AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પાકિસ્તાનનો મોહમ્મદ આમિર આવતા વર્ષે IPLમાં રમશે! જાણો કઈ રીતે

પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર કથિત રીતે બ્રિટિશ નાગરિકતા મળી ગઈ છે. ત્યારબાદ તે આઈપીએલ રમવાની વાત પર ચર્ચા વધી છે. પાકિસ્તાની ખેલાડી 2008 બાદ આઈપીએલ રમ્યો નથી.

Breaking News :  પાકિસ્તાનનો મોહમ્મદ આમિર આવતા વર્ષે IPLમાં રમશે! જાણો કઈ રીતે
| Updated on: May 21, 2026 | 10:41 AM
Share

પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. આ ચર્ચાનું કારણ તેની બોલિંગ નહી પરંતુ બ્રિટિશ નાગરિકતા છે. રિપોર્ટ મુજબ આમિરને યુનાઈટેડ કિંગડમની નાગરિકતા અને પાસપોર્ટ મળી ગયા છે. ત્યારબાદ તેના આઈપીએલ રમવાની શક્યતાઓ વધુ તેજ બની છે. આમિરની પત્ની નરજિસ ખાન બ્રિટિશ નાગરિક છે અને કહેવામાં આવી રહ્યું છે કે, આ આધાર પર આમિરે થોડા વર્ષો પહેલા નાગરિકતા માટે આવેદન આપ્યું હતુ. કાનુની પ્રકિયા પૂર્ણ થયા બાદ હવે તેને યુકેનો પાસપોર્ટ પણ આપવામાં આવ્યો છે.

આ ઘટના બાદ ક્રિકેટ જગતમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે કે, શું હવે આમિર આઈપીએલ ઓક્શનમાં ભાગ લેશે. પાકિસ્તાની ખેલાડી 2008ની પહેલી સીઝન બાદ ટૂર્નામેન્ટનો ભાગ બની શક્યો નથી. પાકિસ્તાનમાં જન્મેલા અઝહર મહમુદ એક માત્ર એવો ખેલાડી છે. તેને બ્રિટિશ પાસપોર્ટ મળ્યા બાદ ઈંગ્લેન્ડ ખેલાડી તરીકે 2012 થી 2015 વચ્ચે આઈપીએલમાં 23 મેચ રમી હતી.

શું અઝહર મહમુદની જેમ રમશે આમિર?

હવે આમિરની તુલના અઝહર મહમૂદ સાથે કરવામાં આવી રહી છે. જો આઈપીએલના નિયમો હેઠળ તેને મંજુરી મળે છે. તો તે બ્રિટિશ નાગરિકતાના આધાર પર વિદેશી ખેલાડીની કેટેગરીમાં ઓક્શન માટે રજિસ્ટર્ડ કરી શકે છે.

પાકિસ્તાની ખેલાડીઓની આઈપીએલમાં નો એન્ટ્રી

વર્ષ 2008માં મુંબઈમાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાની ખેલાડીઓને આઈપીએલ રમવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. વર્ષ 2008 પહેલા શાહિદ અફરીદી,શોએબ અખ્તર,શોએબ મલિક અને સોહેલ તનવીર જેવા પાકિસ્તાની ખેલાડીઓ આ લીગનો ભાગ રહી ચૂક્યા છે. ત્યારબાદ કોઈ પણ પાકિસ્તાની ખેલાડી આ લીગમાં સામેલ થયો નથી.

આ પાકિસ્તાની ખેલાડી રમી ચૂક્યો છે આઈપીએલ

આ કડક નિયમો વચ્ચે પાકિસ્તાનનો પૂર્વ ઓલરાઉન્ડર અઝહર મહમુદ એક માત્ર એવો ખેલાડી રહ્યો છે. જે બાદમાં આઈપીએલ રમી ચૂક્યો છે. અઝહર મહમુદે બ્રિટિશ નાગરિકતા મળ્યા બાદ વર્ષ 2012 અને 2013માં પંજાબ કિંગ્સ અને 2015માં કોલકતા નાઈટ રાઈડર્સનું પ્રતિનિધિત્વ કર્યું હતુ. તેની પાસે બ્રિટિશ પાસપોર્ટ હોવાના કારણે તેને પાકિસ્તાની નહી પરંતુ એક ઈંગ્લિશ ક્રિકેટરના રુપે રજિસ્ટર કર્યું હતુ. જેનાથી તેનો રસ્તો ચોખ્ખો થયો હતો, હવે મોહમ્મદ આમિર પણ આ ફોર્મુલા હેઠળ આઈપીએલનો ભાગ બની શકે છે.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે.  અહી ક્લિક કરો

Follow Us
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
g clip-path="url(#clip0_868_265)">