AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત-શ્રીલંકાની Live મેચમાં ટીવી પર 2 દિગ્ગજો વચ્ચે થઈ તુ-તુ-મે-મે, જુઓ Video

ગોલ ટેસ્ટ વચ્ચે કોમેન્ટ્રી દરમિયાન પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકર અને મુરલી કાર્તિક વચ્ચે તુતુ-મેમે જોવા મળી હતી. જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ભારત-શ્રીલંકાની Live મેચમાં ટીવી પર 2 દિગ્ગજો વચ્ચે થઈ તુ-તુ-મે-મે, જુઓ Video
Image Credit source: AI
| Updated on: Aug 19, 2026 | 9:53 AM
Share

ભારત અને શ્રીલંકા વચ્ચે ગોલમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે મેદાનની બહાર કોમેન્ટ્રી બોક્સમાં એક અનોખો નજારો જોવા મળ્યો હતો. કોમેન્ટ્રી દરમિયાન પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકર અને મુરલી કાર્તિક વચ્ચે ગરમાગરમી થઈ હતી. બંને પૂર્વ ખેલાડી શ્રીલંકા પ્રવાસ પર બ્રોડકાસ્ટ તરીકે કોમેન્ટ્રી અને સ્ટૂડિયો પેનલનો ભાગ રહ્યા હતા.

મુરલી કાર્તિકે ચર્ચા શરુ કરી

મેચ ચાલી રહી હતી. તે દરિયાન અચાનક ક્રિકેટ પરથી વાત સીધી પર્સનલ આવી હતી. આ સમગ્ર ચર્ચાની શરુઆત મુરલી કાર્તિકે એક ટિપ્પણીથી કરી હતી. તેમણે મજાક મજાકમાં માંજરેકરના ચેહરા પર  સવાલ ઉભો કર્યો હતો. ત્યારબાદ બંને એકબીજાના પર્સનાલિટી અને લુકને લઈ નિવેદનો સતત આપી રહ્યા હતા.

બંને દિગ્ગજો વચ્ચે ઝઘડો થયો

કાર્તિકે માંજરેકર પર કટાક્ષ કરતા કહ્યું બધા તરફથી તમને એક નાની અને મોટી વિનંતી છે. તમારો સદીનો પાઉટ ખૂબ પ્રખ્યાત છે, પરંતુ આ પાઉટને કારણે, તમે શું કહી રહ્યા છો તે સમજવું મુશ્કેલ છે. કૃપા કરીને તેને થોડું ઓછું કરો. કાર્તિકની ટિપ્પણી પર માંજરેકર ચૂપ રહ્યા નહીં અને તરત જ વળતો જવાબ આપ્યો. માંજરેકરે સ્ક્રીન શેરિંગની માંગ કરતા કહ્યું, તે ખૂબ જ ખરાબ હતું. શું આપણે સ્પ્લિટ સ્ક્રીન કરી શકીએ છીએ અને કેમેરા બીજા વ્યક્તિ (બીજા સાથી) ને આપી શકીએ છીએ? કારણ કે તેની સાથે વાત કરવામાં વધુ આનંદદાયક છે અને તેનો ચહેરો ખૂબ જ સુંદર છે.

ઝઘડો લાંબો ચાલ્યો

માંજરેકરે પછી વાતચીત આગળ વધારી અને કાર્તિક પર કટાક્ષ કરતા કહ્યું, મને એ વિચારીને નવાઈ લાગે છે કે મુરલી કાર્તિક, અરીસામાં પોતાને જોઈને, પોતાને કહતો હશો, ‘શાનદાર, શાનદાર, શાનદાર.’ કાર્તિકે જવાબ આપ્યો, “હું ક્યારેય મારી જાતને જોતો નથી. તે તમારું કામ છે. જે તું પણ જાણે છે, જે તમારી સાથે રમ્યા છે અથવા કામ કર્યું છે, તે બધું જાણે છે.

બંને વચ્ચેનો આ ઝઘડો અંતે માંજરેકરે સંભાળ્યો હતો. તેમણે કાર્તિકના લુક પર કટાક્ષ કરી આ મામલાને શાંત કર્યો કે, મારી પાસે અરીસામાં જોવાનું એક કારણ છે. તારા માટે સમજી શકું છું, અરીસામાં જોવું ખાસ પ્રેરણાદાયક નથી. ગમે તે હોય, આપણે બંને મર્યાદા ઓળંગી રહ્યા છીએ, અને સોશિયલ મીડિયા આજે ગંભીર ધ્યાન ખેંચવા જઈ રહ્યું છે.

IND vs SL : ગોલમાં વરસાદ ટીમ ઈન્ડિયાના જીતની વિલન બનશે? આવું રહેશે હવામાન અહી ક્લિક કરો

Follow Us
સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સામે કાર્યવાહી
સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સામે કાર્યવાહી
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
ગુજરાતમાં 19 અને 20 ઓગસ્ટે 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાતમાં 19 અને 20 ઓગસ્ટે 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી
બનાસકાંઠાના અને વાવ થરાદના CNG પંપ આવતીકાલથી (19 Aug.) બંધ રહેશે
બનાસકાંઠાના અને વાવ થરાદના CNG પંપ આવતીકાલથી (19 Aug.) બંધ રહેશે
વડોદરા ખાડારાજ: મેયર ગીતા મકવાણાએ અધિકારીઓ પર ફોડ્યુ ઠીકરું
વડોદરા ખાડારાજ: મેયર ગીતા મકવાણાએ અધિકારીઓ પર ફોડ્યુ ઠીકરું
ગીરનારમાં યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી સરકારે લીધો મોટો નિર્ણય
ગીરનારમાં યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી સરકારે લીધો મોટો નિર્ણય
ગરમાગરમ પરોઠા પીરસવા આવ્યો 'વેટર 2.0', વીડિયો થયો 'Viral'
ગરમાગરમ પરોઠા પીરસવા આવ્યો 'વેટર 2.0', વીડિયો થયો 'Viral'
CNG ના ભાવમાં ₹3 નો વધારો! વાહનચાલકો અને મુસાફરો પર 'સીધી અસર'
CNG ના ભાવમાં ₹3 નો વધારો! વાહનચાલકો અને મુસાફરો પર 'સીધી અસર'
કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી
કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
g clip-path="url(#clip0_868_265)">