાતાવરણની સ્થિતીને લઈ ટોસ મોડો ઉછળશે. નિર્ધારીત સમય 7.00 કલાકે સાંજે ટોસ ઉછાળવામાં આવનાર હતો અને મેચની રમત 7.30 કલાકે થનારી હતી. મેદાનથી સામે આવતા અપડેટ મુજબ વરસાદને લઈ મેદાન ખૂબ જ ભીનુ છે અને જેને લઈ રમત મોડી શરુ થઈ શકે છે.

  • 28 May 2023 06:38 PM (IST)

    GT vs CSK, IPL 2023 Final Live Score: મેચ પહેલા અમદાવાદમાં વરસાદ

    મેચ પહેલા અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદને લઈ ક્રિકેટ ચાહકો પણ ચિંતામાં ડૂબ્યા છે. તો વળી પિચ પર માહોલને લઈ કવર્સ લગાડવામાં આવેલા છે.

  • 28 May 2023 06:29 PM (IST)

    GT vs CSK, IPL 2023 Final Live Score: અંબાતી રાયડૂએ લીધો સંન્યાસ

    ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રવિવારે ફાઈનલ ટક્કર થનારી છે. આ પહેલા જ અંબાતી રાયડૂએ પોતાના સંન્યાસની ઘોષણા કરી દીધી છે. ચેન્નાઈ સાથે બે વાર આઈપીએલ ટાઈટલ જીતનારો અનુભવી બેટર રાયડૂએ ફાઈલ પહેલા પહેલા જ આ અંગેનુ એલાન કર્યુ છે.

  • 28 May 2023 05:17 PM (IST)

    GT vs CSK, IPL 2023 Final Live Score: ફાઈનલ પર વરસાદનુ સંકટ

    વરસાદને લઈ ફાઈનલની મજા ખરાબ થઈ શકે છે. રાત્રે 8 થી 9 કલાકની વચ્ચે વરસાદ વરસવાની આગાહી છે. એક્યુવેધર અનુસાર રાત્રી દરમિયાન આકાશમાં કાળા વાદળો છવાયેલા રહેશે.

  • 28 May 2023 05:15 PM (IST)

    GT vs CSK, IPL 2023 Final Live Score: ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે ત્રીજી ટક્કર

    ગુજરાત અને ચેન્નાઈ સિઝનમાં ત્રીજી વાર એક બીજાને આમને સામને ટકરાઈ રહ્યા છે. સિઝનની ઓપનિંગ મેચમાં જ બંને વચ્ચે ટક્કર થઈ હતી અને જેમાં ગુજરાતે 5 વિકેટે જીત મેળવી હતી. આ મેચ અમદાવાદમાં રમાઈ હતી. જેના બાદ ક્વોલિફાયર-1 મેચમાં ચેન્નાઈનો ચેપોકમાં 15 રનથી વિજય થયો હતો.

  • 28 May 2023 05:09 PM (IST)

    GT vs CSK, IPL 2023 Final Live Score: ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે ફાઈનલ ટક્કર

    આજે રવિવારે IPL 2023 Final અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે હાઈવોલ્ટેજ ટક્કર થનારી છે. હાર્દિક પંડ્યા ઘર આંગણે ટીમની સતત બીજી સિઝનમાં જીત અપાવવા માટે ઈરાદો રાખશે.

Published On - May 28,2023 5:07 PM

Follow Us:
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">