AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: IND vs ENG સિરીઝ વચ્ચે ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ બાદ આ ખેલાડીની ODI ટીમમાં વાપસી

IND vs END ODI Series: ટીમ ઈન્ડિયાના યુવા ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની ODI શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. BCCI એ તેના સ્થાને ખેલાડીની જાહેરાત કરી છે. આ ખેલાડીની બે વર્ષ પછી અચાનક ODI ટીમમાં વાપસી થઈ છે.

Breaking News: IND vs ENG સિરીઝ વચ્ચે ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ બાદ આ ખેલાડીની ODI ટીમમાં વાપસી
Shivam Dube replacement for Nitish ReddyImage Credit source: X
| Updated on: Jul 06, 2026 | 8:52 PM
Share

ટીમ ઈન્ડિયા 5 મેચની T20 શ્રેણી પછી ઈંગ્લેન્ડ સામે 3 મેચની ODI શ્રેણી રમશે. આ શ્રેણી શરૂ થાય તે પહેલાં ભારતીય ક્રિકેટ ટીમમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. યુવા ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી આખી શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની પસંદગી સમિતિએ તેના સ્થાને અન્ય એક ખેલાડીના સમાવેશ જાહેરાત કરી છે. બે વર્ષથી એક પણ ODI રમ્યો નથી તે ખેલાડી ટીમમાં જોડાયો છે.

2 વર્ષ બાદ આ ખેલાડીની ODI ટીમમાં વાપસી

ભારતીય ક્રિકેટ બોર્ડની સિનિયર પસંદગી સમિતિએ ઈજાગ્રસ્ત નીતિશ કુમાર રેડ્ડીના સ્થાને અનુભવી ઓલરાઉન્ડર શિવમ દુબેનો ટીમમાં સમાવેશ કર્યો છે. દુબે માટે આ શ્રેણી મહત્વપૂર્ણ રહેશે. તેણે છેલ્લે 2024 માં ભારત માટે ODI રમી હતી. ત્યારથી, તે સતત T20 ટીમનો ભાગ રહ્યો છે, પરંતુ ODI ટીમમાં સ્થાન મેળવવા માટે તેને લાંબો સમય રાહ જોવી પડી છે. હવે, લગભગ બે વર્ષ પછી તેની પાસે 50 ઓવરના ફોર્મેટમાં પોતાને સાબિત કરવાની બીજી સુવર્ણ તક છે.

ટીમનું નેતૃત્વ શુભમન ગિલ કરશે

યુવા સ્ટાર શુભમન ગિલ ઈંગ્લેન્ડ સામેની આ ODI શ્રેણીમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે શ્રેયસ અય્યર વાઈસ-કેપ્ટન હશે. ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા અનુભવી ખેલાડીઓ છે, અને જસપ્રીત બુમરાહ ઝડપી બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરશે. શ્રેણીની પહેલી મેચ 14 જુલાઈએ બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાશે.

ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતની ODI ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (વાઈસ-કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, ગુરનૂર બ્રાર, શિવમ દુબે.

Breaking News: ઝિમ્બાબ્વે સામે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સંજુ સેમસન સહિત 5 ખેલાડીઓનું પત્તું કપાયું

Follow Us
g clip-path="url(#clip0_868_265)">