Women’s T20 World Cup 2026: શું ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામે હારવા છતાં સેમિફાઇનલ રમશે? જુઓ સમીકરણ
India Women Semi Final Scenario : મહિલા ટી20 વર્લ્ડકપ 2026ની ભારતીય મહિલા ટીમને ત્રીજી મેચમાં સાઉથ આફ્રિકા સામે હાર મળી હતી. ત્યારબાદ હવે મોટો સવાલ એ છે કે, હવે તે સેમિફાઈનલમાં કેવી રીતે પહોચશે? તો ચાલો જાણીએ સમીકરણ શું છે

India Women Semi Final Scenario after South Africa match : ભારતની મહિલા ક્રિકેટ ટીમને મહિલા ટી20 વર્લ્ડકપ 2016માં પોતાની ત્રીજી મેચમાં સાઉથ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો છે. મૈનચેસ્ટરમાં રમાયેલી આ મેચમાં સાઉથ આફ્રિકાએ ભારતીય મહિલા ટીમને 6 વિકેટથી હરાવ્યું હતુ. ત્યારબાદ એક જ સવાલ થાય છે કે, ટીમ ઈન્ડિયા મહિલા ટી20 વર્લ્ડકપ 2026ની ફાઈનલમાં કેવી રીતે પહોંચશે.
પોઈન્ટ ટેબલમાં સાઉથ આફ્રિકાથી આગળ છે ભારત
અત્યારસુધી 3-3 મેચ રમાયા બાદ ભારતીય મહિલા ટીમ ગ્રુપ 1માં ઓસ્ટ્રેલિયા બાદ બીજા નંબર પર છે. ભારતે 3માંથી 2 મેચ જીતી છે અને તેના 4 પોઈન્ટ છે. જ્યારે રન રેટ 2.511નો છે. ઓસ્ટ્રેલિયા પોતાની 3 મેચ જીતી ટોપ પર છે. સાઉથ આફ્રિકાની ટીમ ભારત સામે જીત્યા બાદ ત્રીજા નંબર પર છે. જેમાં 3માંતી 2 મેચ જીતી 4 પોઈન્ટ મેળવ્યા છે. તેનો રન રેટ માઈન્સ ( -0.546)નો છે.
હાલમાં પોઈન્ટ ટેબલનું ગણિત જોઈ ટીમ ઈન્ડિયા માટે સેમિફાઈનલમાં જવું સરળ દેખાય છે. પરંતુ આગળ સાઉથ આફ્રિકા માટે રસ્તો સરળ છે. ટીમ ઈન્ડિયા માટે તેટલો જ મુશ્કેલ છે. સાઉથ આફ્રિકાને નેધરલેન્ડ અને બાંગ્લાદેશ સામે પોતાની છેલ્લી 2 મેચ રમવાની છે. ભારતને બાંગ્લાદેશ સિવાય ઓસ્ટ્રેલિયા જેવી મજબુત પડકારનો પણ સામનો કરવાનો છે.
ભારત પાસે સેમિફાઈનલ રમવાનું સમીકરણ
ચિત્ર સ્પષ્ટ છે ભારતને સેમિફાઈનલમાં જવા માટે બાંગ્લાદેશની સાથે-સાથે ઓસ્ટ્રેલિયાને હરાવવું પડશે. જો આવું થયું નહી તો. ભારત આગામી 2માંથી એક મેચ હારી જાય તો પ્રાર્થના કરવી પડશે કે, સાઉથ આફ્રિકા, નેધરલેન્ડ કે, બાંગ્લાદેશમાંથી કોઈ એક વિરુદ્ધ હારી જાય. આવું થવા પર સારા રન રેટના આધાર પર ભારતના આગળ જવાના વધારે ચાન્સ રહેશે.
નેટ રન રેટ કેમ જાળવી રાખવો મહત્વપૂર્ણ છે?
પરંતુ જો સાઉથ આફ્રિકા તેની આગામી બંને મેચ જીતી જાય અને ભારત બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયાને હરાવે, તો ત્રણ ટીમો – ભારત, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા – સમાન પોઈન્ટ મેળવી શકે છે, અને તે કિસ્સામાં, આ બંને ટીમો વચ્ચેનો ફાઇનલ નેટ રન રેટના આધારે નક્કી કરવામાં આવશે. તેથી, આગામી મેચોમાં, જીતની સાથે, રન રેટ પણ મહત્વપૂર્ણ છે, જેમાં સાઉથ આફ્રિકા હાલમાં ઓસ્ટ્રેલિયા અને ભારતથી ઘણું પાછળ છે.
