AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ક્રિસ ગેલે 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની પ્રશંસા કરી, પોતાનો ‘યુનિવર્સ બોસ’નો ટેગ આપ્યો

આઈપીએલ 2026ની એલિમિનેટર મેચમાં વૈભવ સૂર્યવંશીની 29 બોલમાં 97 રનની ઈનિગ્સ જોઈ ક્રિસ ગિલે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી સિક્સ મશીન કહ્યું છે. વૈભવ સૂર્યવંશીએ આ સીઝનમાં 65 સિક્સ ફટકારી ગેલનો એક સીઝનમાં સૌથી વધારે સિક્સનો રેકોર્ડ તોડ્યો છે.

Breaking News  : ક્રિસ ગેલે 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની પ્રશંસા કરી, પોતાનો 'યુનિવર્સ બોસ'નો ટેગ આપ્યો
| Updated on: May 28, 2026 | 9:35 AM
Share

આઈપીએલ 2026ની એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સના 15 વર્ષના ઓપનર વૈભવ સૂર્યવંશીએ સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ માત્ર 29 બોલમાં 97 રનની ઈનિગ્સ રમી હતી. આ ઈનિગ્સ રમી ધમાલ મચાવી હતી. પોતાની આ ઈનિગ્સમાં 12 સિક્સ ફટકારી વૈભવ ટી20 ક્રિકેટના બાદશાહ ક્રિસ ગેલનો એક આઈપીએલ સીઝનમાં સૌથી વધારે 59 સિક્સ ફટકારવાનો 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. આ સીઝનમાં વૈભવ સૂર્યવંશીએ અત્યારસુધી કુલ 65 સિક્સ ફટકારી ચૂક્યો છે. પોતાનો આ ઐતિહાસિક રેકોર્ડ તુટતા જોઈ ખુદ યુનિવર્સ બોસ ક્રિસ ગેલે આ 15 વર્ષના છોકરાનો ચાહક બન્યો છે. ક્રિસ ગેલે ખુદ સોશિયલ મીડિયા પર બોડકાસ્ટ સ્ક્રીનના 2 ફોટો શેર કરતા વૈભવ સૂર્યવંશીના વખાણ કર્યા છે.

ક્રિસ ગેલે સોશિયલ મીડિયા પર શું લખ્યું?

ક્રિસ ગેલે મેચ બાદ પોતાના સોશિયલ મીડિયા પર વૈભવ સૂર્યવંશીના ગ્રાફિક્સનો ફોટો શેર કર્યો જેમાં મોટા અક્ષરોમાં લખ્યું ‘ UNIVERSAL BABY BOSS ‘ લખ્યું હતુ. વૈભવ સૂર્યવંશીની બેટિંગ જોી ગિલે લખ્યું વૈભવ કેટલો અદ્દભૂત ખેલાડી છે. યુવા ખેલાડી,શાનદાર મનોરંજન, ન્યુ સિક્સ મશીન, ક્રિસ ગેલ દ્વારા કોઈ પણ યુવા ભારતીય બેટ્સમેનને ન્યુ સિક્સ મશીનનો ટેગ આપવો એ સાબિત કરે છે કે, વૈભવ સૂર્યવંશીએ ક્યા સ્તરની પાવર-હિટિંગ રજુ કરી છે.

વૈભવના 6 અદ્ભુત રેકોર્ડ્સ બ્રોડકાસ્ટ સ્ક્રીન પર છવાયા

ક્રિસ ગેઇલ દ્વારા શેર કરાયેલા ફોટામાં આ સિઝન અને આ મેચના વૈભવ સૂર્યવંશીના 6 અદ્ભુત રેકોર્ડ્સ ટીવી સ્ક્રીન પર દેખાય છે, જેણે તેને “યુનિવર્સલ બેબી બોસ” બનાવ્યો છે.

  • એક સીઝનમાં કોઈ અનકેપ્ડ ખેલાડી દ્વારા સૌથી વધારે રન 680 રન
  • એક આઈપીએલ સીઝનમાં સૌથી વધારે સિક્સ 65 સિક્સ
  • આઈપીએલના ઈતિહાસમાં 200+ની સ્ટ્રાઈક રેટથી 600થી વધુ રન બનાવનાર પહેલો બેટ્સમેન
  • કોઈ પણ આઈપીએલ,પ્લેઓફ,નોકાઉટ મેચમાં સૌથી વધારે સિક્સ 12 સિકસ
  • સૌથી ઓછા બોલમાં 10 સિક્સ ફટકારવાનો રેકોર્ડ, માત્ર 24 બોલ
  • આઈપીએલના પાવરપ્લેમાં સૌથી વધારે સિક્સ, 8 સિક્સ

આઈપીએલમાં વૈભવ સૂર્યવંશીએ અનેક રેકોર્ડ તોડ્યા, પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">