AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : T20 વર્લ્ડ કપ દરમિયાન ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો,ખેલાડીઓને સ્ટ્રેચર પર બહાર લઈ જવામાં આવી

IND W vs NED W : મહિલા ટી20 વર્લ્ડકપ 2026ની બીજી મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતની સ્ટાર યુવા સ્પિનર શ્રેયંકા પાટિલને નેધરલેન્ડ વિરુદ્ધ મેચ દરમિયાન ગંભીર ઈજાનો સામનો કરવો પડ્યો હતો.

Breaking News : T20 વર્લ્ડ કપ દરમિયાન ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો,ખેલાડીઓને સ્ટ્રેચર પર બહાર લઈ જવામાં આવી
Image Credit source: AI
| Updated on: Jun 18, 2026 | 8:33 AM
Share

મહિલા ટી20 વર્લ્ડકપ 2026માં નેધરલેન્ડ વિરુદ્ધ ઐતિહાસિક સ્કોર બનાવવાની ખુશી વચ્ચે ભારતીય મહિલા ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ભારતની સ્ટાર યુવા સ્પિનર શ્રેયંકા પાટિલને મેચ દરમિયાન ગંભીર ઈજા થઈ હતી. તેની ઈજા એટલી ગંભીર હતી કે, તેને મેદાનની બહાર સ્ટ્રેચર પર લઈ જવામાં આવી હતી. જેનાથી ટીમ ઈન્ડિયાની સાથે-સાથે ચાહકો પણ ટેન્શનમાં આવ્યા છે. શ્રેયંકા પાટિલ ભારતની સૌથી ખાસ બોલરમાંથી એક છે.

શ્રેયંકા પાટિલનો ‘મોટો અકસ્માત’

નેધરલેન્ડ્સની ઇનિંગ દરમિયાન છઠ્ઠી ઓવરના પહેલા બોલ પર આ દુ:ખદ ઘટના બની. શ્રેયંકા પાટિલ બોલિંગ કરી રહી હતી અને ડચ બેટ્સમેન મોલ્કેનબોઅર સ્ટ્રાઇક પર હતા. શ્રેયંકાએ સ્ટમ્પ્સની લાઇન પર શાનદાર લેન્થ ડિલિવરી કરી. શ્રેયંકાએ ઝડપથી બોલ લેવા માટે આગળ ધસી, જે મિડ-ઓન તરફ જઈ રહ્યો હતો. તેનો પગ જમીન પર મચોડાઈ ગયો હતો,અચાનક સંતુલન ગુમાવવાથી તેના પગના ઘૂંટણાં ઈજા થઈ હતી. જેના કારણે તેને સ્ટ્રેચર પર બહાર લઈ જવામાં આવી હતી.

બીસીસીઆઈ દ્વારા અપડેટ જાહેર કરાયું

શ્રેયંકા પાટિલને ખૂબ દુખાવો થતો હતો અને તે ઉભી રહી શકતી ન હતી. શ્રેયંકાની હાલતને ધ્યાનમાં રાખીને, તેણીને સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવામાં આવી હતી. બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પર શ્રેયંકાની હાલત વિશે પણ પોસ્ટ કરી હતી, તેના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી હતી.

ભારતીય મહિલા ટીમનું નેધરલેન્ડ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતુ. મહિલા ટી20 વર્લ્ડકપના ઈતિહાસમાં પોતાનો સર્વાધિક સ્કોર બનાવવામાં સફળ રહી હતી. ટીમ ઈન્ડિયા પહેલી વખત મહિલા ટી20 વર્લ્ડકપની કોઈ મેચમાં 200 રનનો સ્કોરનો આંકડો પાર કરી શકી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાની ઓપનિંગ બેટ્સમેન શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ શાનદાર પ્રદર્શન કર્યું હતુ. પહેલી વિકેટ માટે 115 રનની મોટી પાર્ટનરશીપ જોવા મળી હતી.

ઈન્ડિયન ક્રિકેટરની હુસ્ન પરી, લાખો ચાહકોના દિલ પર કરે છે રાજ, જુઓ શ્રેયંકા પાટિલનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">