Breaking News : વર્લ્ડ કપ મેચ પહેલા રોહિત શર્માનો મેમો ફાટયો, 200ની સ્પીડથી ચલાવી રહ્યો હતો કાર
ટ્રાફિક અધિકારીએ જણાવ્યું કે રોહિત શર્મા લગભગ 200 કિમી પ્રતિ કલાકની ઝડપે ગાડી ચલાવી રહ્યો હતો. આ દરમિયાન તેની સ્પીડ ક્યારેક 215 કિમી પ્રતિ કલાક સુધી પણ પહોંચી ગઈ હતી. આટલી વધુ ઝડપને કારણે રોહિત શર્માના નામે ત્રણ ઓનલાઈન ચલણ જારી કરવામાં આવ્યા હતા. જોકે, રોહિત જેવા ખેલાડી માટે આ સારું ઉદાહરણ નથી.
Pune : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા પર બાંગ્લાદેશ સામેની મેચ પહેલા ઝડપ કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. રોહિત શર્મા પુણે-મુંબઈ એક્સપ્રેસ વે પર ખૂબ જ તેજ ગતિએ કાર ચલાવી રહ્યો હતો, ત્યારબાદ તેનું ચલણ જારી કરવામાં આવ્યું હતુ. રિપોર્ટ અનુસાર, રોહિતને (Rohit Sharma) ઝડપ માટે ત્રણ ટ્રાફિક ચલણ મળ્યા છે. બાંગ્લાદેશ સામેની મેચમાં હાજરી આપવા માટે રોહિત શર્મા પોતાની કાર ચલાવીને મુંબઈથી પૂણે જઈ રહ્યો હતો.
ટ્રાફિક અધિકારીએ જણાવ્યું કે રોહિત શર્મા લગભગ 200 કિમી પ્રતિ કલાકની ઝડપે ગાડી ચલાવી રહ્યો હતો. આ દરમિયાન તેની સ્પીડ ક્યારેક 215 કિમી પ્રતિ કલાક સુધી પણ પહોંચી ગઈ હતી. આટલી વધુ ઝડપને કારણે રોહિત શર્માના નામે ત્રણ ઓનલાઈન ચલણ જારી કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : ક્રિકેટનો “મિલ્ખા સિંહ” : શ્રીલંકાનો સ્ટાર બેટ્સમેન કુસલ મેન્ડિસ રનિંગ કરી 4016 રન બનાવવા કેટલા કિલોમીટર દોડ્યો ?
પુણે-મુંબઈ એક્સપ્રેસની ઝડપ મર્યાદા કેટલી છે?
પૂણે-મુંબઈ એક્સપ્રેસ વે પર ડ્રાઇવિંગની મહત્તમ ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાક છે. જો સ્પીડ આના કરતા વધી જાય તો વિવિધ સ્થળોએ કેમેરા લગાવવામાં આવે છે જેના કારણે સ્પીડથી વધુ ચાલવા પર ચલણ મોકલવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે રોહિત શર્મા લક્ઝરી કારમાં પૂણે જઈ રહ્યો હતો.
જોકે, રોહિત જેવા ખેલાડી માટે આ સારું ઉદાહરણ નથી. રોહિતને વિશ્વ ક્રિકેટનો મોટો ખેલાડી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તેમના માટે આ રીતે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું યોગ્ય ગણી શકાય નહીં.
આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાએ T20 World Cupની પ્રથમ સુપર ઓવરમાં પાકિસ્તાનને હરાવ્યુ, લોકોએ કહ્યું હતુ બાપ બાપ હોતા હૈ જુઓ Video