AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સૌરવ ગાંગુલીની સુરક્ષા અચાનક કેમ ઘટાડવામાં આવી ? જાણો કારણ

પશ્ચિમ બંગાળના નવનિયુક્ત ભાજપ સરકારે પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીની સુરક્ષા ઘટાડી છે.તો ચાલો જાણીએ અચાનક કેમ સૌરવ ગાંગુલીની સુરક્ષા ઘટાડવામાં આવી છે. ચાલો કારણ જાણીએ

Breaking News  :  સૌરવ ગાંગુલીની સુરક્ષા અચાનક કેમ ઘટાડવામાં આવી ? જાણો કારણ
| Updated on: Jun 04, 2026 | 10:26 AM
Share

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ,ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પૂર્વ અધ્યક્ષ અને ક્રિકેટ એસોશિએશન ઓફ બંગાળના અધ્યક્ષ સૌરવ ગાંગુલીની સુરક્ષા ઘટાડી દેવામાં આવી છે. સૌરવ ગાંગુલીની સુરક્ષા હવે Z કેટેગરીમાંથી Y કેટેગરી કરવામાં આવી છે. રાજ્ય સરકારે આ નિર્ણય રાજ્યની સુરક્ષા એકમો દ્વારા સૌરવ ગાંગુલીની સુરક્ષાનું વિશ્લેષણ કર્યા પછી સરકારે આ નિર્ણય લીધો હતો. ગાંગુલીની સુરક્ષાને Y કેટેગરીમાં ડાઉનગ્રેડ કરવામાં આવી છે.

Z કેટેગરીમાંથી Y કેટેગરીની સુરક્ષા

રાજ્યના નવા સુરક્ષા પ્રોટોકોલ હેઠળ સૌરવ ગાંગુલી સુરક્ષા એકમો મુજબ તેને ઝેડ કેટેગરીની સુરક્ષાની જરુર નથી. આ કાણે તેની સુરક્ષા ઘટાડવામાં આવી છે. રાજ્યના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે, પૂર્વ કેપ્ટનની સુરક્ષામાં ઘટાડો રાજ્યભરમાં VIP સુરક્ષાની સમીક્ષા બાદ લેવામાં આવેલ નિર્ણય હતો. 2023માં તેમની સુરક્ષાને Y કેટેગરીમાંથી Z કેટેગરીમાં અપગ્રેડ કરવામાં આવી હતી.

સૌરવ ગાંગુલીનું નામ એ ક્રિકેટરોમાં આવે છે. જે સંન્યાસ બાદ આખા દેશમાં લોકપ્રિય છે અને અલગ અલગ ભૂમિકામાં ક્રિકેટ ફીલ્ડમાં એક્ટિવ છે. પશ્ચિમ બંગાળમાં સૌરવ ગાંગુલી ખુબ લોકપ્રિય અને પ્રભાવશાળી છે. તેમણે મમતા બેનર્જીના નેતૃત્વવાળી પશ્ચિમ બંગાળ સરકારે 2023માં ઝેડ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી.

ભારતના સૌથી સફળ કેપ્ટનમાંથી એક હતો ગાંગુલી

સૌરવ ગાંગુલીને ભારતીય ક્રિકેટનો સૌથી સફળ કેપ્ટન ગણવામાં આવે છે. કેપ્ટન હરભજન સિંહ,ઝહીર ખાન, વીરેન્દ્ર સહેવાગ,યુવરાજ સિંહ,મોહમ્મદ કૈફ અને એમએસ ધોની જેવા ક્રિકેટરોને તક આપતા ભારતીય ટીમને મજબુત બનાવવી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતીય ટીમનો દબદબો સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. સંન્યાસ બાદ ગાંગુલી ક્રિકેટ પ્રશાસનમાં એક્ટિવ છે.(CAB) ક્રિકેટ એસોશિએશન ઓફ બંગાળ ના અધ્યક્ષ રહ્યા બાદ બીસીસીઆઈના અધ્યક્ષ હતા. બીસીસીઆઈનું અધ્યક્ષ પદ છોડ્યા બાદ ફરી કૈબની કમાન તેના હાથમાં છે.

ક્રિકેટના દાદા કહેવાતા સૌરવ ગાંગુલીનો આજે છે જન્મદિવસ , બંન્ને ભાઈ રમી ચૂક્યા છે ક્રિકેટ આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us
Breaking News : ભરૂચના દહેજ GIDCમાં કેમિકલ પ્લાન્ટમાં મોટી આગ
Breaking News : ભરૂચના દહેજ GIDCમાં કેમિકલ પ્લાન્ટમાં મોટી આગ
દ્વારકામાં વારંવાર વીજપૂરવઠો ખોરવાતા ખેડૂતોનો ભભુક્યો રોષ
દ્વારકામાં વારંવાર વીજપૂરવઠો ખોરવાતા ખેડૂતોનો ભભુક્યો રોષ
સુરત ન્યુ કોર્ટને બોમ્બની ઉડાવવાની આપી ધમકી,જુઓ Video
સુરત ન્યુ કોર્ટને બોમ્બની ઉડાવવાની આપી ધમકી,જુઓ Video
ગોડાદરા રોડ પર કાપડ માર્કેટના વેપારીઓ 7 દિવસથી દુકાન નથી ખોલી શક્યા
ગોડાદરા રોડ પર કાપડ માર્કેટના વેપારીઓ 7 દિવસથી દુકાન નથી ખોલી શક્યા
સિંહના હુમલા રોકવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય
સિંહના હુમલા રોકવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય
બાંધકામ ખર્ચ વધતા ભાવનગરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં 'મંદીનો માહોલ'
બાંધકામ ખર્ચ વધતા ભાવનગરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં 'મંદીનો માહોલ'
'લાઈસન્સ' વગર શાળાએ ટુ-વ્હીલર લાવવા પર પ્રતિબંધ મૂકવા અપીલ
'લાઈસન્સ' વગર શાળાએ ટુ-વ્હીલર લાવવા પર પ્રતિબંધ મૂકવા અપીલ
મહેસાણાના ઊંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પર SOGના દરોડા
મહેસાણાના ઊંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પર SOGના દરોડા
ઝાપટપરાથી ઈસ્લામપુરા નામ બદલાતા હારીજમાં વિવાદ, રહીશોમાં આક્રોશ
ઝાપટપરાથી ઈસ્લામપુરા નામ બદલાતા હારીજમાં વિવાદ, રહીશોમાં આક્રોશ
RMCના અધિકારીએ શોર્ટ ટેન્ડરથી ખરીદી કરવાનો નિર્ણય કર્યો
RMCના અધિકારીએ શોર્ટ ટેન્ડરથી ખરીદી કરવાનો નિર્ણય કર્યો
g clip-path="url(#clip0_868_265)">