AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK Breaking News : એેક દિવસ પહેલા પાકિસ્તાને કરી પ્લેઈંગ 11ની જાહેરાત, બતાવ્યો જીતનો વિશ્વાસ

એશિયા કપ 2023માં શ્રીલંકા અને બાંગ્લાદેશની મેચ દરમિયાન વરસાદને કારણે મેચ અટકી હતી. 2 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન પણ વરસાદનું વિઘ્ન જોવા મળી શકે છે.એશિયા કપની છેલ્લી 15 સિઝનમાં ભારતીય ટીમનો દબદબો રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપમાં 7 વાર (1984, 1988, 1990-91, 1995, 2010,2016 અને 2018) ટાઈટલ જીતી છે. જ્યારે પાકિસ્તાનની ટીમ 2 વાર એશિયા કપ જીતી છે. શ્રીલંકાની ટીમ કુલ 6 વાર એશિયા કપ જીતી ચૂકી છે.

IND vs PAK Breaking News : એેક દિવસ પહેલા પાકિસ્તાને કરી પ્લેઈંગ 11ની જાહેરાત, બતાવ્યો જીતનો વિશ્વાસ
IND VS PAK ASIA CUP 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2023 | 8:43 PM
Share

Pallekele : 2 સપ્ટેમ્બરે શ્રીલંકાની ધરતી પર ભારત-પાકિસ્તાનની ક્રિકેટ ટીમ વચ્ચે જોરદાર ટક્કર થશે. ભારત-પાકિસ્તાનની હાઈવોલ્ટેજ મેચને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ છે. ત્યારે આ ધમાકેદાર મેચ પહેલા એક મોટી અપડેટ સામે આવી છે. પાકિસ્તાનની ક્રિકેટ ટીમે (Pakistan cricket team) આવતીકાલની મેચ માટે પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે.

એશિયા કપમાં ભારત સામેની મેચના એક દિવસ પહેલા પાકિસ્તાને તેની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે. પાકિસ્તાની સુકાની બાબર આઝમે નેપાળ સામે ભારત સામે જે પ્લેઈંગ ઈલેવન જાળવી રાખી છે તે જ પ્લેઈંગ ઈલેવનને જાળવી રાખી છે.

આ પણ વાંચો : Asia Cup 2023માં સચિન-પોન્ટિંગના રેકોર્ડ જોખમમાં, હિટમેન ધ્વસ્ત કરશે આ 5 રેકોર્ડ

પાકિસ્તાની ક્રિકેટ બોર્ડે ટ્વિટ કરીને આપી માહિતી

View this post on Instagram

A post shared by TV9 Gujarati (@tv9gujarati)

એશિયા કપ 2023માં ભારત-પાકિસ્તાનની ટક્કર

  • તારીખ – 2 સપ્ટેમ્બર, 2023
  • સમય – ભારતીય સમય અનુસાર બપોરે 3 કલાકે શરુ થશે મેચ, ટોસનો સમય 2.30 કલાક
  • સ્થળ – પલ્લેકેલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, શ્રીલંકા

ભારત-પાકિસ્તાનની મેચમાં વરસાદ બનશે વિલન ?

એશિયા કપ 2023માં શ્રીલંકા અને બાંગ્લાદેશની મેચ દરમિયાન વરસાદને કારણે મેચ અટકી હતી. 2 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન પણ વરસાદનું વિઘ્ન જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં DLS નિયમ એટલે ડકવર્થ-લુઈસ નિયમ મહત્વનો સાબિત થશે. તેના આધારે મેચનું પરિણામ નક્કી થઈ શકે છે. જોકે, ભારત-પાકિસ્તાનની ટક્કર જોવા આતુર ફેન્સ વરસાદ ના પડે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

આ પણ વાંચો : Asia Cup 2023માં ભારત-પાકિસ્તાનની મેચમાં DLS નિયમ ભજવશે મહત્વની ભૂમિકા, જાણો શું છે તેનું ગણિત

ભારત-પાકિસ્તાનની મેચનું Live Streaming ક્યાં થશે ?

સ્ટાર સ્પોર્ટસ નેટવર્કની Star Sports 1, Star Sports 1 HD, Star Sports 1 Hindi, Star Sports 1 Hindi HD, Star Sports 1 Tamil SD + HD, Star Sports 1 Telugu SD+HD, Star Sports 1 Kannada ચેનલ પર તમે ભારત-પાકિસ્તાનની મેચ જોઈ શકો છો. ક્રિકેટ ફેન્સ Disney Hotstar+ની એપ અને વેબસાઈટથી ભારત-પાકિસ્તાનની મેચ ફ્રીમાં જોઈ શકો છો.

આ પણ વાંચો : BCCIને મીડિયાના અધિકારોથી ‘બમ્પર’ કમાણી, વાયાકોમે ભારતીય ક્રિકેટનું ગણિત બદલ્યું

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">