AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: લખનૌ સુપર જાયન્ટ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, કોલકાતા નાઈટ રાઈડર્સ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની 15 મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટક્કર થઈ રહી છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં લખનૌ સુપર જાયન્ટ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ પહેલા બેટિંગ કરશે.

Breaking News: લખનૌ સુપર જાયન્ટ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, કોલકાતા નાઈટ રાઈડર્સ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
KKR vs LSG
| Updated on: Apr 09, 2026 | 7:35 PM
Share

IPL 2026માં આજે સિઝનના 15 મા મુકાબલામાં લખનૌ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં LSGએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે KKR આ મેચમાં પહેલા બેટિંગ કરશે. LSG આ સિઝનની ત્રીજી અને KKR ચોથી મેચ રમશે. બંને ટીમો મેચ જીતવા પ્રયાસ કરશે.

રિષભ પંતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન રિષભ પંતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પંતે કહ્યું કે ટીમ પહેલા બોલિંગ કરીને વિરોધીને દબાણમાં રાખવા માંગે છે અને બોલરો પર પૂરો વિશ્વાસ છે. જીત ટીમના માહોલને સુધારે છે અને આત્મવિશ્વાસ વધારે છે. તેઓ સકારાત્મક રહેવા પ્રયત્ન કરે છે. ટોપ ઓર્ડર મજબૂત પ્રદર્શન કરી રહ્યો છે અને આખી ઈનિંગ આગળ વધારવા માટે ટીમને તેમના પર વિશ્વાસ છે. અમે પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી.

અજિંક્ય રહાણેએ શું કહ્યું?

ટોસ હાર્યા બાદ ગુજરાત ટાઈટન્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ કહ્યું કે અમે પણ પહેલા બોલિંગ કરવાનું વિચારી રહ્યા હતા, અમારી છેલ્લી મેચ અધૂરી રહી ગઈ હતી. આશા છે આ મેચમાં સારું પરિણામ આવશે. ટીમમાં અમે ફક્ત એક ફેરફાર કર્યો છે. બ્લેસિંગ મુઝરબાનીની જગ્યાએ સુનિલ નારાયણ આજની મેચમાં રમશે. વરુણ ચક્રવર્તી હજુ પણ તેના હાથની ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. કેમરૂન ગ્રીન આજની મેચમાં બોલિંગ કરશે તો ટીમ વધુ સંતુલિત બનશે. દબાણ વગર બેટિંગમાં કરી લક્ષ્ય હાંસલ કરવાનો પ્રયાસ કરીશું.

કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઈંગ ઈલેવન

અજિંક્ય રહાણે (કેપ્ટન), ફિન એલન, કેમરૂન ગ્રીન, અંગક્રિશ રઘુવંશી (વિકેટકિપર), રિંકુ સિંહ, રોવમેન પોવેલ, રમનદીપ સિંહ, અનુકુલ રોય, સુનીલ નારાયણ, નવદીપ સૈની, કાર્તિક ત્યાગી.

ઈમ્પેક્ટ સબ્સ: મનીષ પાંડે, વૈભવ અરોરા, તેજસ્વી દહિયા, રાહુલ ત્રિપાઠી, ટિમ સીફર્ટ.

લખનૌ સુપર જાયન્ટ્સ પ્લેઈંગ ઈલેવન

મિશેલ માર્શ, એડન માર્કરામ, રિષભ પંત (વિકેટકિપર/કેપ્ટન), નિકોલસ પૂરન, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, મણિમરણ સિદ્ધાર્થ, અવેશ ખાન, મોહમ્મદ શમી, દિગ્વેશ સિંહ રાઠી, પ્રિન્સ યાદવ.

ઈમ્પેક્ટ સબ્સ: આયુષ બદોની, મેથ્યુ બ્રેટ્ઝકે, શાહબાઝ અહમદ, મયંક યાદવ, હિંમત સિંહ.

Breaking News: ભારતના સિનિયર મોસ્ટ ક્રિકેટરનું નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ

Follow Us
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?
ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?
g clip-path="url(#clip0_868_265)">