AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સતત ત્રણ હાર બાદ CSK ને વધુ એક મોટો ઝટકો, ધોની-બ્રેવિસ બાદ આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ

IPL 2026 માં ચેન્નાઈ સુપર કિંગ્સનો વધુ એક ખેલાડી ઈજાગ્રસ્ત થયો છે. ટીમના બે મુખ્ય ખેલાડીઓ ધોની અને બ્રેવિસ પહેલાથી જ ઈજાગ્રસ્ત છે. વધુમાં ટીમને પહેલી ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. એવામાં વધુ એક ખેલાડી ઈજાગ્રસ્ત થતા CSKની મુશ્કેલીઓ વધી ગઈ છે.

Breaking News: સતત ત્રણ હાર બાદ CSK ને વધુ એક મોટો ઝટકો, ધોની-બ્રેવિસ બાદ આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ
CSK Image Credit source: X
| Updated on: Apr 07, 2026 | 8:13 PM
Share

ચેન્નાઈ સુપર કિંગ્સનો સમય સિઝનની શરૂઆતથી જ ખરાબ ચાલી રહ્યો છે અને હવે આ ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. IPL 2026 માં પોતાની પહેલી ત્રણ મેચ હારી ચૂકેલી ચેન્નાઈ સુપર કિંગ્સ બે મુખ્ય ખેલાડીઓ ધોની અને ડેવાલ્ડ બ્રેવિસની ઈજાઓ સામે ઝઝૂમી રહી છે અને હવે આ ટીમનો વધુ એક ખેલાડી ઈજાગ્રસ્ત થયો છે.

અકિલ હુસૈન થયો ઈજાગ્રસ્ત

ડાબા હાથનો વેસ્ટ ઈન્ડિયન સ્પિનર ​​અકિલ હુસૈન દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાંથી બહાર થઈ ગયો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા અત્યાર સુધી અકિલ હુસૈનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો નથી, પરંતુ એવું માનવામાં આવી રહ્યું હતું કે તે દિલ્હી સામેની મેચમાં રમી શકે છે, જોકે હવે તેને આ મેચમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

હુસૈનને હેમસ્ટ્રિંગ ઈજા

અહેવાલો સૂચવે છે કે અકીલ હુસૈનને હેમસ્ટ્રિંગ ઈજા છે. આ ઈજા ચેન્નાઈ માટે એક મોટો આંચકો છે, કારણ કે તેને આગામી મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાયો હોત. અફઘાની સ્પિનર નૂર અહેમદ હાલ સારું પ્રદર્શન કરી રહ્યો નથી, અને અકીલ હુસૈન એક સારો ડાબોડી સ્પિનર ​​છે જે પાવરપ્લેમાં બોલિંગ કરે છે. તેનો ઈકોનોમી રેટ ઘણો સારો છે, તેથી જ ચેન્નાઈએ તેને 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જોકે તેની ઈજા બાદ હવે ચેન્નાઈની મુશ્કેલી વધી છે.

ધોની-બ્રેવિસની ફિટનેસ કેવી છે?

જોકે, ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રાહતની વાત એ છે કે ધોની અને બ્રેવિસ હવે સ્વસ્થ છે. બ્રેવિસ દિલ્હી સામેની મેચમાં પણ રમી શકે છે. બીજી તરફ, ધોની કોઈપણ મેચમાં રમી શકે તે પહેલા ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થશે.

ચેન્નાઈની મુશ્કેલીઓ વધી

રોબિન ઉથપ્પા માને છે કે ધોની વર્તમાન IPL સિઝનમાં રમી શકશે નહીં કારણ કે તેના માટે ફિટનેસ પાછી મેળવવી મુશ્કેલ છે. ચેન્નાઈ માટે બ્રેવિસ અને ધોનીની હાજરી મહત્વપૂર્ણ છે, કારણ કે તેમને રાજસ્થાન, પંજાબ અને RCB સામે મોટી હારનો સામનો કરવો પડ્યો છે. સતત ત્રણ હાર બાદ, ચેન્નાઈ પોઈન્ટ ટેબલમાં તળિયે છે.

Breaking News: બાંગ્લાદેશ ક્રિકેટમાં મોટો ભૂકંપ, સાત ખેલાડીઓ પર લાગ્યો પ્રતિબંધ, મેચ ફિક્સિંગનો છે આરોપ

Follow Us
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
ભરૂચઃ અંક્લેશ્વર ઔદ્યોગિક એકમો પર ઘેરાયું વીજ સંકટ, વીજ કાપનો નિર્ણય
ભરૂચઃ અંક્લેશ્વર ઔદ્યોગિક એકમો પર ઘેરાયું વીજ સંકટ, વીજ કાપનો નિર્ણય
ડાંગમાં નવરાત્રિમાં 30 થી વધુ આદિવાસી પરિવારોએ કરી ઘરવાપસી
ડાંગમાં નવરાત્રિમાં 30 થી વધુ આદિવાસી પરિવારોએ કરી ઘરવાપસી
વ્યારા સુગર મિલ સામે ખેડૂતોની 'છેલ્લી ચીમકી'
વ્યારા સુગર મિલ સામે ખેડૂતોની 'છેલ્લી ચીમકી'
અન્નપૂર્ણા ખોડલધામ રચવાનો ઈરાદો સામાજીક હશે તો સમાજ સ્વીકારશે:બાંભણિયા
અન્નપૂર્ણા ખોડલધામ રચવાનો ઈરાદો સામાજીક હશે તો સમાજ સ્વીકારશે:બાંભણિયા
Breaking: ચૈતર વસાવાના નાના ભાઈએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો કર્યો પ્રયાસ
Breaking: ચૈતર વસાવાના નાના ભાઈએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો કર્યો પ્રયાસ
વોકેશનલ ટ્રેનરોના પગારમાં મોટો કાપ, ઉકેલ નહીં આવે તો થશે 'આંદોલન'
વોકેશનલ ટ્રેનરોના પગારમાં મોટો કાપ, ઉકેલ નહીં આવે તો થશે 'આંદોલન'
ઉધના સ્ટેશન પર 15,000 મુસાફરોની ક્ષમતા સાથે વિશાળ યાત્રી સુવિધા કેન્દ્
ઉધના સ્ટેશન પર 15,000 મુસાફરોની ક્ષમતા સાથે વિશાળ યાત્રી સુવિધા કેન્દ્
ડીસામાં શંકાસ્પદ ઘીના 80 બોક્સ જપ્ત
ડીસામાં શંકાસ્પદ ઘીના 80 બોક્સ જપ્ત
g clip-path="url(#clip0_868_265)">