AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: એક ICC એવોર્ડ માટે સંજુ સેમસન અને જસપ્રીત બુમરાહ વચ્ચે સ્પર્ધા, કોણ બાજી મારશે?

માર્ચ મહિના માટે ICC પ્લેયર ઓફ ધ મન્થ માટેના નોમિની ખેલાડીઓની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે, સ્પર્ધા ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ ખેલાડીઓ સંજુ સેમસન અને જસપ્રીત બુમરાહ વચ્ચે છે. આ સિવાય ત્રીજો ખેલાડી દક્ષિણ આફ્રિકાનો યુવા વિકેટકીપર-બેટ્સમેન છે, જે પણ આ એવોર્ડ જીતવાની રેસમાં છે.

Breaking News: એક ICC એવોર્ડ માટે સંજુ સેમસન અને જસપ્રીત બુમરાહ વચ્ચે સ્પર્ધા, કોણ બાજી મારશે?
sanju & bumrahImage Credit source: X
| Updated on: Apr 06, 2026 | 9:49 PM
Share

IPL 2026 ના ઉત્સાહ વચ્ચે ICC એ માર્ચ મહિના માટે પ્લેયર ઓફ ધ મન્થ માટે નોમિનીની જાહેરાત કરી છે. આ વખતે સ્પર્ધા જસપ્રીત બુમરાહ અને સંજુ સેમસન વચ્ચે છે. દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર-બેટ્સમેન કોનોર ઈસ્ટરહુગન આ એવોર્ડ માટે ત્રીજો નોમિની છે. બુમરાહ અને સેમસનને T20 વર્લ્ડ કપ 2026 માં તેમના પ્રદર્શનના આધારે માર્ચ મહિના માટે ICC પ્લેયર ઓફ ધ મન્થ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર-બેટ્સમેન કોનોર ઈસ્ટરહુગનને ન્યુઝીલેન્ડ સામેની T20 શ્રેણીમાં તેમના પ્રદર્શનને કારણે નોમિનીની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે.

સંજુ સેમસન-T20 વર્લ્ડ કપ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ

2026 ના T20 વર્લ્ડ કપમાં સંજુ સેમસનને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો . તેણે વેસ્ટ ઈન્ડિઝ સામેની મહત્વપૂર્ણ સુપર 8 મેચમાં અણનમ 97 રન બનાવ્યા હતા. ત્યારબાદ તેણે ઈંગ્લેન્ડ સામેની સેમિફાઈનલમાં 89 રનની ઈનિંગ રમી હતી. આ પછી, સંજુ સેમસનએ ફાઈનલમાં પણ જોરદાર પ્રદર્શન કર્યું હતું. સેમસને ત્રણેય મેચમાં 199.27 ના સ્ટ્રાઈક રેટથી 275 રન બનાવ્યા હતા. આ દરમિયાન, તેણે સતત બે પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ પણ જીત્યા હતા. તે ICC T20 બેટિંગ રેન્કિંગમાં ટોચ 20 માં પણ પહોંચ્યો હતો.

જસપ્રીત બુમરાહ-ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચ

જસપ્રીત બુમરાહ 2026 ના T20 વર્લ્ડ કપમાં સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 8 મેચમાં 12.42 ની સરેરાશથી 14 વિકેટ લીધી હતી. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 15 રન આપીને 4 વિકેટ હતું, જ્યારે તેની ઈકોનોમી 6.21 હતી. ટુર્નામેન્ટ ફાઈનલમાં જસપ્રીત બુમરાહને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો, ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે તેણે 4 ઓવરમાં 15 રન આપ્યા હતા અને 4 વિકેટ લીધી હતી.

કોનોર ઇસ્ટરહુગન-એક શ્રેણીમાં 200 રન

દક્ષિણ આફ્રિકાનો વિકેટકીપર-બેટ્સમેન કોનોર ઈસ્ટરહુગેન અત્યાર સુધી માત્ર એક જ T20I શ્રેણી રમ્યો છે. ન્યુઝીલેન્ડ સામેની આ શ્રેણીમાં તેણે પાંચ મેચોમાં 145.98 ના સ્ટ્રાઈક રેટથી 200 રન બનાવ્યા હતા, જેમાં બે અડધી સદીનો સમાવેશ થાય છે.

Breaking News: ટીમ ઈન્ડિયા માટે એક, બે કે ત્રણ નહીં, પરંતુ આઠ ઓપનર તૈયાર, T20 વર્લ્ડ કપ પહેલા જોરદાર સ્પર્ધા

Follow Us
કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો
કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો
વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ
વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ
પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા
પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા
Tv9 Impact: વ્યારાના 868 ખેડૂતો સભાસદોને સરકાર ચુકવશે બાકી નાણાં
Tv9 Impact: વ્યારાના 868 ખેડૂતો સભાસદોને સરકાર ચુકવશે બાકી નાણાં
સ્ટાફને 'પરિવાર' માનીને ચાંદીની થાળીમાં બોનસ રૂપે આપ્યા 1-1 લાખ રૂપિયા
સ્ટાફને 'પરિવાર' માનીને ચાંદીની થાળીમાં બોનસ રૂપે આપ્યા 1-1 લાખ રૂપિયા
અમદાવાદમાં LCB ત્રાટકી: ₹17.31 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
અમદાવાદમાં LCB ત્રાટકી: ₹17.31 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
ભાવનગરમાં જળસંકટને રોકવા તાત્કાલિક બોર તળાવને ભરવાની ઉઠી માગ
ભાવનગરમાં જળસંકટને રોકવા તાત્કાલિક બોર તળાવને ભરવાની ઉઠી માગ
જુનાગઢ સિવિલમાં દિવ્યાંગ મહિલા દર્દીની દુર્દશાનો Video થયો વાયરલ
જુનાગઢ સિવિલમાં દિવ્યાંગ મહિલા દર્દીની દુર્દશાનો Video થયો વાયરલ
રાજકોટમાં ભૂતિયા સ્કૂલનો પર્દાફાશ! અંબિકા વિદ્યાલયને 2 લાખનો દંડ
રાજકોટમાં ભૂતિયા સ્કૂલનો પર્દાફાશ! અંબિકા વિદ્યાલયને 2 લાખનો દંડ
નવસારીના બીલીમોરામાં પ્લાસ્ટિકની હોલસેલ દુકાનમાં ભીષણ આગ
નવસારીના બીલીમોરામાં પ્લાસ્ટિકની હોલસેલ દુકાનમાં ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">