AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : દિવાળી પર અયોધ્યા જઈ રહ્યા છો? તો બદલાયો છે દર્શન અને આરતીનો સમય, તો એક વખત આ શેડ્યુલ ચેક કરી લેજો

Ayodhya Ram Mandir : જો તમે પણ માતા-પિતા પરિવાર સાથે અયોધ્યા જઈ રહ્યા છો. તો એક વખત આ સ્ટોરી વાંચી લેજો. કારણ કે,1 નવેમ્બરથી અયોધ્યા રામ મંદિર ( Ayodhya Ram Mandir)માં દર્શન અને આરતીનો સમય બદલાશે. તો ચાલો વિસ્તારથી જાણી લઈ કપાટ ક્યારે ખુલશે અને બંધ થશે.

Breaking News :   દિવાળી પર અયોધ્યા જઈ રહ્યા છો? તો બદલાયો છે દર્શન અને આરતીનો સમય, તો એક વખત આ શેડ્યુલ ચેક કરી લેજો
Image Credit source: PTI
| Updated on: Oct 26, 2026 | 8:36 AM
Share

અયોધ્યા (Ayodhya)માં રામલ્લાના દર્શનનો પ્લાન બનાવી રહેલા શ્રદ્ધાળુઓ માટે એક મહત્વપૂર્ણ સુચના સામે આવી રહી છે. હવામાનમાં ફેરફારની સાથે શ્રીરામ જન્મભૂમિ મંદિર પ્રશાસને પુજા -પાઠની વ્યવસ્થામાં ફેરફાર કર્યો છે. જેની અસર સવારની પહેલી આરતીથી લઈ રાતમાં મંદિર બંધ થવા સુધી પડશે. શ્રદ્ધાળુઓને દર્શન માટે મળનાર સમયની સાથે ભોગ અને આરામના સમયનું ધ્યાન રાખવું પડશે.

અયોધ્યા સ્થિત શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં વિરાજમાન રામલ્લાની પુજા,આરતી,ભોગ અને દર્શનના શેડ્યુલમાં 1 નવેમ્બરથી ફેરફાર થશે. ઋતુ પરિવર્તનને જોઈ મંદિર પ્રશાસને સમયમાં ફેરફારની જાહેરાત કરી છે.

સવારે 4 કલાકે મંદિરના કપાટ ખુલશે

મંદિર પ્રશાસન અનુસાર 3:45ના બદલે 4 કલાકે મંદિરના કપાટ ખુલશે. સવારે 4:30 કલાકે મંગળા આરતી થશે. તેમજ સવારે 6:30 કલાકે શ્રૃંગાર આરતી અને સવારે 7 કલાકે શ્રદ્ધાળુઓના દર્શન શરુ થશે.

મંદિર પ્રશાસન તરફથી કહેવામાં આવ્યું કે, સવારે 8 થી 8:10 કલાક સુધી બાલભોગ માટે કપાટ બંધ રહેશે. સવારે 11:30 કલાકથી બપોરના 12 કલાક સુધી રાજભોગ બપોર 12:30 થી 1:30 કલાક સુધી રામલલાના આરામનો સમય નક્કી કરવામાં આવ્યો છે.

બપોરના 1:35 કલાકથી ફરી દર્શન શરુ થશે. સાંજે 7 કલાકે સંધ્યા આરતી થશે. સાંજે 9:30 કલાકે શયન આરતી પછી 10 કલાકે મંદિરના કપાટ બંધ થશે. હાલમાં 10:30 કલાકે મંદિરના કપાટ બંધ થતા હતા.

નવી વ્યવસ્થા 1 નવેમ્બરથી લાગુ કરવામાં આવશે.

મંદિરના કપાટ સવારે 4:00વાગ્યે ખુલશે
મંગળા આરતી સવારે 4:30 વાગ્યે
શ્રૃંગાર આરતી સવારે 6:30 વાગ્યે
ભક્તો માટે દર્શન સવારે 7 : 00 વાગ્યે શરૂ થશે
બાલભોગ સવારે 8 : 00 થી 8 : 10 વાગ્યે
રાજભોગ સવારે 11 : 30 થી 12 : 00વાગ્યે
રામલલાનું વિશ્રામ સ્થાન બપોરે 12 : 30 થી 1: 30 વાગ્યે રહેશે
દર્શન બપોરે 1 : 35 વાગ્યે ફરી શરૂ થશે
સંધ્યા આરતી સાંજે 7: 00 વાગ્યે
શયન આરતી  રાત્રે 9 : 30 વાગ્યે
મંદિરના કપાટ  રાત્રે 10: 00 વાગ્યે બંધ થશે

અમદાવાદથી અયોધ્યામાં રામ મંદિર જવા માટે મુખ્ય ફ્લાઇટ, ટ્રેન અને બસ વિકલ્પો છે. અમદાવાદથી અયોધ્યા અથવા ફૈઝાબાદ સુધી સીધી અથવા કનેક્ટિંગ ટ્રેનો ઉપલબ્ધ છે.

રામ મંદિર

5 ઓગસ્ટ, 2020 ના રોજ, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યા ખાતે ભૂમિ પૂજન વિધિ કરવામાં આવી હતી અને મંદિરનું નિર્માણકાર્ય શરૂ થયું હતું. શ્રી રામ, જેને શ્રી હરિ વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે, તે એક વ્યાપકપણે પૂજાતા હિંદુ રાજા છે. પ્રાચીન ભારતીય મહાકાવ્ય, રામાયણ અનુસાર, રામનો જન્મ અયોધ્યામાં થયો હતો. જેને રામજન્મભૂમિ પણ કહેવામાં આવે છે. જે સરયુ નદીના કિનારે આવેલું છે.

રામ મંદિર એ અયોધ્યામાં આવેલ એક હિન્દુ મંદિર છે. જે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ જન્મભૂમિ પર બનાવવામાં આવી રહ્યું છે.  અહી ક્લિક કરો

Follow Us
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર છઠ પૂજાની ભવ્ય ઉજવણી
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર છઠ પૂજાની ભવ્ય ઉજવણી
પાલનપુરમાં માત્ર 1 રૂપિયામાં દર્દીઓને મળી રહી છે 'દવા' અને 'સારવાર'
પાલનપુરમાં માત્ર 1 રૂપિયામાં દર્દીઓને મળી રહી છે 'દવા' અને 'સારવાર'
અટકેલા પ્રોજેક્ટ્સને કારણે નવસારીના વિકાસ પર પ્રશ્નાર્થ
અટકેલા પ્રોજેક્ટ્સને કારણે નવસારીના વિકાસ પર પ્રશ્નાર્થ
અરવલ્લીમાં ઠાકોર યુવાનો દ્વારા OBC અનામત વર્ગીકરણની માંગ
અરવલ્લીમાં ઠાકોર યુવાનો દ્વારા OBC અનામત વર્ગીકરણની માંગ
મહેસાણાના વિસનગરમાં ચંદનના 14 વૃક્ષોની ચોરી ! Video
મહેસાણાના વિસનગરમાં ચંદનના 14 વૃક્ષોની ચોરી ! Video
મહેસાણામાં ST બસના ડ્રાઇવરે નશાની હાલતમાં ચલાવી બસ ! Video
મહેસાણામાં ST બસના ડ્રાઇવરે નશાની હાલતમાં ચલાવી બસ ! Video
Breaking News : અમદાવાદમાં મકાનમાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ
Breaking News : અમદાવાદમાં મકાનમાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ
વડોદરા દારૂકાંડમાં ખળભળાટ, બાપોદના PI-PSI સસ્પેન્ડ ! Video
વડોદરા દારૂકાંડમાં ખળભળાટ, બાપોદના PI-PSI સસ્પેન્ડ ! Video
વનવિભાગનાં કર્મીઓનો સિંહની પજવણી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો
વનવિભાગનાં કર્મીઓનો સિંહની પજવણી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો
સંત જલારામ બાપાની 227મી જન્મજયંતિ: વીરપુરમાં ભવ્ય ઉજવણીની તૈયારીઓ
સંત જલારામ બાપાની 227મી જન્મજયંતિ: વીરપુરમાં ભવ્ય ઉજવણીની તૈયારીઓ
g clip-path="url(#clip0_868_265)">