AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દ્વારકામાં વીજળી નિયમિત ન મળતા ખેડૂતોમાં આક્રોશ, અવારનવાર વીજ પૂરવઠો ખોરવાતો હોવાની ફરિયાદ- Video

દ્વારકામાં વીજળી નિયમિત ન મળતા ખેડૂતોમાં આક્રોશ, અવારનવાર વીજ પૂરવઠો ખોરવાતો હોવાની ફરિયાદ- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2026 | 9:49 PM
Share

દેવભૂમિ દ્વારકાના ખેડૂતો નિયમિત વીજળી ન મળતા આક્રોશમાં છે. કલ્યાણપુરના લાંબા ગામે વીજ સમસ્યાથી સિંચાઈ અટકી પડતા પાકને નુકસાનનો ભય છે. ખેડૂતો જૂના વાયર, નમેલા વીજપોલ બદલવા, ફીડર મેઈન્ટેનન્સ અને હેલ્પરની નિમણૂકની માંગ કરી રહ્યા છે. નાયબ ઇજનેરે 4 દિવસમાં ઉકેલ લાવવાની ખાતરી આપી છે.

 

દેવભૂમિ દ્વારકામાં વીજળીના ધાંધિયાથી ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે વીજ સમસ્યા અંગે ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો અને નિયમિત વીજળી આપવાની માગ કરી. વારંવાર વીજ પૂરવઠો ખોરવાતો હોવાની ફરિયાદ કરી. ખેડૂતોનો આક્રોશ છે કે એકતરફ વરસાદ રૂઠ્યો છે અને વાવણી બાદ પિયત આપવાનો સમય છે. ત્યારે વારંરવાર વીજળીના ધાંધિયાથી તેમની હાલત કફોડી થઈ જાય છે. તેઓ પિયત કરી શક્તા નથી.

બીજી તરફ ખેડૂતોએ નમી ગયેલા વીજપોલ અને જૂના વાયરલ બદલવાની માગણી કરી છે. વીજ ફીડરનું યોગ્ય મેઈન્ટેનન્સ, કાયમી બે વીજ હેલ્પરની નિમણૂક અને વીજ સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવાની માગણી કરી. આ તરફ નાયબ ઇજનેરે ખેડૂતોને માગણીઓ સાંભળી અને ચાર દિવસમાં વીજ સમસ્યાનો ઉકેલ લાવવા ખાતરી આપી

પૂરે વેરેલા વિનાશ વચ્ચે જોવા મળી દોસ્તારોની દિલેરી, મિત્રને લાખોનું નુકસાન જતા 10 લાખ રૂપિયા લઈને મદદ માટે દોડી ગયા ભાઈબંધો- Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">