AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ફરી એક મેઈલ આવ્યો.. સુરત ન્યુ કોર્ટને બોમ્બથી ઉડાવવાની આપી ધમકી, સુરક્ષા તંત્ર હાઇ એલર્ટ પર, જુઓ Video

Breaking News : ફરી એક મેઈલ આવ્યો.. સુરત ન્યુ કોર્ટને બોમ્બથી ઉડાવવાની આપી ધમકી, સુરક્ષા તંત્ર હાઇ એલર્ટ પર, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2026 | 9:36 PM
Share

સુરત ન્યુ કોર્ટને ઇમેલ દ્વારા બોમ્બ હોવાની ધમકી મળતા સુરક્ષા તંત્ર સક્રિય બન્યું છે. બોમ્બ સ્કવોડ, સુરત પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી રહી છે.

સુરત ન્યુ કોર્ટમાં બોમ્બ હોવાની ધમકીને પગલે વ્યાપક સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કોર્ટના સત્તાવાર સરકારી ઇમેલ પર આ ધમકીભર્યો મેઇલ મળ્યા બાદ તુરંત જ તંત્ર હરકતમાં આવ્યું હતું. આ ઇમેલ દ્વારા બોમ્બ મૂકવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું, જેના કારણે સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચી ગઇ હતી.

ધમકી મળતાની સાથે જ બોમ્બ સ્કવોડની ટીમ, સુરત પોલીસની વિવિધ ટીમો અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આ ટીમો દ્વારા કોર્ટ પરિસરમાં સઘન તપાસ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. દરેક શંકાસ્પદ જગ્યાની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે.

Bomb Threat Email Triggers Massive Security Operation at Surat New Court (1)

ગુજરાતના સુરતમાં બનેલી આ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓ આ ઇમેલ ક્યાંથી આવ્યો અને તેનો ઉદ્દેશ શું હતો તેની પણ તપાસ કરી રહી છે. હાલ કોર્ટ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત ચુસ્ત કરી દેવામાં આવી છે અને કોઇપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. આ ઘટનાને કારણે ન્યાયતંત્ર અને સામાન્ય જનતામાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગિરનાર પર્વત પર સિંહના હુમલા રોકવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય

Published on: Jul 13, 2026 09:32 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">