AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : IPL 2026ની ફાઈનલમાં છવાશે વૈભવ સૂર્યવંશી, આ 5 મોટા એવોર્ડ જીતી શકે છે

IPL 2026 ની ફાઇનલ પછી વૈભવ સૂર્યવંશી પર એવોર્ડનો વરસાદ થઈ શકે છે. 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ આ IPL સીઝન દરમિયાન બેટિંગ કરી અને તેની ટીમને પ્લેઓફ સુધી પહોંચવામાં મદદ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

Breaking News : IPL 2026ની ફાઈનલમાં છવાશે વૈભવ સૂર્યવંશી, આ 5 મોટા એવોર્ડ જીતી શકે છે
| Updated on: May 31, 2026 | 11:59 AM
Share

આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચ રમાવાની છે. ત્યારે ચાહકો પોતાની ટીમને સપોર્ટ કરવા માટે સ્ટેડિયમ પહોચશે. મેચ પૂર્ણ થયા બાદ વિજેતા ટીમને ટ્રોફી આપવામાં આવશે. તેમજ અનેક કેટેગરીમાં વિજેતા ખેલાડીઓને પણ ઈનામ આપવામાં આવશે. ત્યારે તમને જણાવી દઈએ કે, આઈપીએલ 2026ની ફાઈનલમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વૈભવ સૂર્યવંશીનું નામ ગુંજશે. તો ચાલો જાણીએ કેમ

IPL 2026 સીઝન હવે તેના અંતિમ તબક્કામાં છે. આ સીઝનમાં રનનો વરસાદ થયો અને ઘણા બેટ્સમેનો ચર્ચામાં રહ્યા છે. જો કોઈ એક ચહેરો સૌથી વધુ ધ્યાન ખેંચતો હોય, તો તે રાજસ્થાન રોયલ્સના યુવા ઓપનિંગ બેટ્સમેન વૈભવ સૂર્યવંશી હતો. 15 વર્ષની ઉંમરે, વૈભવે તેની રમતથી વિશ્વભરના દિગ્ગજ ખેલાડીઓને પ્રભાવિત કર્યા છે, જેના કારણે તે રાષ્ટ્રીય ટીમમાં ડેબ્યૂને લાયક છે કે નહીં તે અંગે ચર્ચા શરૂ થઈ છે. વૈભવે આ સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, હાલમાં તે ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે.

વૈભવ સૂર્યવંશીનું નામ પહેલા સ્થાને

તો હવે તમે કહેશો કે, મેચ ગુજરાત અને બેંગ્લુરુ વચ્ચે છે તો. રાજસ્થાન રોયલ્સના ખેલાડી વૈભવ સૂર્યવંશીનું નામ કેમ ગુંજશે. તો તમને જણાવી દઈએ કે, વૈભવ સૂર્યવંશીએ તાબડતોડ ઈનિગ્સ રમી ક્રિકેટ જગતમાં ધમાલ મચાવી છે. તેમણે આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ માટે રમી અનેક વિશ્વ રેકોર્ડ તોડ્યા છે. જેમાં સૌથી જલ્દી 1000 રન પુરા કરવાનો રેકોર્ડ પણ સામેલ છે. એલિમિનેટર મેચ પછી આઈપીએલ 2026માં સૌથી વધારે રન બનાવનાર વૈભવ સૂર્યવંશી છે. જેની પાસે ઓરેન્જ કેપ છે. વૈભવ સૂર્યવંશીએ 16 ઈનિગ્સમાં 776 રન પુરા કર્યા છે. જેમાં 1 સદી અને 4 અડધી સદી સામેલ છે.ઓરેન્જ કેપના લિસ્ટમાં વૈભવ સૂર્યવંશીનું નામ પહેલા સ્થાને છે. વૈભવ સૂર્યવંશીએ 16 મેચમાં 776 રન બનાવ્યા છે.

બીજા સ્થાને ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન શુભમન ગિલ છે. જેમણે 15 મેચમાં 722 રન બનાવ્યા છે. ત્રીજા સ્થાને સાંઈ સુદર્શન છે. જેમણે 16 મેચમાં 710 રન બનાવ્યા છે.વિરાટ કોહલી ટોપ 5માં પણ નથી. જો આજે ગિલ અને સાંઈ સુદર્શન મોટો સ્કોર બનાવવામાં સફળ ર નહી થાય તો ઓરેન્જ કેપ વૈભવ સૂર્યવંશીના માથા પર સજશે.

વૈભવ સૂર્યવંશી આ 5 મોટા એવોર્ડ જીતી શકે છે

  • પહેલો એવોર્ડ ઈલેક્ટ્રિક સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સીઝનનો એવોર્ડ નક્કી છે. આ એવોર્ડમાં જે ખેલાડીનો સ્ટ્રાઈક રેટ સૌથી સારો રહે તેને આપવામાં આવે છે.
  • વૈભવ સૂર્યવંશીએ આઈપીએલ 2026માં કુલ 72 સિક્સ ફટકારી છે. તેમને સૌથી વધારે સિક્સ ફટકારવાનો એવોર્ડ પણ આપવામાં આવી શકે છે. એવોર્ડમાં પ્રાઈઝમની તરીકે 10 લાખ રુપિયા મળશે.
  • વૈભવ સૂર્યવંશીને ઈમર્ઝિંગ પ્લેયર ઓફ ધ સીઝનનો એવોર્ડ મળવાની પણ શક્યતા છે. આ એવોર્ડમાં એ ખેલાડીઓને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે. જેનો જન્મ 1 એપ્રિલ 2000 બાદ થયો હોય.
  • વૈભવ સૂર્યવંશીને મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સીઝનનો એવોર્ડ પણ મળી શકે છે. વૈભવ સૂર્યવંશીના હાલમાં 436.5 અંક છે. તો ગુજરાત ટાઈટન્સના ફાસ્ટ બોલર કાગિસો રબાડાના નામે 408 પોઈન્ટ છે. જો આજે રબાડા ફાઈનલમાં સારું પ્રદર્શન ન કરે તો વૈભવને આ એવોર્ડ મળશે.
  • વૈભવ સૂર્યવંશી 776 રનની સાથે ઓરેન્જ કેપની રેસમાં હાલમાં ટોપ પર છે. વૈભવ બાદ ગુજરાત ટાઈટન્સના બેટ્સમેન ગિલ 722 રન અને સાંઈ સુદર્શન 710 રન આવે છે. જો ગિલ 55 રન બનાવી ન શકે અને સુદર્શન 67 રન ન બનાવે તો વૈભવ સૂર્યવંશીને આ એવોર્ડ આપવામાં આવી શકે છે. ઓરેન્જ કેપ તરીકે 10 લાખ રુપિયા આપવામાં આવશે.

આઈપીએલ 2026માં વૈભવ સૂર્યવંશીએ અનેક રેકોર્ડ તોડ્યા, પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો

Follow Us
કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ
કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ
Breaking News: ગુજરાતના અનેક જિલ્લાઓમાં પ્રી-મોન્સુન વરસાદ
Breaking News: ગુજરાતના અનેક જિલ્લાઓમાં પ્રી-મોન્સુન વરસાદ
આરોગ્ય વિભાગની તવાઈ, એનાલોગ પનીર વેચતા 27 વેપારીઓ ઝડપાયા
આરોગ્ય વિભાગની તવાઈ, એનાલોગ પનીર વેચતા 27 વેપારીઓ ઝડપાયા
મંત્રી પ્રફુલ પાનસેરિયા લાલઘૂમ: અધિકારીઓનો આકરો ઉધડો લીધો
મંત્રી પ્રફુલ પાનસેરિયા લાલઘૂમ: અધિકારીઓનો આકરો ઉધડો લીધો
રાજ્યમાં 8-9 જૂને ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં 8-9 જૂને ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
'AAP' ની પોલ ખૂલી! કેન્દ્રીય નેતાને ડરાવવા IBના નામે 'મોટો ખેલ' કર્યો
'AAP' ની પોલ ખૂલી! કેન્દ્રીય નેતાને ડરાવવા IBના નામે 'મોટો ખેલ' કર્યો
જામનગરમાં જીવલેણ દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ- જુઓ ટાવર પડવાના CCTV
જામનગરમાં જીવલેણ દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ- જુઓ ટાવર પડવાના CCTV
'બોર' ફેલ થતાં 3000 ની વસ્તી અને પશુધનની હાલત કફોડી - જુઓ Video
'બોર' ફેલ થતાં 3000 ની વસ્તી અને પશુધનની હાલત કફોડી - જુઓ Video
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
g clip-path="url(#clip0_868_265)">