AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2023માં ભારત-પાકિસ્તાનની મેચમાં DLS નિયમ ભજવશે મહત્વની ભૂમિકા, જાણો શું છે તેનું ગણિત

DLS Method: વર્ષ 2023માં અમદાવાદમાં રમાયેલી આઈપીએલની ફાઈનલ મેચ આપણે સૌને યાદ છે. વરસાદને કારણે આઈપીએલની ફાઈનલ મેચ રિઝર્વ ડે પર રમાઈ હતી. પણ ક્રિકેટ ઈતિહાસમાં ઘણી એવી મેચ છે જેમાં વરસાદને કારણે ડકવર્થ-લુઈસ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમને કારણે મહત્વની મેચના રસપ્રદ પરિણામો આવ્યા છે.

Asia Cup 2023માં ભારત-પાકિસ્તાનની મેચમાં DLS નિયમ ભજવશે મહત્વની ભૂમિકા, જાણો શું છે તેનું ગણિત
Duckworth lewis methodImage Credit source: ICC
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2023 | 7:17 PM
Share

Asia Cup 2023 :  ક્રિકેટ મેચ દરમિયાન ઘણીવાર વરસાદનું વિઘ્ન રમતની મજા બગાડતુ હોય છે. ક્રિકેટમાં ડકવર્થ લુઈસ નિયમ એક એવી પદ્વતિ છે જેમાં વરસાદને કારણે જીતની નજીક પહોંચેલી ટીમને પણ હારનો સામનો કરવો પડે છે. ક્રિકેટ વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી અને એશિયા કપ દરમિયાન વરસાદ (Rain) પડવાની સ્થિતિમાં આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે.

એશિયા કપ 2023માં 2 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે. આ મેચ દરમિયાન વરસાદને કારણે વિઘ્ન પડે તેવી શક્યતા છે. તેવામાં ડકવર્થ લુઈસ નિયમ મહત્વનો બનશે. આ મહામુકબલા પહેલા ચાલો જાણીએ કે ડકવર્થ લુઈસ નિયમ શું છે અને તેના આધારે કેવી રીતે પરિણામ નક્કી થાય છે.

આ પણ વાંચો : Asia Cup 2023માં સચિન-પોન્ટિંગના રેકોર્ડ જોખમમાં, હિટમેન ધ્વસ્ત કરશે આ 5 રેકોર્ડ

શું છે ડકવર્થ લુઈસ નિયમ ?

ડકવર્થ લુઈસ નિયમના આધારે નક્કી થતા પરિણામોની ઘણીવાર ક્રિકેટજગતમાં આલોચના થાય છે. આ નિયમ ક્રિકેટના મેદાન પર ઘણા વર્ષોથી ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. વરસાદને કારણે અટકી ગયેલી મેચના પરિણામ નક્કી કરવા માટે આ નિયમ મહત્વનો સાબિત થાય છે.

કોણે કરી ડકવર્થ લુઈસ નિયમની શોધ ?

આ પદ્ધતિ બે અંગ્રેજી આંકડાશાસ્ત્રીઓ, ફ્રેન્ક ડકવર્થ અને ટોની લેવિસ (ભૂતપૂર્વ ક્રિકેટર) દ્વારા બનાવવામાં આવી હતી.  તે વર્ષ 1997માં રજૂ કરવામાં આવ્યું હતુ, અને વર્ષ 1999માં ICC દ્વારા સત્તાવાર રીતે અપનાવવામાં આવ્યુ હતુ.

કઈ રીતે કામ કરે છે આ નિયમ ?

પહેલી ઈનિંગ બાદ મેચ દરમિયાન બીજી ઈનિંગમાં વરસાદને કારણે વિઘ્ન આવે તો બેટિંગ કરનારી ટીમને સીમિત ઓવરમાં ટાર્ગેટ પૂરો કરવાનો હોય છે. ડકવર્થ લુઈસ નિયમ માટે રેફરેન્સ ટેબલનો ઉપયોગ થાય છે. તેના આધારે ટાર્ગેટની ગણતરી કરવામાં આવે છે.

ઉદાહરણ તરીકે એક ટીમે 50 ઓવરમાં 270 રન બનાવ્યા અને બીજી ટીમે 30 ઓવરમાં 4 વિકેટના નુકશાન સાથે 160 રન બનાવ્યા અને વરસાદને કારણે મેચ અટકી તો બંને ટીમો દ્વારા ઉપયોગમાં લેવાયેલા રિસોર્સની ગણતરી કરવામાં આવે છે. પહેલી ટીમ 50 ઓવર રમી એટલે કે તેણે 100 ટકા રિસોર્સનો ઉપયોગ કર્યો. જ્યારે બીજી ટીમે પાસે 20 ઓવર અને 6 વિકેટ બાકી છે. રેફરેન્સ ટેબલના આધારે આ ટીમ 55.4 ટકા રિસોર્સનો ઉપયોગ કરી શકશે.

Team 2’s par score = Team 1’s score x (Team 2’s resources/Team 1’s resources)

  • ટીમ-2નું લક્ષ્ય = 270* (55.4/100)
  • ટીમ-2નું લક્ષ્ય = 150 રન

હવે ટીમ-2એ 160 રન બનાવી લીધા છે. આ સ્થિતિમાં તેને 10 રનથી વિજયી જાહેર કરવામાં આવશે. વર્ષ 2019ના વર્લ્ડ કપમાં ભારતીય ટીમે પાકિસ્તાન સામે ડકવર્થ લુઈસ નિયમના આધારે 89 રનથી જીત મેળવી હતી.

PAK vs IND હેડ ટુ હેડ રેકોર્ડ

Format Matches India Won Pakistan Won Draw/Tie/NR
Test 59 9 12 38
ODI 132 55 73 4
T20I 12 9 3 0
Total 203 73 88 42

આ પણ વાંચો : BCCIને મીડિયાના અધિકારોથી ‘બમ્પર’ કમાણી, વાયાકોમે ભારતીય ક્રિકેટનું ગણિત બદલ્યું

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">